Book Title: Vedavada Dvantrinshika Author(s): Siddhasen Divakarsuri, Jaykalyanbodhisuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 3
________________ -વૈદ્યોના–ચ્છ —વૈદ્રવીત્રશામાન્ય છે, એવું ન સમજવું. ભાવાર્થવિવેચન-આલેખક પંડિતજીનું સર્વ નિરૂપણ સમ્મત છે. એવું પણ ન સમજવું. તુલના વગેરે દૃષ્ટિએ ઉપયોગી હોવાથી જ તેનું આલંબન લીધું છે. અને તથાવિધ અંશે જ લેખનની ઉપાદેયતા સમજવી. છઘસ્થતા, મતિમાંધ આદિને કારણે આ પ્રબંધમાં જે પણ ક્ષતિઓ રહી ગઈ હોય તેનો નિર્દેશ કરવા બહુશ્રુતોને મારી નમ્ર પ્રાર્થના છે. કરુણાસાગર ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રીમહાવીરસ્વામિની અનરાધાર કૃપાથી, વિરમગામવિભૂષણ શ્રીશાન્તિનાથજિનચૈત્યની પાવન છાયામાં, વૈરાગ્યદેશના દક્ષ પ.પૂ.આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રસાદથી પ્રસ્તુત સર્જન-સંશોધન-સંપાદન સંપન્ન થયું છે. સંશોધનમાં ઉપયુક્ત હસ્તાદર્થોની સંરક્ષક સંસ્થાઓ તથા જેમના સૌજન્યથી એની નકલો પ્રાપ્ત થઈ એવા રાષ્ટ્રસંત પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય પાસાગરસૂરીશ્વરજી મહારાજા તથા પ.પૂ. મુનિરાજશ્રી કૃપાબિંદુવિજયજી મ.સા. ને શતશઃ અભિનંદન ઘટે છે. શ્રી પાર્થકોમ્યુટર્સ - શ્રી વિમલભાઈએ ટાઈપસેટીંગ આદિનું પરિશ્રમસાધ્ય કાર્ય પણ કુશળતાથી પાર પાડ્યું છે. પ્રસ્તુત પ્રબંધને માધ્યમે વાચક સ્વ-પરનું કલ્યાણ કરે એ જ શુભાભિલાષા સાથે...જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. - પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણકિંકર વિજય કલ્યાણબોધિસૂરિ અષાઢ વદ ૧૧ વીર સંવત્ ૨૫૩૫, વિરમગામPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 43