Book Title: Vartaman Samayma Jain Tattva Darshanni Prastutata Author(s): Kumarpal Desai Publisher: B J Adhyayan Sanshodhan Bhavan View full book textPage 8
________________ a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2, [ગુરુ અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાની જીવોના સંગથી દૂર રહેવું, સ્વાધ્યાય કરવો, સૂત્રાર્થનું સારી રીતે ચિંતન કરવું, એકાંતમાં રહેવું અને પૈર્ય ધારણ કરવું એ મોક્ષપ્રાપ્તિનો માર્ગ છે.] ભગવાન મહાવીરે નીડરતા અને દૃઢતાથી પોતાના વિચારો પ્રગટ કર્યા. ઊંચનીચની કલ્પનામાં સમૂળી ક્રાંતિ કરી. આત્મતત્ત્વની દૃષ્ટિએ બધા સરખા છે. બ્રાહ્મણ કે શૂદ્ર, સ્ત્રી કે પુરુષ, યુવાન કે વૃદ્ધ, રાય કે રંક જે કોઈ પુરુષાર્થ કરે તે મોક્ષનો અધિકારી છે. એમણે કહ્યું, न वि मुंडिएण समणो न ओंकारेण बंभणो । न मुनि रण्णवासेणं कुसचीरेण न तावसो ।। उत्तराध्ययन सूत्र, २५-३१ ફિક્ત મસ્તક મુંડાવવાથી શ્રમણ થવાતું નથી, ફક્ત ઓમકાર બોલવાથી બ્રાહ્મણ થવાતું નથી, ફક્ત અરણ્યમાં રહેવાથી મુનિ થવાતું નથી અને ફક્ત કુશનું વસ્ત્ર ધારણ કરવાથી તાપસ થવાતું નથી.] समयाए समणो होई बंभचेरेण बंभणो । नाणेण ऊ मुनि होई तवेण होई तावसो ।। ઉત્તરાધ્યયન સૂત્ર, ર-રૂર સમતાથી સાધુ થવાય છે, બ્રહ્મચર્યના પાલનથી બ્રાહ્મણ થવાય છે, જ્ઞાનપ્રાપ્તિથી મુનિ થવાય છે અને તપશ્ચર્યા કરવાથી તાપસ થવાય છે.) ઈશ્વરકૃપા પર આધાર રાખીને પ્રારબ્ધને સહારે જીવતા માનવની ગુલામી એમણે દૂર કરી, પુરુષાર્થનો ઉપદેશ આપ્યો અને કહ્યું, દેવ ભલે મોટો હોય, ગમે તેવું તેમનું સ્વર્ગ હોય, પણ માણસથી મોટું કોઈ નથી. માણસ માનવતા રાખે તો દેવ પણ એના ચરણમાં રહે !” માણસે આ માટે સત્યનો ને પ્રેમનો આગ્રહ રાખવો જોઈએ. પ્રત્યેક માણસ પોતાના કાર્ય, ગુણ અને શ્રમથી મહાન થઈ શકે. આ માટે ઉચ્ચ જાતિ, ઉચ્ચ કુળ અને ઉચ્ચ ઘેર જન્મ લેવાની જરૂર નથી.” ૧૦ ] a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2, “ધર્મ સાધુ માટે છે, ને ગૃહસ્થ લીલાલહેર કરવાની છે, એ માન્યતા સાવ ભૂલભરેલી છે. સાધુની જેમ સંસારી-ગૃહસ્થના પણ ધર્મ છે. સાધુ સર્વાશે - સૂક્ષ્મ રીતે - વ્રતનિયમ પાળે, ગૃહસ્થ યથાશક્તિ સ્થૂળ રીતે પાળે. એ માટે સાધુએ પાંચ મહાવ્રતને અને ગૃહસ્થ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત ને ચાર શિક્ષાવ્રત – એમ બાર વતવાળા ધર્મથી જીવતરનું ઘડતર કરવું જોઈએ. એમ કરે તો માનવીનો બેડો પાર થઈ જાય.” अप्पाणमेव जुज्झाहि, किं ते जुज्डोण बहाओ । अप्पाणमेव अप्पाणं, जड़त्ता सुहमेहए ।। [એમણે કહ્યું કે કુર્જેય યુદ્ધમાં જે હજારો યોદ્ધાઓને જીતે છે તેને બદલે જે એકલો પોતાની જાતને જીતે છે તેનો એ વિજય પરમ વિજય ગણાય છે.] આત્મશક્તિનો મહિમા : મહાવીરે જગતને આત્માની અને શરીરની શક્તિની પરીક્ષા કરી બતાવી. એમણે સાધનાકાળનાં સાડા બાર વર્ષ દરમિયાન ફકત ૩૪૯ દિવસ અને તેય એક જ ટેક જે મળ્યું તે ભોજન લીધું. બાકીના તમામ દિવસોમાં પાણી વાપર્યા સિવાયના ઉપવાસ કર્યા. પોતાના સાધક જીવનના ૪,૫૧૫ દિવસમાંથી ૪,૧૬૬ દિવસ નિર્જલ તપશ્ચર્યા કરી હતી. હજારો માઈલ પગપાળા ચાલતા હતા. દેહ પર વસ્ત્ર નહીં, માથે છત્ર નહીં, પગમાં પગરખાં નહીં, આમ એમણે બતાવ્યું કે માણસના આત્માનું બળ અજબ છે. એમણે કહ્યું, પોતાના આત્મા સાથે જ યુદ્ધ કર. બાહ્ય શત્રુઓ સાથે યુદ્ધ કરવાનું પ્રયોજને ય શું છે ? આત્મા દ્વારા આત્માને જીતીને જ મનુષ્ય સુખ પ્રાપ્ત કરે પ્રભુ મહાવીર સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાનો સંઘ સ્થાપ્યો. આવો સંઘ તીર્થ કહેવાય છે, તીર્થંકરો પોતાના રાગ-દ્વેષ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરે છે. એટલે તેઓ જિન કહેવાય છે. આ જિનના અનુયાયી તે જૈન. ભગવાન મહાવીર અને એમના મુખ્ય ગણધર ગૌતમસ્વામી વચ્ચેના સંવાદોમાં જૈન 0 ૧૧ ]Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27