Book Title: Vartaman Samayma Jain Tattva Darshanni Prastutata
Author(s): Kumarpal Desai
Publisher: B J Adhyayan Sanshodhan Bhavan

View full book text
Previous | Next

Page 14
________________ a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2 નવ્વાણું લાખ અને પચાસ હજાર મણ અનાજ ગરીબોને વહેંચ્યું અને સાડા ચાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. એ સમયના રાજા-મહારાજાઓએ જ ગડુશાને “જગતના પાલનહાર'નું બિરુદ આપ્યું. ઈ. સ. ૧૮૩૮માં જન્મેલા મોતીશા શેઠે મુંબઈમાં અપંગ અને રખડતાં પ્રાણીઓ માટે પાંજરાપોળ સંસ્થાનો પ્રારંભ કર્યો. આ પાંજ રાપોળમાં ગાય, બળદ, ઘેટાં-બકરાં, કબૂતર વગેરે સારી રીતે જીવી શકે એવી વ્યવસ્થા કરી. રખડતા કૂતરાઓને મારી નાખવામાં આવતા હતા એના બદલે એવા કૂતરાઓની જાળવણી માટે અલાયદાં સ્થાનો ઊભાં કર્યાં. વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. જગતના કલ્યાણની આવી ભાવના જોઈ વિ. સં. ૧૬૪માં શહેનશાહ અકબરે શ્રી હીરવિજયસૂરિને ‘જગદ્ગુરુ'ની પદવી આપી. ભારતીય ઇતિહાસમાં કલિકાલસર્વજ્ઞનું બિરુદ પામેલા જૈનાચાર્ય હેમચંદ્રાચાર્યનું વિશિષ્ટ સ્થાન છે. સમ્રાટ કુમારપાળે પોતાના આ ગુરુની પ્રેરણાથી અહિંસક કાર્યો કર્યા. ઈ. સ. ૧૧૪૩માં પચાસ વર્ષની વયે પાટણમાં ગુજરાતના રાજવી તરીકે કુમારપાળ રાજ્યાભિષેક પામ્યા. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી એણે અહિંસાની ઘોષણા કરાવી, જે “અમારિ ઘોષણા' તરીકે જાણીતી છે. વિશ્વની આ સૌપ્રથમ અહિંસાની ઘોષણા છે. સમ્રાટ કુમારપાળે એવી ધર્મઆજ્ઞા ફેલાવી કે, ‘પ્રજા એકબીજાનાં ગળાં કાપી ગુજરાન ચલાવે, એમાં રાજાનો દુર્વિવેક છે. જૂઠું બોલવું એ ખરાબ છે. પરસ્ત્રી-સંગ કરવો તે તેથી ખરાબ છે, પણ જીવહિંસા તો સૌથી નિકૃષ્ટ છે માટે કોઈએ હિંસા પર ગુજરાન ન ચલાવવું. ધંધાદારી હિંસકોએ હિંસા છોડવી અને તેમને ત્રણ વર્ષ સુધી ભંડારમાંથી ભરણપોષણ મળશે.” રાજા કુમારપાળે કંટકેશ્વરી દેવીને અપાતો પશુબલિ બંધ કરાવ્યો. ‘અમારિ ઘોષણા' દ્વારા કુમારપાળે કતલખાના બંધ કરાવ્યાં. પશુપીડા પર પ્રતિબંધ મુક્યો અને ગુજરાતમાં જે જીવદયાની ભાવના જોવા મળે છે તેના પાયામાં હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજા કુમારપાળે કરેલાં કાર્યો કારણભૂત છે. શેઠ જગડુશાના સમયમાં દેવીને પ્રસન્ન કરવા માટે મંદિરનાં ૧૦૮ પગથિયાં પર ૧૦૮ પાડા રાખવામાં આવતા હતા અને તેમનો વધ થતો હતો. જગડૂશા પહેલા પગથિયે પોતે ઊભા રહ્યા અને બીજા પગથિયે પોતાના દત્તક પુત્રને ઊભો રાખ્યો. દેવી કોપાયમાન થયાં નહીં અને તેથી જગડુશાની અહિંસાની ભાવનાનો વિજય થયો. આ જગડૂશાએ સતત ત્રણ ત્રણ દુષ્કાળમાં ગુજરાત, સિંધ, મેવાડ, દિલ્હી અને છેક કંદહારના રાજાને અનાજ આપ્યું હતું. એમણે શરૂ કરેલી ૧૧૫ જેટલી દાનશાળામાં રોજ પાંચ લાખ માણસોને ભોજન આપવામાં આવતું. સતત ત્રણ વર્ષ ચાલેલા દુષ્કાળમાં ચાર કરોડ '૨૨ ] મહાત્મા ગાંધી પર પ્રભાવ : આવી અહિંસાની ભાવનાનું ભવ્ય આકાશ રચાય છે મહાત્મા ગાંધીની પ્રવૃત્તિઓથી. સ્વાભાવિક રીતે જ એ સવાલ જાગે કે વિલાયતથી આવેલા બૅરિસ્ટર શ્રી મોહનદાસ કરમચંદ ગાંધીમાં જગતને અજવાળતું અહિંસાનું સુક્ષ્મદર્શન પ્રગટ્યું હશે કઈ રીતે ? ગાંધીજીની વિચારસરણીમાં પ્રગટેલાં સત્યનિષ્ઠા, અનેકાંતદર્શન અને આધ્યાત્મિકતા એમને મળ્યાં હશે કઈ રીતે ? ગાંધીજીના જીવનકાર્યને ઘડનારા મૂળ સોતને પારખવાનો પ્રમાણમાં ઓછો પ્રયાસ થયો છે. ગાંધીજી કહેતા હતા કે એમનો હવે પછી જન્મ નથી, કારણ કે એમનો મોક્ષ અવશ્ય થશે. ગાંધીજીમાં આવો મોક્ષવિચાર જગાડનાર હતા સૌરાષ્ટ્રમાં વવાણિયા ગામમાં જન્મેલા અધ્યાત્મપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર . ઈ. સ. ૧૮૯૧ની પાંચમી જુલાઈએ મહાત્મા ગાંધી બ્રિટનમાં બૅરિસ્ટર થઈને હિન્દુસ્તાન આવ્યા. તે દિવસે મુંબઈમાં શ્રીમદ્ગા કાકાજી સસરા અને ભાગીદાર શ્રી રેવાશંકર જગજીવનના ભાઈ ડૉ. પ્રાણજીવનભાઈ મહેતાના નિવાસસ્થાને બૅરિસ્ટર મોહનદાસ ગાંધી ઊતર્યા હતા. શ્રીમદ્ રાજચંદ્ર પણ એ જ દિવસે આવ્યા. અહીં ગાંધીજી અને શ્રીમનો પ્રથમ પરિચય થયો. ડૉ. પ્રાણજીવન મહેતા ગાંધીજી સાથે ઇંગ્લેન્ડમાં હતા અને તેથી બંને વચ્ચે ગાઢ સંબંધ હતો. ગાંધીજીનો આ સંબંધ શ્રીમના દેહવિલય પર્યંત ચાલુ રહ્યો. ગાંધીજીનો એમની સાથે કોઈ વ્યાપારી સંબંધ નહોતો, પરંતુ એમની સાથે ઘનિષ્ઠ આત્મીયતા સધાઈ.. n ૨૩ ]

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27