Book Title: Vinay
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 11
________________ વિનય જ વ્યક્તિ પ્રત્યે અવિનયી પણ બને છે. . મન, વચન અને કાયાથી થતો વિનય લૌકિક પણ હોય છે અને લોકોત્તર પણ હોય છે. એમાં મનથી થતો વિનય અભ્યતર પ્રકારમાં આવી શકે. વચન અને કાયાથી થતો વિનય બાહ્ય પ્રકારનો હોય છે. ક્યારેક મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારનો વિનય એકસાથે પણ સંભવી શકે અને તે લોકોત્તર પણ હોઈ શકે છે. અધ્યાત્મમાર્ગમાં લોકોત્તર વિનયની જ ઉપયોગિતા છે. સમ્યગુજ્ઞાન પ્રત્યે અને જ્ઞાની પ્રત્યેનો પૂજ્યભાવ તે જ્ઞાનવિનય છે. જ્ઞાનાચારનાં આઠ અંગો દર્શાવવામાં આવ્યાં છે. એ આઠ અંગો તે જ્ઞાનવિનયના આઠ પ્રકાર છે. જ્ઞાનાચાર નીચે પ્રમાણે છે : काले विणए बहुमणे उवहाणे तह अनिन्हवण । वंजण अत्थ तदुभए अट्ठविहो नाणमायारो ।। કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિદ્ભવપણું, વ્યંજન, અર્થ તથા તદુભય (વ્યંજન અને અર્થ સાથે) એમ આઠ પ્રકારના જ્ઞાનાચાર છે. શાસ્ત્રગ્રંથોમાં આ આચારોની વિગત છણાવટ કરવામાં આવી છે. જ્ઞાનવિનયમાં શાસ્ત્રગ્રંથ તથા જેમાં અક્ષરો, માતૃકાઓ હોય એવાં ઉપકરણો, સાધનો વગેરેને પગ લગાડવો, કચરામાં ફેંકવા, થૂક લગાડવું, એના પર માથું મૂકીને સૂઈ જવું, ફાડી નાખવું ઇત્યાદિ પ્રકારનો અવિનય ન થાય તે પ્રત્યે બહુ કાળજી રાખવી જોઈએ. એટલું જ નહીં, એ પ્રત્યે બહુમાન ધરાવવું જોઈએ. જ્ઞાનીઓનો દ્વેષ ન કરવો જોઈએ, તેમની ઈર્ષ્યા, નિંદા, ભર્જના ન કરવી જોઈએ. કોઈકને જ્ઞાન અપાતું હોય તો તેમાં અંતરાય ન નાખવો જોઈએ. પોતે શિષ્યને કે શ્રાવકને કશું શીખવતા હોય ત્યારે, અમુક જ્ઞાન છુપાવવાનો, ઓછું અધિકું કહેવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. હું શીખવીશ તો તે મારા કરતાં આગળ વધી જશે એવો ઇર્ષાભાવ ન રાખવો જોઈએ. તેવી જ રીતે શિષ્યના મનમાં પણ એમ ન થવું જોઈએ કે પોતે પોતાના ગુરુ કરતાં આગળ વધી જવું છે. વળી, શિષ્ય ગુરુએ કરેલા અર્થ કરતાં જાણીજોઈને અવળો અર્થ ન કરી બતાવવો જોઈએ, નિરર્થક વિવાદ ન કરવો જોઈએ તથા ગુરુના ઉપકારને ન છૂપાવવો જોઈએ. જ્ઞાન અને જ્ઞાનીની ચૌદ પ્રકારની આશાતના શાસ્ત્રગ્રંથોમાં બતાવી છે તેવી આશાતના ન થવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21