Book Title: Vartaman Samayma Jain Tattva Darshanni Prastutata
Author(s): Kumarpal Desai
Publisher: B J Adhyayan Sanshodhan Bhavan

View full book text
Previous | Next

Page 3
________________ વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા એકાએક દારુણ યુદ્ધનો પ્રારંભ થયો અને આકાશમાં ચોતરફ બૉમ્બ ઝીંકનારાં વિમાનો ચકરાવા લેવા લાગ્યાં. ભૂમિ પર માણસો, પશુઓ અને પક્ષીઓ બૉમ્બના સર્વનાશથી બચવા માટે જીવ હથેળીમાં લઈને નાસતાં હતાં, ત્યારે એક દીવાલ પર બે બેફિ કરાં ગીધ કશાય ઉચાટ કે ચિંતા વગર બેઠાં હતાં. - નિરાંતે વાતો કરતાં આ ગીધ પર એક પક્ષીની નજર પડી અને એણે ઉતાવળે ગીધ પાસે જઈને ધમણિયા શ્વાસે કહ્યું : | ‘અરે, ચાલો ભાગી છૂટો. યુદ્ધ ફાટી નીકળ્યું છે. માનવ દાનવ બનીને એકબીજાનાં લોહી માટે તરસ્યો બન્યો છે. માનવીઓની લડાઈમાં વિના કારણે આપણે ખુવાર થઈ જઈશું. ચાલો નાસો. હજીયે ઊગરી જવાની તક છે.” પક્ષીની આ વાત સાંભળીને પેલાં વૃદ્ધ અને અનુભવી ગીધ ખડખડાટ હસી પડ્યાં અને ઠાવકા અવાજે બોલ્યાં, “અરે, માનવીની લડાઈ એ અમારે માટે તો સ્વાદિષ્ટ મીઠાઈ છે. આવું યુદ્ધ થાય એ તો અમારે માટે સોનેરી અવસર. માનવીનું યુદ્ધ અને તેનું મોત એટલે અમારે માટે મહેફિલ, મિજબાની અને જ્યાફતના દિવસો.”

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27