________________
a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા , જીવનાર અંતે તો દીર્ઘકાળ સુધી દુ:ખ પામે છે.”એમણે કહ્યું કે દુરાચારમાં પ્રવૃત્ત આત્મા જેટલું પોતાનું અનિષ્ટ કરે તેટલું તો ગળું કાપવાવાળો દુશમન પણ કરતો નથી. આથી સુખ, શાંતિ અને સમાધિનું મૂળ કારણ સાહજિ કે અને પ્રસન્નતાપૂર્વક સ્વીકારેલો સંયમ છે. આ સંયમના અભાવે આજે માનવજાત એઇડ્ઝ જેવા રોગોથી ઘેરાઈ છે. વસ્તીવધારાનો પ્રશ્ન વિશ્વને માથે ભૂખમરાનાં કાળાં ઓળાં પાથરી રહ્યો છે.
પાંચમું મહાવ્રત છે અપરિગ્રહનું. પરિગ્રહ એ પાપનું મૂળ છે. આ પરિગ્રહ એ હિંસા, અસત્ય, ચૌરી, મૈથુન અને આસક્તિ એ પાંચેય પાપોની જડ છે. આજે આપણે જોઈએ છીએ કે વર્તમાન જગતની અસીમ યાતનાઓનું મુખ્ય કારણ માનવીની અનિયંત્રિત પરિગ્રહવૃત્તિ છે. માણસ એમ માને છે કે પરિગ્રહથી સુખ મળે છે, પરંતુ હકીકતમાં પરિગ્રહ જ એના દુ:ખનું અને બંધનનું કારણ બને છે તેમજ માનવીને બાહ્ય વસ્તુઓનો ગુલામ બનાવે છે.
આમ, પાંચ યામનું નિરૂપણ કરીને ભગવાન મહાવીર કહે છે, “જેમ વાયુ ભડભડ સળગતી જ્વાલાઓને ઓળંગી જાય છે તેમ, આ રીતે જીવનારો આદર્શ માનવી સંસારની જ્વાલાઓને ઓળંગી, પરમ આનંદનો ભાગી થશે.” આંતરખોજ અને ક્ષમાપના :
જૈન ધર્મમાં ક્ષમા વિશે ગહન અને વાસ્તવિક ચિંતન કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં અંગત સંબંધો, સામાજિક વ્યવહારો, માનવીય આચારોથી આરંભીને દેશ-દેશ વચ્ચે અસહિષ્ણુતાનું વાતાવરણ દૃષ્ટિગોચર થાય છે તે સંદર્ભમાં જૈનદર્શનની ક્ષમાપનાની વિભાવના વિશે વિગતે વિચારવું જરૂરી બનશે.
ખામેમિ સવ્વ જીવા, સવ્વ જીવા ખમંતુ મે,
મિત્તી એ સવ્વભૂએસ વેરે મજઝ ન કેણઇ. હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માગું છું. એ તમામ જીવો મને તેમના તરફના મારા અપરાધોની ક્ષમા આપો. તમામ જીવો પ્રત્યે મારો મૈત્રીભાવ છે. મારે કોઈ પણ જીવ સાથે વેરભાવ નથી.]
u ૩૪ ]
1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા . ક્ષમાના બોલથી અને પ્રેમના ચતુથી સંસારને સંબોધવાની ને જોવાની શીખ આપનાર પર્વાધિરાજ પર્યુષણ છે. પર્યુષણની સાધનાના સાત દિવસ પૂરા થયા પછી ઊગે છે સિદ્ધિનો - ક્ષમાપનાનો - સંવત્સરી દિન. હકીકતમાં જેઓ ક્ષમ છે, ક્ષમાવે છે; જેઓ ખર્મ છે, ખમાવે છે તેઓની આરાધના છે. તેઓની ક્ષમાપના છે.
પર્યુષણપર્વની આરાધનાના દિવસોમાં આત્માને ખોજવાનો હોય છે. પર્યુષણ એ આત્માની નજીક જવાનું, આત્માને શોધવાનું પર્વ છે. ક્ષમાપના એનો સર્વશ્રેષ્ઠ મુળ મંત્ર છે. વેરના અંધકારમાં, દ્વેષના દાવાનળમાં, બદલાની બૂરી ભાવનામાં વિહરતા માનવીને માટે ક્ષમા એ આત્મીય પ્રેમને કાજે ઊગેલું પ્રાયશ્ચિત્તનું પર્વ છે. દીપાવલીના પર્વે નફાતોટાનો હિસાબ કરવામાં આવે. સંવત્સરીપર્વનો અર્થ છે વાર્ષિક પર્વ. આ દિવસે વર્ષભરનાં સારાં-નરસાં કાર્યોનું સરવૈયું કાઢીને ખોટાં કાર્યોમાંથી મુક્તિ મેળવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવામાં આવે છે.
આગમ શાસ્ત્રોમાં ત્રણ વેપારીઓનું એક દૃષ્ટાંત આવે છે. આમાં ત્રણ વેપારીઓ સરખી મૂડી લઈને વેપાર કરવા નીકળ્યા હતા. દેશ-દેશાવરમાં ઘૂમીને ઘણા દિવસે સહુ પાછા ફર્યા. પહેલો વેપારી મૂળ મૂડીને બમણી કરીને પાછો આવ્યો. બીજો ભાવની મંદીમાં ફસાયો છતાં મૂળ મૂડી સાચવીને પાછો આવ્યો. ત્રીજો વેપારી તો નુકસાનીમાં ડૂબી ગયો. કમાણીની વાત તો દૂર રહી પણ મૂળગી ૨કમ જ ખોઈને આવ્યો.
આ ત્રણ વેપારી જેવા જગતના તમામ માનવીઓ છે. પહેલા પ્રકારના માનવીઓ મનુષ્યત્વરૂપી મૂળ મૂડીને જાળવે છે, તે ઉપરાંત પૂજ્યતાને પામે છે. મનુષ્યજીવનમાં સદાચાર, શીલ ને વ્રત પાળી મુક્ત બને છે. બીજા પ્રકારના માનવીઓ મુક્ત નથી બનતા, પણ મનુષ્યત્વ જાળવી રાખે છે, સાદા આચારો એ પાળે છે. ત્રીજા પ્રકારના લોકો તો મનુષ્યત્વ પણ ખોઈ નાખે છે ને અનાચારી ને દુરાચારી બની નરકના ભાગી બને છે. ભૂલ કોનાથી નથી થતી ? માણસ માત્ર ભૂલને પાત્ર ગણાય છે. આવી
озчо