Book Title: Vinay Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 6
________________ જિનતત્વ यंभा व कोहा मयप्पमाया गुरूस्सगासे विणयं न सिक्ने । सो चेव उ तस्स अभूइभावो फलं व कीयस्स वहाय होइ ।।९/१/१ (જે શિષ્ય ગર્વ, ક્રોધ, માયા કે પ્રમાદને કારણે ગુરુની પાસેથી વિનય નથી શીખતો તે તેના વિનાશ માટે થાય છે, જેમ કીચક (વાંસ)નું ફળ એના વધને માટે થાય છે.) શ્રીમતી શા X X X विवत्ती अविणीयस्स संपत्ति विणियस्स यं । जस्सेयं दुहओ नायं सिक्खं से अभिगच्छेई ।। (અવિનયીને વિપત્તિ અને વિનયીને સંપત્તિ પ્રાપ્ત થાય છે. જે આ બંનેને જાણે છે તે સાચી શિક્ષાને-સાચા જ્ઞાનને પામે છે.) निद्देसवत्ती पुण जे गुरुणं सुयत्थधम्मा विणयम्मि कोविया । तरितु ते ओहमिणं दुरुत्तरं खवित्त कम्मं गइमुत्तमं गय ।। (જે ગુરુના આજ્ઞાવર્તી છે, ધર્મમાં ગીતાર્થ છે, વિનયમાં કોવિદ છે તેઓ આ દુસ્તર સંસારને તરી જઈને, કર્મોનો ક્ષય કરીને ઉત્તમ ગતિને પામે છે.) અવિનયી વ્યક્તિની કેવી દશા થાય છે તે વિશે દસવૈકાલિકસૂત્રમાં કહ્યું છે : तहेव अविणीयप्पा लोगंसि नरनारिओ । दीसंति दुहमेहंता छाया ते विगलिंदिया ।। दंडसत्थपरिज्जुण्णा असम्भवयणेहि य । कलुणा विवन्नछंदा नुप्पिवासाए परिगया ।। (એ પ્રમાણે લોકોમાં જે સ્ત્રીપુરુષો અવિનયી હોય છે તે દુ:ખી, ઇન્દ્રિયોની વિકલતાવાળા, દંડ તથા શસ્ત્રથી હણાયેલા, અસભ્ય વચનો વડે તિરસ્કૃત, દયાજનક, વિવશ, ભૂખતરસથી પીડિત થયેલા – એવાં એવાં દુ:ખોનો અનુભવ કરનારા જોવા મળે છે.) આમ, આગમગ્રંથોમાં વિનયનો મહિમા બતાવવાની સાથે અવિનયનાં કેવાં કેવાં માઠા ફળ મળે છે તે પણ બતાવવામાં આવ્યું છે. અવિનયી જીવ મોક્ષ માટે અધિકારી બનતો નથી. વિનયનો ગુણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21