Book Title: Vinay Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 9
________________ ૮૯ વિનય હોઈ શકે. પરંતુ એ સાધુ અંતરમાં પણ એવો ભાવ ન રાખે અને ‘હું તો સાધુ છું, એમના કરતાં ચડિયાતો છું, મારે એમને વંદન શા માટે કરવાનાં હોય ?' – એવો ભાવ રાખે તો ત્યાં બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારનો વિનય ન હોય. વિનયના વ્યવહારવિનય અને નિશ્ચયવિનય એવા બે ભેદ પાડવામાં આવે છે. આત્માના સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર્યરૂપી ગુણો પ્રત્યેનો વિનય તે નિશ્ચય-વિનય અને સાધુ સાધ્વીઓ, વડીલો વગેરે પ્રત્યે વ્યવહારમાં વંદનાદિ પ્રકારનો જે વિનય દાખવવામાં આવે છે તે વ્યવહાર-વિનય. આ બંને પ્રકારના વિનયનું પ્રયોજન રહે છે, તેમ છતાં જીવને સાધનામાં ઉચ્ચ ભૂમિકાએ લઈ જનાર તે નિશ્ચયવિનય છે. જેઓ મિથ્યાત્વી છે, કુલિંગી છે, કુગુરુ છે તેઓના પ્રત્યે અંતરથી પૂજ્યભાવ રાખવો, તેમની સાથે વંદનાદિ વ્યવહાર કરવો ઇત્યાદિ પ્રકારનો વિનય ત્યાજ્ય મનાયો છે. માત્ર ઔપચારિક કારણોસર કેવળ દ્રવ્ય વિનય દાખવવાના પ્રસંગો ઉપસ્થિત થાય તો પણ તેઓ આધ્યાત્મિક માર્ગની આરાધ્ય વ્યક્તિઓ છે એવો બહુમાનપૂર્વકનો વિનયભાવ ન હોવો જોઈએ. કેવળ નિશ્ચય નયની દૃષ્ટિથી વિનય ત્રણ પ્રકારનો બતાવવામાં આવે છે. ધવત્તામાં કહ્યું છે : બાળ- હંસન-રિત વિનને ત્તિ । જ્ઞાનવિનય, દર્શનવિનય અને ચારિત્રવિનય એમ ત્રણ પ્રકાર વિનયના છે. નિશ્ચય અને વ્યવહાર ઉભય દૃષ્ટિએ વિનય ચાર પ્રકારનો બતાવવામાં આવે છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે : જ્ઞાનવર્શનચારિત્રોચાર । જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય. શ્રી લક્ષ્મીસૂરિએ ‘ઉપદેશપ્રાસાદ'માં આ રીતે વિનય ચાર પ્રકારનો બતાવ્યો છે : चतुर्धा विनयः प्रोक्तः सम्यग्ज्ञानादिभेदतः | धर्मकार्ये नरः सोऽर्हः विनयाह्वतपोऽचितः ।। વિનય ચાર પ્રકારનો કહેલો છે. તે સમ્યજ્ઞાનાદિ ભેદ પ્રમાણે છે. જે વિનય નામના તપથી યુક્ત હોય તે જ ધર્મકાર્ય માટે યોગ્ય ગણાય છે. આમ, અહીં વિનય, મુખ્યત્વે ચાર પ્રકારનો બતાવવામાં આવ્યો છે : (૧) જ્ઞાનવિનય; (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય અને (૪) ઉપચારવિનય. આ ચાર પ્રકારમાં તપવિનયનો સમાવેશ કરી વિનય પાંચ પ્રકારનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21