Book Title: Vinay Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 8
________________ ૮૮ જિનતત્ત્વ બતાવવામાં આવે છે અને લોકોત્તર અત્યંતર વિનયમાં તીર્થંકર પરમાત્મા, સિદ્ધ ભગવંતો વગેરેને ભાવથી વંદન, એમના ઉપકારોનું સ્મરણ ઇત્યાદિ ગણાય છે. કેટલીક વાર માત્ર બાહ્યાચાર તરીકે વિનયપૂર્વકનું વર્તન હોય અથવા લજ્જાદિ કારણે તેમ કરવું પડતું હોય, પણ અંતરમાં વિનયનો ભાવ ન હોય. એને માટે શીતલાચાર્યનું દૃષ્ટાંત આપવામાં આવે છે. કેટલીક વાર વિનયનો બાહ્ય આચાર ન હોય, પણ અંતરમાં પ્રીતિ, આદર, પૂજ્યભાવ ઇત્યાદિ રહેલાં હોય. ભગવાન મહાવીર સ્વામીના સમવસરણમાં સાતમા દેવલોકના દેવો આવે છે. તેઓ વિનયવંદન કરતા નથી. તેઓ મનથી ભગવાનને પ્રશ્ન કરે છે. ભગવાન તેમના પ્રશ્નને સમજી લઈ ઉત્તર આપે છે કે, “મારા સાતસો શિષ્યો મોક્ષે જશે. આ પ્રસંગે ગૌતમસ્વામીને કુતૂહલ થાય છે. તેઓ ભગવાનને પ્રશ્ન કરે છે કે દેવોએ વંદન કરવાનો વિનય કેમ દાખવ્યો નહીં ? ત્યારે ભગવાન એમને કહે કે એ દેવોએ અંતરથી વંદન કર્યા છે. આ જાણીને ગૌતમસ્વામીને આશ્ચર્ય થાય છે. અહીં બાહ્ય વિનય નથી, પણ અત્યંતર વિનય અવશ્ય છે. કેટલાયે સાધુઓ, ગૃહસ્થો વગેરેમાં આપણને બાહ્ય વિનય અને અત્યંતર એમ બંને પ્રકારનો વિનય જોવા મળે છે. અમુત્તા મુનિ વગેરે ઘણાંનાં દૃષ્ટાંત આપી શકાય. તો કેટલાકમાં બાહ્ય કે અભ્યતર એવો એક પ્રકારનો વિનય હોતો નથી. ગોશાલક કે ગોષ્ઠામાહિલ્લ એનાં ઉદાહરણો છે. જીવનમાં બાહ્ય અને અત્યંતર વિનયના વિવિધ પ્રસંગો ઉપસ્થિત થાય છે. ઉદાહરણ તરીકે એક વયોવૃદ્ધ શ્રાવક પંડિત એક નવદીક્ષિત યુવાન સાધુને ભણાવવા આવે છે. એ વખતે શ્રાવક પંડિત સાધુ મહારાજને વંદન કરે છે, પરંતુ સાધુ મહારાજ એમના આચારને કારણે ગૃહસ્થ પંડિતને વંદન કરતા નથી. આ બાહ્ય વ્યવહારની વાત થઈ. હવે શ્રાવક પંડિત સાધુ મહારાજને એમના વેશને કારણે જ માત્ર વંદન કરતા હોય અને અંતરમાં આદરભાવ ન હોય તો તે માત્ર બાહ્ય વિનય થયો કહેવાય. એમના અંતરમાં પણ સાધુ મહારાજનાં ત્યાગ-વૈરાગ્ય પ્રત્યે આદર હોય અને અંતરમાં પણ ભાવથી વંદન હોય તો તે બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારનો વિનય ગણાય. સાધુ મહારાજે વેશ ધારણ કર્યો હોવાથી ગૃહસ્થને દ્રવ્યવંદન કરવાનું એમને હોય નહીં, પણ તે જ વખતે તેઓ “આ મારા ઉપકારી જ્ઞાનદાતા છે' એમ સમજી મનોમન ભાવથી વંદન કરે તો બાહ્ય વિનય ન હોવા છતાં અભ્યતર વિનય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21