Book Title: Vartaman Samayma Jain Tattva Darshanni Prastutata
Author(s): Kumarpal Desai
Publisher: B J Adhyayan Sanshodhan Bhavan

View full book text
Previous | Next

Page 12
________________ a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. ઉપસર્ગોને અનાસક્ત ભાવે સહન કરીને દેહ તરફના મમત્વનો ત્યાગ કર્યો. આ દેહની અનાસક્તિને કારણે જ દીર્ધ તપશ્ચર્યા દરમ્યાન આપેલા અનેક ઉપસર્ગો એમના ધ્યાનમાં અવરોધ કરી શક્યા નહીં. તેઓની ચેતના ધ્યાન-સમાધિમાં જ કેન્દ્રિત રહી. ધ્યાન-સમાધિમાં કેન્દ્રિત ચેતના ધરાવનાર મહાવીરની આંતરચેતનાને બાહ્ય કષ્ટનો અનુભવ થતો નહોતો, બલકે જીવનનાં કષ્ટોને તે હસતે મુખે સહન કરે છે. એમના જીવનમાં અપાર કષ્ટો આવ્યાં પણ તેઓ સહેજે વિચલિત ન થયા. આગની જ્વાળાઓ વચ્ચે સહેજે ડગ્યા નહીં. વૈશાલી નગરી નજીક આવેલા મોરાકસંનિવેશમાં દુઇજ્જત તાપસના આશ્રમમાં થયેલા અનુભવ પછી એમણે સંકલ્પ કર્યો કે કોઈને પણ અપ્રીતિ થાય તેવા સ્થળે રહેવું નહીં. અહિંસાનું આ કેટલું વિરાટ સ્વરૂપ છે ! પોતાની ઉપસ્થિતિ કોઈ રીતે કોઈને લેશમાત્ર ફ્લેશદાયી બને નહીં તેવા વિચારને પરિણામે મહાવીરને માટે ગાઢ જંગલો, અવાવરુ જગાઓ અને નિર્જન ખંડેરી જ રહેવાનાં સ્થાનો બન્યાં. આચરણ એ જ આધાર : જૈન તત્ત્વદર્શનની અહિંસા એ કોઈ બાહ્યાચાર નથી, બલ્ક માનવીના જીવન સમગ્રને મનોરમ આકાર આપતી જીવનશૈલી છે. ભગવાન મહાવીરે પોતાની આહિંસક વિચારધારાની આકરી કસોટી પણ કરી. ભગવાન મહાવીર એમના શિષ્ય ગોશાલક સાથે રાઢ નામના નિર્દયી અને હત્યારા લોકો વસતા હતા એવા પ્રદેશમાં જાય છે. અહીં માણસના શરીરના માંસના લોચા કાઢતા કૂતરાઓ હતા, પણ મહાવીરે કૂતરાઓને દૂર કરવા હાથમાં લાકડી લેવાનું પણ પસંદ કર્યું નહીં. જંગલી અને નિર્દય માણસોથી ભરેલા આ ભયાનક પ્રદેશમાં અહિંસા યાત્રા કરીને ભગવાન મહાવીરે હિંસાની આગ વચ્ચે અહિંસાનો સંદેશ ફેલાવ્યો. ભગવાન મહાવીરના જીવન અને ઉપદેશને લીધે વિશ્વને એક નવી | વિચારધારા અને કાર્યપ્રણાલી મળી. અહિંસામૂલક આચારમાંથી સમતામૂલક જીવન-વ્યવહાર મળ્યો અને એમાંથી સમન્વયમૂલક ચિંતન જાગ્યું. સમન્વયમૂલક nિ ૧૮ ] વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા , ચિંતનમાંથી સ્યાદ્વાદમૂલક વિચાર જાગ્યો. સ્યાદ્વાદમૂલક વિચારમાંથી અનેકાન્તમૂલક દર્શન જાગ્યું. અહિંસા એ સામાજિક જીવનનો આધાર, માનવીય ચેતનાનો આવિષ્કાર અને સહઅસ્તિત્વનો સંસ્કાર બની રહી. અહિંસાની ભાવના અને આચરણના સંદર્ભમાં જૈન ધર્મના બીજાં કેટલાંક ઉદાહરણો પણ જોઈ શકાય. પ્રાગૈતિહાસિક કાળમાં જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવે ગુજરાતમાં આવેલા શત્રુંજય તીર્થ પરથી અહિંસાનો ઉપદેશ આપ્યો હતો. એમણે આ ઉપદેશ શત્રુંજય તીર્થ પર આવેલા રાયણ વૃક્ષ નીચે બેસીને આપ્યો હતો. એ અર્થમાં જૈન ધર્મનું પ્રથમ મંદિર એ વૃક્ષમંદિર છે. એ પછી બાવીસમાં તીર્થકર જે ઓ સમુદ્રવિજય રાજાના પુત્ર રાજ કુમાર અરિષ્ટનેમિ હતા, તેમનાં લગ્ન મથુરા નગરીના ઉગ્રસેન રાજાની રાજ કુમારી રાજિમતી સાથે યોજાયાં હતાં. લગ્ન માટે આવેલા અરિષ્ટનેમિ પશુઓના ચિત્કાર સાંભળે છે. સારથિને પૂછતાં ખ્યાલ આવે છે કે આ પશુઓ એમના લગ્ન માટેના ભોજનસમારંભ માટે લાવવામાં આવ્યાં છે. પોતાના આનંદ માટે આટલાં બધાં પશુઓની હત્યા ? આમ વિચારી રાજ કુમાર અરિષ્ટનેમિ લગ્ન કર્યા વિના પાછા ફરી જાય છે. રાજકુમાર અરિષ્ટનેમિ જૈન ધર્મના બાવીસમા તીર્થંકર નેમિનાથ બન્યા. રાજ કુમાર પાર્શ્વ કમઠ તાપસના યજ્ઞની ધૂણીમાં પડેલા લાકડામાં રહેલા સર્પને કાઢી બતાવ્યો અને એ રીતે એમણે પ્રાણીઓ પ્રત્યેના અહિંસાના ભાવની સમજણ આપી. આ પાર્શ્વકુમાર જૈન ધર્મના તેવીસમા તીર્થંકર બન્યા. આમ અહિંસાની પરંપરા છેક આદિ તીર્થકર ઋષભદેવના સમયથી ચાલી આવતી હતી. ભગવાન મહાવીરના સમયમાં સમ્રાટ શ્રેણિકે રાજ્યમાં અવધ એટલે કે કોઈની હત્યા કરવી નહીં તેવી ઘોષણા કરી હતી. સ્ત્રીઓએ પણ યુદ્ધ અટકાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. રાણી મૃગાવતીએ ભગવાન મહાવીરને વિનંતી કરીને યુદ્ધ અટકાવ્યું હતું. ભરતખંડના સુદર્શનપુરના રાજા ચંદ્રયશા અને મિથિલાના રાજવી નમિકુમાર એકબીજા સામે યુદ્ધે ચડ્યા હતા ત્યારે યુદ્ધભૂમિ પર મદનરેખાએ એમને ધર્મોપદેશ આપીને યુદ્ધનો મહાસંહાર અટકાવ્યો હતો. 0 ૧૯ ]

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27