________________
કાર્ય જે રીતે થતું હોય તે કાર્ય તે રીતે કરી તેનું નામ “વિધિ છે. દર્શન કે પૂજા કરવાની વિધિમાં પ્રભુની સન્મુખ ન ઉભા રહેતાં. જમણી–ડાબી બાજુએ રહીને દર્શન પૂજા કરવા, જેથી આપણે આપણું કાર્ય કરી શકીયે અને બીજાને અંતરાયભૂત ન બનીયે. .
આ રીતે ધર્મના દરેક કર્તવ્યમાં તેને કરવાની રીત હોય છે. જેને શાસ્ત્રકારે “વિધિ” કહે છે. તે રીતે કરતાં આપણે ઘણું લાભ અને. આનંદના ભાગી બનીયે છીયે.
૧ વિધિ શબ્દ-રિ ઉપસર્ગ પૂર્વક બીજા ગણના થા ધાતુને (૩પદË. રિ) આ કૃદંતના સૂત્ર વડે કરીને જ પ્રત્યય લાગતાં વિધિ શબ્દ તૈયાર થાય છે.
૨ વિધિ શબ્દાર્થ –ઉપસર્ગ પૂર્વક પ ધાતુનો અર્થ સામાન્યથી. કરવું થાય છે. પણ કેટલીકવાર ઉપસર્ગના વેગે અર્થ બદલાતા હોય છે.. તે મુજબ અહિંયા પણ વિ ઉપસર્ગ લાગતાં જ ઘાતુનો અર્થ બદલાય. છે અને તેને કરવું એ અર્થ થાય છે. અને કરવું એટલે ક્રિયા. એટલે.
વિધિ” શબ્દનો અર્થ સામાન્ય રીતે ક્રિયા એ થાય અને તેમાં પણ શબ્દની પ્રતિનીયત વિશેષતાના કારણે નિયમ પૂર્વક ક્રિયા કરવી એ અર્થ થાય છે અને એથી પણ અર્થની સ્પષ્ટતા કરતાં ક્રિયા કરવામાં રીત-નિયમ પદ્ધતિ જાળવવી એ અર્થ થાય છે. એટલે વિધિ પૂર્વક ક્રિયા કરવી.
આવી રીતે “વિધિ” શબ્દ માટે જેટલું લખીયે તેટલું ઓછું છે. જિનશાસનમાં વિધિ માટે મહત્તા સમજાવવી એટલે મેરના પીંછાને રંગવા. જેવી વાત છે.
દરેક આત્માએ “વિધિ પૂર્વક ક્રિયા કરવાની ભાવના રાખે અને જ્યાં સુધી વિધિ ન આવડે ત્યાં સુધી મર્ય કરવાનું તે ન જ છેડે. કાર્ય કરતાં જાય અને તેની વિધિ શીખતાં જાય એજ શુભેચ્છા. શ્રી શ્રમણ સ્થવિરાલય જૈન ઉપાશ્રય શત્રુજ્ય હોસ્પીટલની સામેની ગલીમાં ચ. મો. વિદ્યાલય પાછળ, પ્લેટ નં. ૨૫ : લી૦... પાલીતાણા-૩૬૪ ૨૭૦
ઈ મુનિ મહાભદ્રસાગર. સં. ૨૦૩૯ વૈશાખ સુદ ૩. અક્ષય તૃતીયા તા. ૧૫–૫–૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org