Book Title: Vartaman Samayma Jain Tattva Darshanni Prastutata
Author(s): Kumarpal Desai
Publisher: B J Adhyayan Sanshodhan Bhavan

View full book text
Previous | Next

Page 27
________________ 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2, a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2) હવે તો માનવઆત્મા સાથે એનો મેળ બેસાડવાનો છે. જૈન તત્ત્વદર્શનની આ ભાવનાઓમાં જગતકલ્યાણ અને વિશ્વમૈત્રી સાધનારી છે. વર્તમાન સમયમાં હિંસા, આતંક, પરિગ્રહ, દુરાચાર અને વિવાદો પૃથ્વી પરના માનવીના જીવનની વધુને વધુ મુશ્કેલ બનાવી રહ્યા છે, ત્યારે આ વિચારો દ્વારા સમગ્ર માનવજાતિને શુભ પથ પર દોરી શકાય. પણ આને માટે સૌથી મહત્ત્વની આવશ્યકતા આ ભાવનાઓને વર્તનમાં ઉતારવાની છે. મહાત્મા ગાંધીએ માત્ર ભાવનાઓનું ઉચ્ચારણ કર્યું નહીં, પણ એમણે વાસ્તવજીવનમાં પોતાના આચરણથી એને સાકાર કરી. જૈન તત્ત્વદર્શન કહે છે. કે આચરણ વિનાના વિચારો કે ભાવનાઓનો કશો અર્થ નથી. ખરી જરૂર આ ભાવનાઓને સ્વજીવનમાં સાંગોપાંગ ઊતારીને એને સાર્થક કરવાની છે. આ માટે અક્રિયતા, ગતાનુગતિકતા અને કૂપમંડૂકતામાંથી બહાર આવીને ધર્મભાવનાની સક્રિયતા અને સમયસંદર્ભતા પ્રગટાવવી પડશે. માનવજાતના ભાવિને નીરખતાં તત્ત્વવેત્તા બન્ડ રસેલે ત્રણ શક્યતા દર્શાવી. એક તો આખીયે જીવસૃષ્ટિનો અંત, બીજી શક્યતા એ કે મહાસંહારમાંથી ઊગરી ગયેલી કોઈ નાનકડી વસ્તી ફરી આદિમ જીવન શરૂ કરે . ત્રીજી શક્યતા છે કે એક વિશ્વસરકાર હેઠળ માનવજાત એક બને. આ ત્રીજી શક્યતાની ખોજ માટે હવેના સમયે પુરુષાર્થ કરવાનો છે. આવે સમયે અહિંસાની ભાવનાના આહલેકથી વિશ્વશાંતિ ભણી કદમ ભરી શકીએ. અપરિગ્રહથી શોષિત અને વ્યથિત માનવીઓને સહાયરૂપ થઈ સમાજવાદ પ્રતિ ગતિ કરીએ. જાતિ, જ્ઞાતિ અને વર્ણના વાડા ભેદીને માનવનું ગૌરવ કરીએ. નારીની પ્રતિષ્ઠા સાથે માનવકરુણાની ભાવના જગાડીએ. માનવ, પ્રાણી અને પ્રકૃતિની સમગ્ર સૃષ્ટિ પ્રત્યે કલ્યાણભાવના આચરી શકીએ. ધર્મ, રાજ્ય કે રાષ્ટ્રથી વહેંચાયેલા જગતમાં અનેકાંતની દૃષ્ટિથી એકાંતિક આગ્રહો, વિવાદો અને યુદ્ધો વળીને સમન્વય અને સંવાદિતા સ્થાપી શકીએ. 48 ] 1 49 ]

Loading...

Page Navigation
1 ... 25 26 27