Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ આ આશ્ચર્યજનક પ્રશ્નો છે. આનો જવાબ શો ? ઉકેલ શો ?, સમાધાન શું ? આચાર્ય હરિભદ્રસૂરિજીને ચૌદ વિદ્યામાં પારગામી બન્યા પછી પણ જે જોવા-સમજવા ન મળ્યું તે બધુંય જિનાગમમાં મળી ગયું ! શું બ્રાહ્મણવિદ્યાના પારગામી બન્યા પછી પણ અનાથતા ! એટલું જ્ઞાન મેળવ્યા પછી પણ નિરાધાર દશાની કલ્પના ! અને જિનાગમને પામ્યા પછી જ નાથ મળ્યાનું-આધાર મળ્યાનું સંવેદન એવું તે શું હશે જિનાગમમાં ! એવું તે શું છે જિનાગમમાં ! -કે જેણે એના કટ્ટર હેપીને નમાવી દીધો ! રડાવી દીધો ! અનાથતાનું ભાન કરાવીને સનાથ બનાવી દીધો ! વિચાર કરતાં એમ સમજાય છે કે જિનાગમનું અધ્યયન-મનન કરતા આચાર્ય હરિભદ્રસૂરિજીને એની પરમશુદ્ધ-સત્યતાનું ભાન થઈ ગયું હોવું જો ઈએ. ક્યાંય પણ વિરોધ નહિ, ક્યાંય પણ પરધર્મ પ્રત્યેની અસહિષ્ણુતા નહિ. સર્વત્ર સ્વ-પરના હિતની જ વાત, સર્વત્ર અભયની જ સાધનાનું નિરૂપણ, સર્વત્ર પવિત્રતાની રક્ષા ઉપરનો જ ભાર. આ બધુંય એમના દિલને જરૂર સ્પર્શી ગયું હોવું જોઈએ. જે બીજે ક્યાંય એમને જોવા ન મળ્યું તે બધુંય જિનાગમમાં મળ્યું. પ્રત્યક્ષ અને પરોક્ષ પદાર્થો અંગેનું અત્યંત યુક્તિયુક્ત વચન એમના દિમાગને હલાવી ગયું. ચતુર્દશ વિદ્યાનું પાપગામિત્વ પણ એમને અધૂરું જણાયું. એ બધું તો ઠીક, પણ વધુમાં વધુ તો જિનાગમનું તર્કબદ્ધ અને સત્યપ્રતિષ્ઠ નિરૂપણ જ તેમના ચિત્તને ચમકાવી ગયું હોવું જોઈએ. અને તેથી જ તેમને એમ લાગ્યું હોવું જોઈએ કે જો આ મૌલિક તત્ત્વોની સૂઝ ન થઈ હોત તો પેલી અવળી સૂઝે તો અમારા જીવનનાવને દુર્ગતિના ખડકોએ અથડાવી મૂક્યું હોત. પૃથ્વી આદિમાં જીવની માન્યતા જ જયાં નથી ત્યાં તેની હિંસા શું અને અહિંસા શું? એ અજ્ઞાન તો કેટલા જીવોનો કચ્ચરઘાણ બોલાવી દે ! fabro it ities fame gigantibi tionalist gifiliative offilia@ite into@agate of અગણિત વંદન, જિનામોને લીલકૂલ સેવાળમાં અનંત જીવો હોવા છતાં જેને જીવવિહીન જડ માનીને, કહેવાતા ઉપાવાસીની તપશ્ચર્યાને પારણે નિઃશંક રીતે મોજથી ખાવામાં આવે ત્યાં અનંત જીવોના જીવનોની કેવી કરુણ જયાફત ઉડે ! યજ્ઞયાગમાં પશુવાધને પણ ધર્મ માન્યો ત્યાં અધર્મ જેનું નામ કોને અપાય ? એ જિનાગમે જ પૃથ્વી આદિમાં પણ જીવ-સૃષ્ટિ જણાવીને એને પણ અભય આપીને સ્વયં અભય બનવાની આરાધના બતાડી, પશુઓને પણ જીવાડીને એમની દુઆ લઈને જીવનને સુખી બનાવવાની ચાવી આપી. માટે જ એ બોલી ઊઠ્યા, “એ પરમ સત્યસ્વરૂપ જિનાગમને અનંત નમસ્કાર હો ! જિનાગમ વિના અમે ખરેખર અનાથ હતા !” આ જ હશે, અથવા આવું જ હશે આચાર્ય હરિભદ્રસૂરિજીનું મનોમંથન. આ મંથને જ પોતાના જિનાગમ વિહોણા જીવનને અનાથ કહેવડાવ્યું હશે. એણે જ જિનાગમની પ્રાપ્તિમાં પોતાને સનાથ સમજાવીને જગતની તમામ ભૌતિક ઐશ્વર્યવિહોણી દશામાં પણ એ ઐશ્વર્યોને ય શું કરવાની લોકોત્તર તાકાત બક્ષી હશે. હવે પ્રશ્ન થાય છે કે જિનાગમના જાણકારોને એવું કોઈ સંવેદન ક્યારે પણ થયું છે ખરું ? એના વિનાનું જીવન એ અનાથતાનું દીન-હીન જીવન હોય એવી સભાનતા આપણા ચિત્તમાં સતત જળવાઈ રહી છે ખરી ? જેને જિનાગમ મળ્યું છે, એને જગતનું સર્વસ્વ મળ્યું છે, અપૂર્વ નિધાન મળ્યું છે, એવો ભાસ ક્યારે પણ થયો છે ? અને તેથી ક્યારેક કશુંક ન મળે ત્યારે દીન બનવાને બદલે જિનાગમ મળ્યાની સનાથતાનું ગૌરવ લીધું છે ખરું ! કશુંક વધુ મળી જાય ત્યારે તેમાં પાગલ થવાને બદલે તેને ય ધૂ કરવા જોગી તાકાત મેળવી લીધી છે ખરી ? જો હા, તો ખૂબ આનંદની વાત. જો ના, તો તે ખુબજ દુ:ખની બીના ગણાય. - જિનાગમ મળવા માત્રથી સનાથતાનું ભાન થતું નથી. એને તો મેળવીને પચાવી જાણવું જોઈએ, એમાં ખીચોખીચ ધરબાયેલાં અગણિત સત્યોને સ્પર્શવા જો ઈએ. એનામાં સર્વત્ર છાઈ ગયેલી પરધર્મસહિષ્ણુતાની ભાવનાને આંખે આંખ નિહાળવી જોઈએ, એનામાં રહેલી હરિગીiઈ ગાઈiઈ થી થi મા શiઈ થી શagadi Dia ગાશid રોણી છૂiઈ ગાશise શીશill gi@ng tips & it is big given વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 182