________________
1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2 પ્રાપ્ત થશે. આવી હિંસાને કારણે હજારો સ્ત્રીઓનાં સૌભાગ્ય તિલક ભૂંસાતાં હતાં અને હજારો નિર્દોષ બાળકો અનાથ બની જતાં હતાં. ચોતરફ યુદ્ધનો ઉન્માદ, ૨ક્તપાત અને પ્રાણીહત્યા જોવા મળતાં હતાં ત્યારે મહાવીરે કહ્યું. તમે જેને જીવન આપી શકતા નથી, એને મારવાનો તમને કોઈ અધિકાર નથી. આવી હિંસા વધુ હિંસા જગાડે છે અને વેર આખરે તો વેરમાં વૃદ્ધિ કરે છે, આથી જ અહિંસા એ પરમ ધર્મ છે અને હિંસા એ સર્વ પાપ અને દુ:ખનું મૂળ
1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2 બીજે ક્યાંય કસોટી કરવાને બદલે ભસ્માસુર શિવ પર અજમાવવા જાય છે. શિવ દોડે છે.
આનો અર્થ જ એ કે જ્યારે હિંસા જાગે ત્યારે કલ્યાણને ભાગવું પડે છે. કથા આગળ એમ કહે છે કે ભસ્માસુરનો નાશ કરવા માટે વિષ્ણુ મોહિની સ્વરૂપ ધારણ કરે છે. મોહિની-સ્વરૂપથી મોહ પામેલો ભસ્માસુર નૃત્ય કરતાં પોતાનો હાથ પોતાના જ મસ્તક પર મૂકે છે અને ભસ્મીભૂત થઈ જાય છે, અર્થાત્ વકરેલી હિંસા અંતે પોતાને જ ભસ્મીભૂત કરે છે.
જૈન તત્ત્વદર્શનમાં અહિંસા એ માનવીને વિશ્વમાનવ જ થવાનો નહીં, બકે વિરાટ સૃષ્ટિના માનવ બનવાનો આલેખ આપે છે. આ અહિંસાએ માત્ર ‘જીવો અને જીવવા દો'ની વાત કરી નથી, પરંતુ સમગ્ર જીવન પ્રત્યેના સમષ્ટિના માનવ, પશુ-પંખી અને પ્રકૃતિ સુધીના આત્મપમની વાત કરી છે. આથી જ કહ્યું :
तुंगं न मंदराओ, आगासाओ किसाभयं नत्थि ।
जह तह जयंमि जाणसु, धम्ममहिंसासमं नत्थि ।। [મેરુ પર્વતથી ઊંચું અને આકાશથી વિશાળ જગતમાં કશું નથી, તેવી જ રીતે અહિંસા સમાન જગતમાં બીજો કોઈ ધર્મ નથી.]
ભગવાન મહાવીરના સમયમાં ચોતરફ હિંસાનું વાતાવરણ હતું. એ સમયે યજ્ઞોની ભડભડતી જ્વાળામાં અનેક અબોલ જીવોનો બલિ ચડાવવામાં આવતો હતો. હજારો મૂક પશુઓ યજ્ઞની વેદી પર પોતાનો પ્રાણ ગુમાવતા હતા અને પશુઓને હણનાર એમ માનતો કે આવી પશુહિંસાથી એને સ્વર્ગપ્રાપ્તિ થશે. જેટલી વધુ પશુહિંસા, એટલો એ યજ્ઞ વિશેષ ગૌરવશાળી અને વધુ પુણ્યદાયી. એ સમયે રાજાઓ પોતાની અંગત, સ્વાર્થયુક્ત અને તુચ્છ-સુદ્ર લાલસાની તૃપ્તિ માટે વારંવાર સમરાંગણો જગાવી દેતા.
જો વિજય મળશે તો શત્રુનાં સંપત્તિ, સમૃદ્ધિ અને સ્ત્રીઓ પામશે અને જો સમરાંગણમાં કદાચ વીરગતિ પામશે તો સ્વર્ગ અને એ સ્વર્ગમાં દેવકન્યાઓ
૧૪ p.
પોતાના સમયના રાજાઓને યુદ્ધને બદલે શાંતિનો ઉપદેશ આપ્યો. મહાવીરની અહિંસા એ મનુષ્ય પૂરતી જ મર્યાદિત નહોતી, પરંતુ પ્રાણીમાત્રને તથા પ્રકૃતિ સહિત સમગ્ર સૃષ્ટિને આવરી લેનારી હતી. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે “આયાતુને પથાણુ’ –‘સર્વ પ્રાણીઓને આત્મતુલ્ય માનો'.
આમ તેઓ સર્વ જીવોને સમાન ગણે છે અને એમના પ્રત્યે આદર રાખવાનું કહે છે. જે પ્રાણી પ્રત્યે ક્રૂર થાય તે માનવ પ્રત્યે પણ ક્રૂર થઈ શકે. જેના હૃદયમાં ક્રૂરતા હશે પછી તે પાણી હોય કે મનુષ્ય - સહુ તરફ ક્રૂર વર્તન કરશે. જેના હૃદયમાં કરુણા હશે તે મનુષ્ય, પ્રાણી, પ્રકૃતિ સર્વ પ્રત્યે કરુણાપૂર્ણ વર્તન કરશે. આમ, હિંસા એ બાહ્ય આચરણ નથી, પરંતુ આંતરિક દુવૃત્તિ છે. બોધિનો વિનાશ કરનાર હિંસા :
આ સંદર્ભમાં જૈન તત્ત્વદર્શને એક બીજો વિચાર પણ આપ્યો. જીવ આજે એક યોનિમાં હોય તો પછીના જન્મમાં બીજી યોનિમાં પણ હોય, આજે માખી હોય તો પછીના ભવમાં મનુષ્ય પણ હોય. આવું હોવાથી મનુષ્યને મનુષ્યતર પ્રાણી-સૃષ્ટિને પણ દુ:ખ આપવાનો અધિકાર નથી. જગતનાં સર્વ પ્રાણીઓ પ્રત્યે, પછી તે શત્રુ હોય કે મિત્ર, સમભાવથી વર્તવું જોઈએ. માનવીના હૃદયનો આ સમભાવ કેવો હોવો જોઈએ તે દર્શાવતાં આગમમાં કહ્યું,
જેને તું હણવા માગે છે તે તું જ છે, જેના પર તું શાસન કરવા માગે છે. તે તું જ છે, જેને તું પરિતાપ ઉપજાવવા માગે છે તે તું જ છે, જેને તું મારી