Book Title: Vartaman Samayma Jain Tattva Darshanni Prastutata
Author(s): Kumarpal Desai
Publisher: B J Adhyayan Sanshodhan Bhavan

View full book text
Previous | Next

Page 15
________________ 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. નાણીને પ્રયોજતા હતા. એમણે શ્રીમદ્રને પોતાના મિત્ર અને માર્ગદર્શક માન્યા હતા. આવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ્વયં કહે છે : “મારા જીવન પર શ્રી રાજચંદ્રભાઈનો એવો સ્થાયી પ્રભાવ પડ્યો કે, હું એનું વર્ણન કરી શકતો નથી. હું કેટલાંય વર્ષોથી ભારતમાં ધાર્મિક પુરુષની શોધમાં છું. પરંતુ એમના જેવા ધાર્મિક પુરુષ હિંદમાં હજુ સુધી મેં જોયા નથી. યુરોપના તત્ત્વજ્ઞાનીઓમાં હું ટૉલ્સ્ટૉયને પ્રથમ શ્રેણીના અને રસ્કિનને બીજી શ્રેણીના વિદ્વાન સમજું છું, પરંતુ રાજચંદ્રભાઈનો અનુભવ એ બંનેથી ચઢેલો હતો.” 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2, શ્રીમદ્ રાજચંદ્રના ચિત્તની સરળતાનો અને એમના ગુઢ જ્ઞાનની પ્રભાવકતાનો ગાંધીજીને અનુભવ થયો. સૃષ્ટિનો આ સંયોગ કહેવાય કે ભગવાન મહાવીરની તત્ત્વધારા શ્રીમદ્ રાજચંદ્રને મળી અને એમની પાસેથી એ વિચારધારા ગાંધીજીને પ્રાપ્ત થઈ. ગાંધીજીએ અહિંસા, સત્ય અને અનેકાંતની પ્રયોગભૂમિ પર પોતાનાં કાર્યો કર્યો અને તેને પરિણામે નવયુગનો પ્રારંભ થયો. એમની આધ્યાત્મિક પ્રેરણાને સહારે ગાંધીજીએ રાજકીય, આધ્યાત્મિક અને સામાજિક ક્રાંતિ કરી. મહાત્મા ગાંધીજીએ લખ્યું છે કે જ્યારે જ્યારે પોતે જીવનમાં “ આધ્યાત્મિક ભીડ ” અનુભવતા ત્યારે તેઓ શ્રીમદ્રનો “આશરો" લેતા. મહાત્મા ગાંધીજી કહે છે, “ઘણા ધર્માચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે. પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈ(શ્રીમદ્ રાજચંદ્ર)એ પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. તેમનાં ઘણાં વચનો મને સોંસરાં ઊતરી જતાં.” તેમની બુદ્ધિને વિશે મને માન હતું. તેમની પ્રામાણિકતા વિશે તેટલું જ હતું ને તેથી હું જાણતો હતો કે, તેઓ મને ઇરાદાપૂર્વક આડે રસ્તે નહિ દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે, આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો.'' મહાત્મા ગાંધીને હિંદુ ધર્મમાં શંકા જાગી હતી. આવે સમયે તેઓને શ્રીમદ્ રાજચંદ્રનો મેળાપ થયો. આ મેળાપ ન થયો હોત તો કદાચ મહાત્મા ગાંધીએ હિંદુ ધર્મને બદલે અન્ય ધર્મ અપનાવ્યો હોત. આ વિશે સ્વયં ગાંધીજીના જ શબ્દો જોઈએ : હિંદુ ધર્મમાં મને શંકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર) હતા. તેમની સાથે તો મને સરસ સંબંધ બંધાઈ ચૂક્યો હતો. તેમના પ્રત્યે માન હતું, તેથી તેમની મારફતે જે મળી શકે તે મેળવવા વિચાર કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે હું શાંતિ પામ્યો. હિંદુ ધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે, એવો મનને વિશ્વાસ આવ્યો.” ગાંધીજી પ્રત્યેક શબ્દને બરાબર ૨૪ n અભૂતપૂર્વ સંયોગ : ભારતમાં શ્રીમદ્ રાજચંદ્રજીનો પ્રભાવ પડ્યા પછી એક વાર ટ્રેનમાં રસ્કિનનું ‘અન ટુ ધ લાસ્ટ' વાંચ્યું અને ગાંધીજીના જીવનમાં પરિવર્તન આવ્યું. એ પછી ટૉલ્સ્ટૉય સાથે પત્રવ્યવહાર થયો અને ગાંધીજીને બળ મળ્યું, પરંતુ આ બધી જ ભાવનાઓ અને સંસ્કારી ગ્રહણ કરે એવી ભૂમિકા તૈયાર થઈ હતી શ્રીમદ્ રાજચંદ્રજીના મેળાપથી. ગાંધીજી કહે છે કે દયાધર્મનું સરસ માપ શ્રીમદ્ રાજચંદ્રએ એમને આપ્યું હતું. અહિંસા, દયા, સત્યનિષ્ઠા જેવા મુદ્દાઓ વિશે મહાત્મા ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્ર સાથે ચર્ચા કરીને માર્ગદર્શન મેળવ્યું હતું. આ સંદર્ભમાં શ્રીમદ્ રાજચંદ્ર પાસેથી મહાત્મા ગાંધીજીને મળેલા જ્ઞાનના પ્રકાશનું ઘણું મહત્ત્વ છે. શ્રીમદ્ સાથે ગાંધીજીનો પત્રવ્યવહાર બહોળો હતો પરંતુ કમભાગ્યે આપણને માત્ર ત્રણ જ પત્રો ઉપલબ્ધ છે, છતાં ગાંધીજીની વિવિધ ધર્મો વિશેની અને ધર્મના મર્મ અંગેની તીવ્ર મથામણમાં શ્રીમના આ પત્રોએ એમને ધર્મપરિવર્તન કરતા અટકાવ્યા હતા. ગાંધીજીએ બૅરિસ્ટરની બુદ્ધિને છાજે તેવા આત્મા, ઈશ્વર, મોક્ષ, ધર્મ, પુનર્જન્મ, પશુઓ અને ઈસુ ખ્રિસ્ત વિશે વ્યાવહારિક-પારમાર્થિક અનેક પ્રશ્નો શ્રીમદ્ રાજચંદ્રને પૂછળ્યા હતા. એના ઉત્તરો શ્રીમદે પ્રજ્ઞા અને અનુભવજ્ઞાનથી આપ્યા હતા. શ્રીમદ્ અને

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27