Book Title: Vartaman Samayma Jain Tattva Darshanni Prastutata
Author(s): Kumarpal Desai
Publisher: B J Adhyayan Sanshodhan Bhavan

View full book text
Previous | Next

Page 18
________________ ઘ વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા D જૈન ધર્મશાસ્ત્રોમાં પરમાણુની ગતિનો અને ભાષાની ઉત્પત્તિનો વિચાર થયેલો છે. એની ધ્યાનની પ્રણાલી આવતીકાલના માનવીના તન અને મનના રોગોને દૂર કરી શકે તેવી છે. મનની શક્તિ માટે પચ્ચક્ખાણ, ધ્યાનની ઉચ્ચ ભૂમિકા માટે કાઉસગ્ગ, આંતરદોષની ઓળખ માટે પ્રતિક્રમણ, આંતરશુદ્ધિ માટે પર્યુષણ, વીરતાની ભાવના માટે ક્ષમા જેવી ભાવનાઓ આજના માનવીને માટે એટલી જ પ્રસ્તુત છે. અમેરિકાના રંગભેદવિરોધી નેતા માર્ટિન લ્યુથર કિંગે (જુનિયર) એક સ્વપ્ન સેવ્યું. એમણે એક એવા જગતની કલ્પના કરી કે જ્યાં માનવીની પહેચાન ચામડીના રંગથી નહિ, પણ ચારિત્ર્યના મૂલ્યથી થતી હોય. ‘Not by the colour of the skin, but by the contents of his character.' જૈન ધર્મમાં વર્ણ અને જાતિને બદલે કર્મથી માણસની ઓળખ મેળવવામાં આવે છે. એના નમસ્કારમંત્રમાં કોઈ વ્યક્તિને પ્રણામ નથી, પરંતુ તીર્થંકર, સિદ્ધ, આચાર્ય જેવા ગુણોના ધારકને પ્રણામ છે. ખુદ ભગવાન મહાવીરે એમ કહ્યું, “મારે શરણે નહીં, પણ ધર્મના શરણે આવવાથી મુક્તિ મળશે.” આજે દુનિયા પ્રદૂષણથી ઘેરાઈ છે. પ્રાણીઓની કેટલીય જાતિઓ નષ્ટ થઈ ગઈ છે ત્યારે જૈન ધર્મની જયણા અને અનુકંપાને સંભારવા જેવી છે. જૈન શ્રાવકો તિથિએ લીલોતરી ખાતા નથી. જૈન સાધુના આચારમાં પર્યાવરણની કેટલી બધી ખેવના જોવા મળે છે ! અનેકાંત દૃષ્ટિ સમન્વય અને વિરોધ-પરિહાર : જૈન ધર્મના પાંચ મહાવ્રતમાં અહિંસા પછી બીજું મહાવ્રત છે સત્ય. હું અસત્ય નહીં આચરું, બીજા પાસે નહીં આચરાવું અને આચરતો હોય તો તેને અનુમોદન નહીં આપું. ‘પ્રશ્નવ્યાકરણ’માં ‘સત્ય એ જ ભગવાન છે.'એમ કહેવામાં આવ્યું છે. જ્યારે જૈન ધર્મના પ્રથમ આગમ ‘શ્રી આચારાંગ સૂત્ર'માં કહ્યું છે કે ‘સત્યની આજ્ઞા પર ઊભેલો બુદ્ધિશાળી મૃત્યુને તરી જાય છે.’ આ સત્યનો અનુભવ માનવીના અંતરમાં થતો હોય છે. મહાવીરનું જીવન જ સ્વયં સાધનાથી પ્રાપ્ત થયેલા અનુભવ પર આધારિત છે. હું -૩૦. ઘ વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા – પૂર્ણજ્ઞાની છું અને તે તમે સ્વીકારો તેમ કહેતા નથી, પણ દરેક જીવ સાચી સાધના કરે તો એ મોક્ષપદને પ્રાપ્ત કરી શકે છે એવો એમને ઉપદેશ છે. ખુદ ભગવાન મહાવીરે પણ અગાઉના ૨૭ ભવની સાધના અને એ પછી સાડાબાર વર્ષની તપશ્ચર્યા બાદ તીર્થંકરપદની પ્રાપ્તિ કરી હતી. આવી સત્યપાલનની જાગૃતિ જેના મનમાં હોય તેની શી વાત કરવી ? સત્ય બોલનારને અગ્નિ સળગાવી શકતો નથી કે પાણી ડુબાડી શકતું નથી. જૈન તત્ત્વદર્શને સત્યની વ્યાપક વિચારણા કરી છે. ‘હું કહું છું તે જ સત્ય’એવા આગ્રહ, દુરાગ્રહ કે પૂર્વગ્રહમાં વિચારની હિંસા સમાયેલી છે. જ્યારે બીજાના કથનમાં પણ સત્યનો અંશ હોઈ શકે તેવી ઉદાર દૃષ્ટિ તે અનેકાંત, કારણ કે સત્ય સાપેક્ષ છે. તમારી નજરનું સત્ય અને તેના પરથી તમારી શ્રદ્ધા તેમજ બીજાની નજરનું સત્ય અને તેના વિશે તેની વિચારણા આમ, જીવનની સર્વદ્રષ્ટિ ધરાવતા અનેકાંતમાં સમતા, સહિષ્ણુતા, સમન્વય અને સહઅસ્તિત્વની ભાવના છે. સત્યની શોધ માટેના અવિરત પ્રયાસની આ એક સાચી પદ્ધતિ છે. બધી વસ્તુને સાપેક્ષભાવે વિચારવી અને દરેક સ્થિતિમાં રહેલા સત્યના અંશને જોવો એનું નામ અનેકાંત છે. ‘મારું જ સાચું' એમ નહિ, પરંતુ ‘સાચું તે મારું’એવી ભાવના પ્રગટ થઈ. ભગવાન મહાવીરના જીવનમાં સાચું તે મારું બતાવવા અનેક પ્રસંગો મળે છે. એમણે એમના પટધર જ્ઞાની ગૌતમને આનંદ શ્રાવકની ક્ષમા માગવા કહ્યું હતું. ભગવાન મહાવીરના સમયે અનેક મત, વાદ અને વિવાદો ચાલતા હતા. દરેક પોતાની વાત સાચી ઠેરવવા માટે બીજાના વિચારનું ખંડન કરે. બીજાના વિચારના ખંડનને બદલે મંડનની ભાવના જૈન તત્ત્વદર્શને બતાવી. એમણે કહ્યું, ‘તમારી એકાન્તી બનેલી દૃષ્ટિને અનેકાન્તી બનાવો. એમ કરશો તો જ તમારી દૃષ્ટિને ઢાંકી દેતો ‘સર્વથા’શબ્દનો બનેલો કદાગ્રહરૂપી પડદો હઠી જશે અને પછી તરત જ તમને શુદ્ધ સત્યનું સ્પષ્ટ અને સુરેખ દર્શન થશે.’ અનેકાંતદર્શને મત, વાદ, વિચારસરણી અને માન્યતાઓના માનવીના હૃદયમાં ચાલતા વિવાદયુદ્ધને ખાળવાનો પ્રયાસ કર્યો. આને માટે એમણે સાત ૩૧.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27