Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ ઉપાશ્રયમાં એક સાધ્વીજી ક્ષેત્રસમાસ નામના ગ્રંથનો મુખપાઠ કરતા હતા. એમાં એક શ્લોક વારંવાર બોલતાં તેમને હરિભદ્રે સાંભળ્યાં. અરે ! આ શું બોલે છે ? શો આનો અર્થ ? ઘણી મહેનત કરી, પણ ન જ સમજાયું. ઉપાશ્રયમાં ગયા. સાધ્વીજીને હાથ જોડી એ શ્લોકનો અર્થ સમજાવવાની વિનંતી કરી. સાધ્વીજીએ તરત કહ્યું, “એ કામ મારું નહિ. જાઓ, અમારા આચાર્યભગવંતની પાસે. તેઓજ તમને સુંદર રીતે આ શ્લોકનો અર્થ સમજાવશે.’ અર્થબોધ ન થાય ત્યાં સુધી વિદ્યાવ્યાસંગી હરિભદ્રને હવે ચેન પડે તેમ ન હતું. હરિભદ્ર આચાર્યશ્રીની પાસે ગયા. પવિત્રતાના મૂર્તિમાન પુંજશા આચાર્યશ્રીને જોઈને જ હરિભદ્ર થીજી ગયા ! ઓજસનું સરવરિયું છલકાયું હતું મુખ ઉપર, સર્વધર્મ માધ્યસ્થભાવ રોમરોમમાં પરગમી ગયેલો દેખાતો હતો, જિનધર્મના શુદ્ધ સત્યોને પામ્યાનું ગૌરવ તો સમગ્ર અંગને જાણે આલિંગી રહેલું જણાતું હતું. પ્રસન્નતાનો તો સાગર એમનાં જ નયનોમાં ઊમટ્યો હતો. એ ભીમ પણ જણાતા હતા તો બીજી બાજુથી કાન્ત પણ દેખાતા હતા, એમની બહુમુખી પ્રતિભાને જોઈને હરિભદ્ર દંગ થઈ ગયા ! અભયની સાક્ષાત્સૂર્તિને એ મનોમન નમી ગયા ! પાવિત્ર્યની એ અખંડિત પ્રતિમાને જોતાં જ એમનું શિર ઝૂકી ગયા વિના ન રહી શક્યું. પ્રસન્નસ્મિતના ઓઘ વેરતા આચાર્યશ્રીએ કલ્યાણકારિણી આશિષ આપી. વિનીતભાવે બેસીને હરિભદ્રે પેલા શ્લોકનો અર્થ જણાવવા વિનંતિ કરી. પરાર્થમૂર્તિ આચાર્યશ્રીએ અપૂર્વ વાત્સલ્ય દાખવીને એ શ્લોકનો અર્થ સમજાવ્યો. બ્રાહ્મણ પુરોહિતને એ વખતે તો એમ જ લાગી ગયું કે પોતે સાચે જ આજે એક વાત્સલ્યમયી માતાની હૂંફ પામી રહ્યો છે. કદાચ આવી હૂંફ ક્યારેય ન મળી હોય. અને...નાનકડા બાળની અદાથી હરિભદ્રે એ અર્થ સાંભળ્યો. એનો અહં ચૂર ચૂર થઈ ગયો હતો. એ સાવ જ બાળ બની ગયો હતો, અને તેથી જ લેટી ગયો વાત્સલ્યમયી ગુરુમાતાની ગોદમાં...... એના ચરણોમાં ! એણે કહ્યું, ‘ભગવન્, મને દીક્ષા આપો, આપના શિષ્યત્વની. મને સામાન LATE અગણિત વંદન, જિનાગમોને 3 સ્વીકારો આપના બાળ તરીકે ! મારી પ્રતિજ્ઞા છે, મને ન સમજાયાનો જે બોધ આપે તેનો શિષ્ય થાઉં !' અને કરુણાની ખળ ખળ વહી જતી ગંગોત્રી સમી વાણીના ગંભીરનાદે કરુણામૂર્તિ આચાર્યશ્રીએ ભવરાનમાં ભાનભૂલ્યા એક આત્માનો ઉદ્ધાર કર્યો ! અહંની એક મૂર્તિને ખંડિત કરી નમ્રતાની નમણી પ્રતિમાનું સર્જન કર્યું. હરિભદ્ર બ્રાહ્મણ પુરોહિત મટીને મુનિવર હરિભદ્ર બન્યા. આચાર્યશ્રી પાસે શિક્ષા પામીને આચાર્ય હરિભદ્રસૂરિ બન્યા. ભગવાન જિનના પરમભક્ત બન્યા. એમના તત્ત્વજ્ઞાનને પીને પચાવી ચૂકેલા અવધૂત જ્ઞાનયોગી બન્યા. એમની આજ્ઞાને અખંડિત રીતે જીવનમાં ઉતારીને કર્મઠ બન્યા. આચાર્ય હરિભદ્રસૂરિ ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગના ત્રિવેણીસંગમનું તીર્થધામ બન્યા. એમને એકવાર આ વિચાર સ્ફુર્યો, ‘જો આ જિનાગમ અમને પ્રાપ્ત ન થયું હોત તો અમે અનાથ હતા. નિરાધાર હતા. હાય ! હડહડતા આ કળિયુગમાં અમારું શું થાત ? એક વખતના જિનધર્મના કટ્ટરદ્વેષીના અંતરમાં એવું તે કયું તત્ત્વજ્ઞાન હલબલી ગયું, જેણે આ પુકાર કરાવ્યો ! એ મસ્તિષ્કમાં એવી તે કઈ અણપ્રીછી શક્તિનો પ્રાદુર્ભાવ થયો, જેણે જિનાગમ તરફ અભૂતપૂર્વ આદરભાવ જન્માવી દીધો ! એ આંખોએ જિનાગમમાં એવું તે શું વાંચ્યું કે જેથી આચાર્ય હરિભદ્રસૂરિજીને એના વિરહમાં પોતાની અનાથતાનું ભાન થઈ ગયું ! પશ્ચાત્તાપના પાવક મહાનલને જન્મ દેતી એવી તે કયી ચિનગારી જિનાગમમાં પડી જશે ? અહંની શિલાને ચૂર ચૂર કરી નાખતું એવું તે કયું શસ્ત્ર કે અસ્ત્ર ત્યાં પડ્યું હશે ? કટ્ટર દ્વેષની આગોને ઠારી દેતી એવી તે કયી આકાશગંગા ત્યાં ઊતરી પડી હશે ? colle ४ રાજા રહા વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 182