Book Title: Vinay
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 21
________________ વિનય 101 એક વિનયના ગુણથી જીવ ઉત્તરોત્તર કેવી રીતે વિકાસ સાધે છે અને મોક્ષગતિ પ્રાપ્ત કરવા સુધી પહોંચી શકે છે તેનો ક્રમ બતાવતાં ઉમાસ્વાતિ મહારાજ “પ્રશમરતિ'માં કહે છે : विनयफलं सुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् / ज्ञानस्य फलं विरतिर्विरतिफलं चास्त्रच निरोध / / संवरफलं तपोबलमथ तपसो निर्जराफलं दृष्टम् / तस्मात् क्रियानिवृत्तिः क्रियानिवृत्तेरयोगित्वम् / / योगनिरोधाद् भवसन्ततिक्षय: सन्ततिक्षयान्मोक्षः / तस्मात् कल्याणानां सर्वेषां भाजनं विनयः / / અર્થાત્ વિનયનું ફળ ગુરુસુશ્રુષા છે. ગુરુશુશ્રષાનું ફળ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિનું ફળ આસવનિરોધ છે. આસવનિરોધ એટલે કે સંવરનું ફળ તપોબલ છે. તપનું ફળ નિર્જરા છે. એનાથી ક્રિયાનિવૃત્તિ થાય છે. ક્રિયા-નિવૃત્તિથી અયોગિત્વ થાય છે. અયોગિત્વ એટલે કે યોગનિરોધથી ભવસંતતિ અર્થાતુ ભવપરંપરાનો ક્ષય થાય છે. એથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે વિનય સર્વ કલ્યાણોનું ભાજન છે. આ માટે જ “તત્ત્વામૃતમાં કહ્યું છે : ज्ञानभावनया जीवो लभते हितमात्मनः / विनयाचारसंपन्नो विषयेषु पराङमुखः / / (વિનયયુક્ત આચારવાળો તથા વિષયોથી વિમુખ થયેલો જીવ જ્ઞાનભાવના વડે પોતાનું હિત પ્રાપ્ત કરે છે.) आत्मानं भावयेन्नित्यं, ज्ञानेन विनयेन च / मा पुनर्मियमाणस्स पश्चात्तापो भविष्यति / / (જ્ઞાન અને વિનય વડે હંમેશાં આત્માનું ચિંતન-ભાવન કરવું જોઈએ, જેથી મરતી વખતે માણસને પશ્ચાતાપ કરવો પડે નહીં.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21