Book Title: Vartaman Samayma Jain Tattva Darshanni Prastutata
Author(s): Kumarpal Desai
Publisher: B J Adhyayan Sanshodhan Bhavan

View full book text
Previous | Next

Page 7
________________ a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2, સ્વર્ગના શોખીન થોડા માણસોએ પૃથ્વી પરના વિશાળ જનસમાજ માટે નર્ક ખડું કરી દીધું હતું. પરલોકની મીઠી લાલચ આપીને આ લોકને દુ:ખી કરી નાખ્યો હતો. માણસ પ્રારબ્ધને ખોળે જઈને બેઠો હતો. પોતાનાં હાથ, પગ અને મગજ નિષ્ક્રિય કરીને પુરુષાર્થથી પરવારી ગયો હતો. એ એમ માનવા લાગ્યો હતો કે જે કાંઈ થાય તે પ્રારબ્ધથી થાય છે, પણ એ વાતને સ્વીકારતો નહોતો કે પ્રારબ્ધ પણ ઘડાય છે પુરુષાર્થથી. પ્રયત્નને બદલે પામરતાને સહારે જીવન ગાળતો હતો. એ સમયે મંદિરો માયા અને મદનાં ધામ બન્યાં હતાં. યજ્ઞ અને દક્ષિણા એનાં મુખ્ય કાર્ય બન્યાં હતાં. પોતાનાં પાપ ધોવા કાજે બીજાનું લોહી રેડવામાં ધર્મ માનતો. હજારો પશુઓ વેદી પર પોતાનો જાન ગુમાવતાં અને મારનાર માનતો કે એને સ્વર્ગની પ્રાપ્તિ થશે. જ્ઞાન પર મુઠ્ઠીભર લોકોનો કબજો હતો. તપ પણ અમુક લોકોના તાબામાં હતું. ગરીબ અને હલકા વર્ણને વળી જ્ઞાન શું ? સ્ત્રીની સ્થિતિ ભારે કફોડી હતી. એ ગુલામની પણ ગુલામ હતી. એને પરિગ્રહ-માલસામાન જેવી સંઘરવાની વસ્તુ માનવામાં આવતી હતી. એનું સ્વતંત્ર વ્યક્તિત્વ એ યુગને અણગમતું હતું. કોઢના પશુની મુક્તિ સરળ હતી, પરંતુ મૃત્યુ વિના સ્ત્રીની મુક્તિ અસંભવિત હતી. ચારે વર્ણ ઊંચનીચના ભાવથી સાપ-નોળિયાની જેમ વર્તતા હતા. જન્મજાત મોટાઈનો ભારે કેફ હતો. દાસ અને અછૂતની દુર્દશાનો કોઈ પાર નહોતો. એને પૃથ્વી પર રહેવા ઘર નહોતું. મોટા લોકોના બેફામ જુલ્મો અને અવિચારી ત્રાસ મૂંગે મોઢે સહેવા પડતા. વિશ્વમૈત્રીનું દર્શન : ભગવાન મહાવીરે કહ્યું કે જ્ઞાન માત્ર જ્ઞાની માટે નથી, સામાન્ય માનવી માટે પણ છે. સામાન્ય લોકો સમજે એ રીતે એમની ભાષામાં બોલવું જોઈએ. એ સમયે જનસામાન્યની ભાષા અર્ધમાગધી હતી. ભગવાન મહાવીરે સહુને સમજાય એવી અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો. મહાવીરનો ઉપદેશ સહુને સમજાયો અને બધાને માટે આત્મકલ્યાણનાં દ્વાર ખુલ્લાં થયાં. ભગવાન મહાવીરે સ્ત્રીને સ્વતંત્રતા બક્ષવા માટે બે મહાન સુધારા કર્યા. એક તો વ્રતમાં u ૮ ] u વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2 બ્રહ્મચર્યને સ્થાન આપ્યું અને બીજું સ્ત્રી સંન્યાસિની થઈ દીક્ષિત થાય તો સર્વ બંધનોમાંથી મુક્ત બને એમ કહ્યું. એમણે નારીને આધ્યાત્મિકતાના સર્વોચ્ચ શિખરે પહોંચવાની દીવાદાંડી દર્શાવી. આર્યા ચંદનાને દીક્ષા મળતાં એ યુગમાં મહાન સામાજિક અને ધાર્મિક પરિવર્તન આવ્યું. વળી ભગવાન મહાવીરે એમને સાધ્વી સમુદાયની પ્રમુખ બનાવીને નારીજાતિને નવો પ્રકાશ અને વિરલ આદર્શ આપ્યા. ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ સ્થાપવાને કારણે તેઓ તીર્થકર કહેવાયા. અગિયાર મહાપંડિતોને ત્રિપદીનું જ્ઞાન આપ્યું અને તેમની ગણધરના ગૌરવશાળી પદ પર પ્રતિષ્ઠા કરી. રાઢ નામની અનાર્યભૂમિ અને સ્મશાન જેવા પ્રદેશમાં પણ તેઓએ વિહાર કર્યો. અહિંસાની અગ્નિપરીક્ષા તો હિંસાના દાવાનળ વચ્ચે જ હોય ને ! ભગવાન મહાવીરસ્વામીનો સંદેશો સર્વત્ર ગુંજી રહ્યો. જાતિ અને વર્ણના મહત્ત્વને દૂર કરીને ચારિત્ર્યની મહત્તા સ્થાપી. એમણે કહ્યું, कम्मुणा बंभणो होइ, कम्मणा होइ खत्तिओ । __बड्सो कम्मुणा होइ, सुद्दो होइ कम्मुणा ।। [કર્મથી બ્રાહ્મણ થવાય, કર્મથી ક્ષત્રિય થવાય, કર્મથી વૈશ્ય થવાય અને કર્મથી શુદ્ર થવાય છે.) એમણે શુદ્રોને ગુલામીના અંધકારમાંથી બહાર કાઢયા અને પશુતામાંથી પ્રભુતા આપી. કોઈ પણ વર્ણનો સ્ત્રી-પુરુષ ધર્મ સ્વીકારી શકે છે તેમ કહ્યું. ભગવાન મહાવીરની આ એક મહાન સામાજિક ક્રાંતિ ગણાય. એમણે સમગ્ર પરિસ્થિતિમાં પરિવર્તન આણ્યું. આત્માના ઊંડાણમાંથી ઊગેલા આ સત્યવિચારે સમાજમાં સ્થાયી રૂપ લીધું. तस्सेण मग्गो गुरु-विद्धसेवा विवज्जणा बालजणस्स दूरा । सज्झाय एगंत निसेवणा य सुत्तत्थसचिंतणया धिती य ।। - 3રાધ્યયન સૂત્ર, રૂર-રે

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27