Book Title: Vartaman Samayma Jain Tattva Darshanni Prastutata
Author(s): Kumarpal Desai
Publisher: B J Adhyayan Sanshodhan Bhavan

View full book text
Previous | Next

Page 9
________________ a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા , ધર્મનો મર્મ મળે છે. પાંચમું અંગસુત્ર શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અને શ્રી ભગવતી સૂત્રમાં ભગવાન મહાવીર અને ગણધર ગૌતમના સંવાદો મળે છે. એમાંનો આત્માની સિદ્ધ દશા વિશેનો સંવાદ જોઈએ. ગુરુ ગૌતમસ્વામી : હે ભગવન્ ! પાપપ્રવૃત્તિના ત્યાગથી થતી સંયમની પ્રાપ્તિનું શું ફળ હોઈ શકે ? ભગવાન મહાવીરસ્વામી : હે ગૌતમ ! સંયમથી પાપકર્મનાં દ્વારો (આશ્રવો) બંધ થાય. ગુરુ ગૌતમસ્વામી : હે ભગવન્! પાપકર્મનાં દ્વારો બંધ થવાથી શું થાય ? ભગવાન મહાવીરસ્વામી : હે ગૌતમ ! એથી તપ તપવાનું મન થાય. ગુરુ ગૌતમસ્વામી : હે ભગવન્ ! તપ કરવાનું ફળ શું ? ભગવાન મહાવીરસ્વામી : હે ગૌતમ ! એથી આત્માને લાગેલ કર્મરૂપી કચરો દૂર થાય. ગુરુ ગૌતમસ્વામી : હે ભગવન્ ! કર્મો દૂર થવાથી શું થાય ? ભગવાન મહાવીરસ્વામી : હે ગૌતમ ! એથી મન-વચન-કાયાની પ્રવૃત્તિ બંધ થવા લાગે. આત્માની સર્વથા મુક્તિ થાય. ગુરુ ગૌતમસ્વામી : હે ભગવન્ ! એથી શું થયું કહેવાય ? ભગવાન મહાવીરસ્વામી : હે ગૌતમ ! એથી આત્મા સિદ્ધ થયો કહેવાય. ભગવાન મહાવીરે મત અને મજહબની લડાઈ ગૌણપદે સ્થાપી. સંસારના પ્રત્યેક મતને સાપેક્ષ સત્યવાળા ઠરાવ્યા. આચારમાં અહિંસા આપી. વિચારમાં અનેકાન્ત આપ્યો. વાણીમાં સ્યાદ્વાદ આપ્યો. સમાજમાં અપરિગ્રહ સ્થાપ્યો. એમણે કહ્યું, धम्मो मंगलमुक्किट्, अहिंसा, संजमो तवो । देवा वि तं नमसंति जस्स धम्मे सया मणो ।। [ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા, સંયમ અને તપ એનાં લક્ષણો છે. જેનું મન ધર્મમાં હંમેશાં રમ્યા કરે છે તેને દેવો પણ નમે છે.) B ૧૨ ] 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2 ભગવાન મહાવીરે આત્મકલ્યાણ સાધવા માટે કેટલાક નિયમો પાળવાનું કહ્યું. નિયમો એટલે વ્રત. આ પાંચ મહાવ્રત વર્તમાન માનવજીવન માટે એટલા જ પ્રસ્તુત છે. અહિંસાની પ્રસ્તુતતા: અહિંસા એ જૈન તત્ત્વદર્શનનો પાયો અને પ્રાણ છે. અન્ય ધર્મોએ અહિંસાનો આદર કર્યો છે, પણ જૈન ધર્મ જેટલું પ્રાધાન્ય એને આપ્યું નથી. અહિંસાની જૈનદર્શનમાં સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે, જૈનદર્શનની અહિંસાનો ઉદ્ગમ તાત્ત્વિક વિચારણા અને અનુભવમાંથી થયો છે. જૈનદર્શનની અહિંસા અને એની પ્રસ્તુતતા વિશે વિગતે વિચારીએ : એક સમયે વિશ્વ સમક્ષ બે વિકલ્પ હતા : હિંસા અને અહિંસા. આજે વિશ્વની સામે બે વિકલ્પ છે : કાં તો અહિંસાનો માર્ગ અપનાવવો અથવા તો પોતાના અસ્તિત્વનો નાશ. માનવજાતિ આજે બીજા વિકલ્પ તરફ દોડી રહી હોય તેવું લાગે છે. માનવી આજે હિંસાના શિખર પર બેઠો છે ત્યારે એના સમગ્ર અસ્તિત્વ સામે પ્રશ્ન ઊભો થયો છે. એક બાજુ વૈશ્વિક સ્તરે આતંકવાદનો પ્રશ્ન અને રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની લોહિયાળ દુશ્મનાવટ છે. બીજી બાજુ સમાજમાં અને ગૃહજીવનમાં હિંસા વધુ ને વધુ ફેલાઈ રહી છે. ત્રીજી હકીકત એ છે કે માનવીમાં વ્યક્તિગત રીતે હિંસાની વૃત્તિ બહેકી ગઈ છે. નિશાળમાં ભણતા વિદ્યાર્થી પોતાના સાથીની હત્યા કરતાં અચકાતો નથી. માણસ બીજી જાતિ, કોમ કે રંગના માણસને નિર્દયતાથી મારી નાખે છે. હત્યાનો સિલસિલો વ્યક્તિગત રૂપે અને સમાજમાં સતત ચાલી રહ્યો છે. ભારતીય શાસ્ત્રોમાં ભસ્માસુરની કથા આવે છે. કલ્યાણસ્વરૂપ એવા શિવને રાક્ષસ ભસ્માસુર તપ કરીને પ્રસન્ન કરે છે. પ્રસન્ન થયેલા શિવ એને વરદાન માગવાનું કહે છે તો ભસ્માસુર એવું વરદાન માગે છે કે જેને એ સ્પર્શ કરે તે ભસ્મીભૂત થઈ જાય. ભોળા શિવ એને આ શક્તિ આપે છે. આ શક્તિની 0 ૧૩ ]

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27