________________
જિનતત્ત્વ
જ્ઞાનનો મહિમા જૈન ધર્મમાં ઘણો જ મોટો છે. એટલે જ તીર્થંકોએ આપેલો ઉપદેશ ગણધરભગવંતો દ્વારા જે ઊતરી આવ્યો છે અને જે શ્રુતજ્ઞાન તરીકે ઓળખાય છે તેના પ્રત્યે બહુમાન દર્શાવવા જ્ઞાનપંચમી અથવા શ્રુતપંચમીનું પર્વ મનાવવામાં આવે છે. જૈન દર્શનમાં જ્ઞાન-જ્ઞાની પ્રત્યેનો વિનય ઉચ્ચ કોટિનો અને મહિમાવંત છે. ઉદ્દેશપ્રસારમાં શ્રી લક્ષ્મીસૂરિએ કહ્યું છે
દર
श्रुतस्याशातना त्याज्या तद्विनयः श्रुतात्मकः ' शुश्रुषादिक्रियाकाले तत् कुर्यात् ज्ञानिनामपि ।। શ્રુતજ્ઞાનની આશાતના ત્યજ્વી જોઈએ. શ્રુતજ્ઞાનનો વિનય શ્રુતસ્વરૂપ જ ગણાય છે. એટલા માટે સુશ્રૂષા વગેરે પ્રકારની ક્રિયા કરતી વખતે શ્રુતજ્ઞાનીનો પણ વિનય કરવો.
આમ, જ્ઞાનના વિનય સથે જ્ઞાનીનો પણ વિનય કરવાનો હોય છે. એટલે કે જ્ઞાનના વિનયમાં જ્ઞાનીનો પણ સમજી લેવાનો છે. જ્ઞાન અને વિનયનો પરસ્પર ગાઢ સંબંધ છે. જેમ વિનયભાવ વધે તેમ જ્ઞાન વધે અને જેમ જ્ઞાન વધે તેમ વિનયભાવ પણ વધે. વિદ્યા વિનયેન શોમતે – એમ કહેવાયું છે. વિદ્યા હોય પણ જો વિનય ન હોય અથવા અવિનય હોય તો તે વિદ્યાનું સારું ફળ મળે નહીં. એવી વિદ્યાનું મૂલ્ય ઓછું છે. વિનય વિજ્ઞાની વિદ્યા બહુ ટકતી નથી એમ પણ કહેવાય છે. વિસ્મૃતિ એમાં ભાગ ભજવી જાય છે. બીજી બાજુ ગુરુ પ્રત્યે વિનય હોય તો વિદ્યા સફળ થાય છે. શ્રેણિક મહારાજા અને ચાંડાલનું દૃષ્ટાન્ત એ માટે જાણીતું છે. બહુમાનપૂર્વકનો વિનય હોય તો હૃદયમાં અને ચિત્તમાં એવી નિર્મળતા પ્રસરે છે કે જેથી વસ્તુપરિસ્થિતિ ઇત્યાદિ તરત સમજાય છે, પ્રશ્નોનો સાચો ઉકેલ જડી આવે છે. અનુમાન સાચાં પડે છે. શાસ્ત્રકારો કહે છે કે, ગુરુ પ્રત્યેના વિનયના પરિણામે શિષ્યમાં વૈનેયિકી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એ બુદ્ધિથી સાચા નિર્ણયો લઈ શકાય છે ને પ્રશ્નો જલદી સમજી શકાય છે. આવી વૈનેયિકી બુદ્ધિનાં દૃષ્ટાન્તો કથાગ્રંથોમાં જોવા મળે છે.
વિદ્યાપ્રાપ્તિમાં ગુરુ પ્રત્યેના વિનયની સાથે બહુમાનની પણ એટલી જ આવશ્યકતા છે. વિનય અને બહુમાન આમ તો સાથે સાથે જ હોય છે, છતાં તે બંને વચ્ચે થોડો તફાવત પણ છે. ગુરુ પ્રત્યેનો વિનય વંદન, અભ્યુત્થાન ઇત્યાદિ દ્વારા વ્યક્ત કરી શકાય છે. એ બાહ્યાચાર છે. પરંતુ બહુમાન તો હૃદયની સાચી પ્રીતિથી જ જન્મે છે. જો હૃદયમાં બહુમાન હોય તો ગુરુને
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International