________________
n વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. જાતને હણતો હોય છે. ચંડકૌશિક સર્પ એના પૂર્વભવમાં કૌશિક નામે તાપસ હતો. એની વાડીનો કચ્ચરઘાણ કાઢી નાખનાર બાળકો પર એ ગુસ્સે થયો અને એ હાથમાં કુહાડો લઈને બાળકોને મારવા દોડ્યો, પણ વચ્ચે ખાડો આવ્યો. તાપસ કૌશિકે એ ખાડો જોયો નહીં અને પોતાનો કુહાડો પોતાના જ માથામાં વાગ્યો.
ભગવાન મહાવીરના સાધનાકાળમાં આવી જ એક ઘટના બની હતી. તેઓ સમૃદ્ધ વૈશાલી નગરીમાં આવ્યા. ધ્યાનને માટે એમણે એક લુહારના નિર્જન ડહેલા પર પસંદગી ઉતારી. બીમાર લુહાર હવાફેર માટે બીજે રહેવા ગયો હતો. પરંતુ સંજોગવશાત્ બહારગામ ગયેલો લુહાર સાજો થઈને પાછો આવ્યો. એણે જોયું તો પોતાના મકાનમાં એક સાધુ જ ગ્યા જમાવીને બેઠો હતો. એણે મનમાં માન્યું કે નક્કી પોતાની ગેરહાજરીમાં કોઈએ જગ્યા પચાવી પાડી ! ‘સબ ભૂમિ ગોપાલકી' માનનારે આ ભૂમિ પણ પોતાની કરી લીધી.
એક તો લુહાર લાંબી બીમારીમાંથી ઊઠીને આવ્યો હતો, એનો સ્વભાવ થોડો ચીડિયો બની ગયો હતો. એમાં વળી ઘરમાં પગ મૂકતાં જ આવું બન્યું ! આથી ક્રોધથી ધૂંવાંપૂવાં થયેલા લુહારે વજનદાર ઘણ ઉપાડ્યો. મનમાં થયું કે એવા જોરથી માથા પર લગાવું કે પળવારમાં સોએ સો વર્ષ પૂરાં થઈ જાય ! કોઈએ લુહારને સમજાવવા તો કોઈએ અટકાવવા કોશિશ કરી, સાધુની હત્યાના મહાપાતકની યાદ આપી. પણ જેમ લુહારને શાંત કરવા પ્રયત્ન કરે, તેમ કમજોર લુહારનો ક્રોધ વધતો જાય છે. આખરે જીવસટોસટનો મામલો રચાઈ ગયો ! લુહાર વજનદાર ઘણ ઉપાડીને વીંઝવા તૈયાર થયો. મહાવીર તો એમ ને એમ અડગ ઊભા હતા. ન ક્યાંય ભય, ન સહેજે કંપ. સમભાવપૂર્વક અચળ મેરુની જેમ ધ્યાનમાં મગ્ન હતા. યોગીની શાંતિએ લુહારને વધુ ઉશકેર્યો. એણે જોશથી ઘણ વીંઝવો. હમણાં ઘણ વાગશે, યોગીની કાયા ઢળી પડશે !
પણ આ શું ? ક્રોધથી ધંધવાતા અને ધ્રુજતા હાથે લુહાર ઘણ વીંઝવા ગયો. દાઝ એટલી હતી કે અહીં અને અબઘડી જ આને ખતમ કરી નાખ્યું. ઘણા ઊંચકીને વીંઝવા ગયો ત્યાં જ લુહારનો હાથ છટક્યો. ઘણ સામે વીંઝાવાને
n ૩૮ n
1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા , બદલે પાછો પડ્યો. યોગીના મસ્તકને બદલે લુહારના મસ્તક પર ઝીંકાયો. બીમારીમાંથી માંડ બચેલો લુહાર તત્કાળ ક્રોધનો કોળિયો બની ગયો. બીજાનો નાશ કરવા જનાર ક્રોધી પોતાનો વિનાશ કરી બેઠો ! ધ્યાનસ્થ મહાવીર તો એમ ને એમ અડગ ઊભા હતા !
વ્યક્તિને પોતાને ક્રોધ હાનિ કરે છે. માનવી ક્રોધ કરે ત્યારે કેવો વિકૃત થઈ જાય છે ! આંખો પહોળી થઈને અંગારા વરસાવવા લાગે છે. કોઈ થપ્પડ લગાવી દે છે તો કોઈ અપશબ્દો બોલવા માંડે છે. આમ ક્રોધ કરનાર સામી વ્યક્તિને જ નહીં, પરંતુ સમગ્ર વાતાવરણને ક્યુષિત કરી નાખે છે, આથી જ મહાન નાટ્યકાર શેક્સપિયરે ક્રોધને સમુદ્ર જેવો બહેરો અને આગ જેવો ઉતાવળો કહ્યો છે. દક્ષિણ ભારતના પરંતુ સંત તિરુવલ્લુવર કહે છે કે આગની પાસે જે જાય તેને આગ બાળે છે. પણ ક્રોધાગ્નિ તો આખા કુટુંબને બાળી મૂકે છે.
ક્રોધ કરતી વખતે માણસની આંખ બંધ થઈ જાય છે અને એનું મોઢું ઉઘાડું રહી જાય છે. એ વિવેકને ચિત્તમાંથી હાંકી કાઢે છે અને દરવાજે એવો આગળો મારે છે કે વિવેક ફરી પાછો દાખલ થઈ શકે નહીં. આવો ક્રોધ એ મધપૂડામાં પથ્થર મારવા જેવો છે અને એ તરત જ વેરમાં પલટાઈ જાય છે. ગ્રંથિ છોડે તે નિગ્રંથ :
ક્રોધ ત્યારે જ ઓછો થાય કે જ્યારે વ્યક્તિ આત્મદર્શી બને. આનું કારણ એ છે કે ક્રોધનું શસ્ત્ર પહેલાં તો ક્રોધીને જ ઘાયલ કરે છે. ભગવાન બુદ્ધે કહ્યું છે કે ઊકળતા પાણીમાં પ્રતિબિંબ ન દેખાય તેમ ક્રોધી માણસ એ જોઈ શકતો નથી કે તેનું હિત શેમાં છે. ક્રોધ વિભાવ છે, ક્ષમા સ્વભાવ છે. ક્રોધ દ્વેષ છે, ક્ષમા મૈત્રી છે. ક્રોધ મારક છે, ક્ષમા તારક છે. આ ક્ષમાના અમૃતથી આત્માનો અભિષેક કરવાથી દુરાગ્રહ, વિગ્રહ, વિદ્વેષ, દ્રોહ આદિ આઘાત ઓગળી જાય છે. જો ક્રોધને વધુ જમાવી રાખવામાં આવે તો તે વેરનું રૂપ લે છે, અને વેર એ તો ભવોભવ સુધી માનવીને ક્રોધમાં રાખે છે.
જૈન તત્ત્વદર્શનમાં તો ક્ષમા વિશે ઘણી ઊંડી વિચારણા મળે છે. ક્ષમાને બધા ગુણોની કુખ કહેવામાં આવી છે. એનાથી ઘણા બધા ગુણો આપણામાં
0 3૯