Book Title: Vartaman Samayma Jain Tattva Darshanni Prastutata
Author(s): Kumarpal Desai
Publisher: B J Adhyayan Sanshodhan Bhavan

View full book text
Previous | Next

Page 23
________________ a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા , આવે છે. ક્ષમા આવે તો લોભ મટે, ત્યાગ અને સરળતા આવે, વિનય સાથે સંતોષ આવે, વળી મન અને ઇન્દ્રિય પર કાબૂ આવે. બીજી રીતે જોઈએ તો આ બધા ગુણો હોય તો જ ક્ષમાની સાધના થઈ શકે. ક્ષમાનો એક અર્થ છે નિગ્રંથ થવું, એટલે કે ગ્રંથિ - ગાંઠ છોડવી, “ એટલે ગાંઠ અને મા એટલે નષ્ટ કરવું.” આજના જીવનમાં ઘણી ગાંઠ છે. પિતા-પુત્રમાં મતભેદ છે, ગુરુ-શિષ્ય વચ્ચે કલહ છે, પતિ-પત્ની વચ્ચે ગેરસમજ છે, મિત્ર-મિત્ર વચ્ચે મારામારી છે. શેઠ અને નોકરનાં દિલ દુભાયેલાં છે. પડોશી સાથે વઢવેર છે. નજીકના સાથે નેહ તૂટ્યો છે. આ સમયે ભાંગેલાં હૈયાંને સાંધવાનું કામ ક્ષમા કરે છે. ક્યાંક મદની ગાંઠ છે તો ક્યાંક વેરની ગાંઠ છે. ક્યાંક મનનો મતભેદ છે તો ક્યાંક તણાવ છે. કેટલાય ચિત્રવિચિત્ર માનસિક રોગો માનવીને થવા લાગ્યા છે. શેરડીમાં જોયું હશે કે જ્યાં ગાંઠ હોય છે ત્યાં રસ હોતો નથી. આથી જ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંબંધો શુષ્ક અને નિરસ બની ગયા છે. તેને જીવંત કરવાનો ઉપાય છે ક્ષમા. બીજાથી ત્રેવીસમાં તીર્થકર સુધીના સમયગાળાનું જીવન પ્રમાણમાં સરળ હતું. ભૂલ થાય એટલે ક્ષમા માગી લેતા. પણ આજનું જીવન જટિલ બન્યું છે. માણસ પોતે અશાંત છે. જગતને અશાંત કરે છે. કાજળની કોટડી જેવો ક્યાંક સંસાર ચાલે છે. જાણતાં મદ, માન, કામ, ક્રોધ થઈ જાય. અજાણતાંય થઈ જાય. કાયાથી ન થાય તો વચનથી થાય. વચનથી ન થાય તો મનથી થઈ જાય. ક્ષમા એ ધર્મઅનુષ્ઠાનનો માપદંડ છે. ધર્મના અનુષ્ઠાન કેટલે અંશે આત્મસાત્ થયું છે તેનો તાળો ક્ષમાવૃત્તિના વિકાસ પરથી મળી રહે છે. ક્ષમા ધર્મભાવનાનું બેરોમીટર છે. ક્ષમા ન હોય તો બધાં વ્રત, જપ, તપ, ધ્યાન, અનુષ્ઠાન સફળ થતાં નથી. ક્ષમા તે આત્માનો ગુણ છે, જે ક્રોધ અને કષાયથી વિકૃત થાય છે. જેમ પાણી સ્વભાવે શીતળ છે પણ અગ્નિનો સંયોગ થતાં ઉષ્ણ થાય છે. આમ ઉષ્ણતા એ જળનો સ્વભાવ નથી, પરંતુ એનો વિભાવ છે. અગ્નિનો સંપર્ક દૂર થતાં જ એ જળ પોતાની સ્વાભાવિક શીતળતા પ્રાપ્ત કરી uિ ૪૦ ] વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. લેશે. પાણીમાં શીતળતા માટે કોઈ અન્ય સાધનની જરૂર પડતી નથી કારણ કે એ એનો સ્વાભાવિક ગુણ છે. આત્માનો સ્થાયી ગુણ : ક્ષમા : એ જ રીતે ક્ષમા આત્માનો સ્થાયી ગુણ છે. એને માટે અન્ય કોઈ બાહ્ય સામગ્રીની જરૂ૨ નથી, પણ પાણીમાં જેમ ઉષ્ણતા આવે છે એ રીતે આત્માનો સ્વાભાવિક ગુણ ક્ષમા ક્રોધ, કષાયના ઉદયથી વિકૃત થઈ જાય છે પણ એ વિકૃતિ સ્વાભાવિક હોતી નથી. જે રીતે અગ્નિના સંપર્કના અભાવમાં ઉષ્ણતા શાંત થઈ જાય છે, એ જ રીતે ક્રોધકષાયના અભાવમાં વિકાર શાંત થઈ જાય છે. જ્યારે વ્યક્તિ પોતાના નિજભાવમાં પરિણમે છે ત્યારે સુખી થાય છે, કારણ કે સુખ એના આત્મસ્વભાવથી પ્રાપ્ત થાય છે. પોતાના સ્વભાવમાંથી ડગી જઈને પરભાવ અથવા વિભાવને પ્રાપ્ત કરે છે ત્યારે એ દુ:ખી થાય છે. આમ ક્રોધ એ આત્માનો સ્વભાવ નથી, પરંતુ અન્ય પદાર્થના સંયોગથી ઉત્પન્ન થયેલો વિભાવ છે અને તેથી જ એ આત્માને અહિતકારક છે. આમ, ક્રોધ જેવી કોઈ હાનિકારક વસ્તુ નથી અને ક્ષમા જેવી કોઈ ગુણકારક બાબત નથી. ક્રોધ માત્ર આલોકમાં જ નહીં, પરલોકમાં પણ દુર્ગતિ અપાવે છે. આથી જ ક્ષમા વિશે કહ્યું છે : उत्तम खम तिल्लोयह सारी, उत्तम खम जम्मोदहितारी । उत्तम खम रयणत्तय धारी, उत्तम खम दुग्गइदुहहारी ।। [ઉત્તમ ક્ષમા ત્રણે લોકમાં સારરૂપ છે. જન્મમરણરૂપ સંસારસમુદ્રને તારનારી છે. રત્નત્રયને પ્રાપ્ત કરાવનારી છે તથા દુર્ગતિને હરણ કરનારી છે.] જૈન ધર્મમાં તો શ્રમણને એવી આજ્ઞા કરવામાં આવી છે કે જ્યાં સુધી તારી ભૂલની ક્ષમા માગે નહીં ત્યાં સુધી ઘૂંક પણ ગળાથી નીચે ઉતારવું નહીં. કાંટા બિછાવનાર તરફ સ્નેહ રાખવો એ ક્ષમાની અગ્નિપરીક્ષા છે. જૈન તત્ત્વદર્શન કહે છે કે ક્ષમા સહજ હોવી જોઈએ, બનાવટી નહીં. ક્ષમા તો એવી nિ ૪૧ ]

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27