Book Title: Vinay
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ૯૦ જિનતત્ત્વ ભગવતી આરાધનામાં બતાવવામાં આવ્યો છે. विणओ पुण पंचविहो णिद्दिठो गाणदसणचरित्ते । तवविणओ य चउत्थो उवयारिओ विणओ ।। વિશેષાવશ્યક ભાષ્યમાં પાંચ પ્રકારનો વિનય જુદી રીતે બતાવવામાં આવ્યો છે : लोगोवयारविणओ अत्यनिमित्तं च कामहेउं च । भयविणय मुक्खविणओ विणओ खलु पंचहा होई ।। લોકોપચારવિનય, અર્થનિમિત્તે વિનય, કામહેતુથી વિનય, ભયવિનય અને મોક્ષવિનય – એમ પાંચ પ્રકારનો વિનય છે. ઔપપાતિકસૂત્રમાં સાત પ્રકારનો વિનય બતાવવામાં આવ્યો છે : सत्तविहे विणए पण्णते तं जहा - णाणविणए, दंसणविणए चरित्तविणए, मणविणए, क्यणविणए, कायविणए, लोगावयारविणए । વિનય સાત પ્રકારનો છે, જેમ કે (૧) જ્ઞાનવિનય, (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય, (૪) મનવિનય, (૫) વચનવિનય, (૬) કાયવિનય અને (૭) લોકોપચારવિનય. આમ, વિનયના જે જુદા જુદા પ્રકાર બતાવ્યા છે તેમાં સાધનાની દૃષ્ટિએ મહત્ત્વના તે જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય છે. અર્થવિનય, કામવિનય અને ભયવિનય તો સ્પષ્ટ રીતે લૌકિક પ્રકારના છે. અર્થવિનયમાં ધનદોલત, માલમિલકત વગેરેનું પ્રયોજન રહેલું છે. વેપારમાં માણસ બીજા વેપારીઓ પ્રત્યે, ઘરાકો પ્રત્યે લેણદારો પ્રત્યે, સરકારી અધિકારીઓ પ્રત્યે પોતાના સ્વાર્થે વિનય દાખવતો હોય છે. વધુ લાભ મેળવવાનો અને નુકસાનમાંથી બચવાનો એમાં આશય હોય છે. કામવિનયમાં માણસ પોતાની ઇચ્છાઓને સંતોષવા માટે વિનવણી, આજીજી વગેરે પ્રકારનો વિનય દાખવતો હોય છે. ભયવિનયમાં ભયથી બચવા માટે દુશ્મનો પ્રત્યે, પોલીસ પ્રત્યે, સરકારી અધિકારી પ્રત્યે, રક્ષક બની શકે એમ હોય એવી વ્યક્તિ પ્રત્યે વિનય દાખવવામાં આવે છે. આવો લૌકિક વિનય કાયમનો નથી હોતો. કામ પત્યા પછી, સ્વાર્થ સંતોષાઈ ગયા પછી, ભયમાંથી મુક્તિ મળ્યા પછી માણસ ઘણીવાર વિનયી મટી જાય છે અને ક્યારેક તો વિપરીત સંજોગોમાં એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21