Book Title: Vartaman Samayma Jain Tattva Darshanni Prastutata Author(s): Kumarpal Desai Publisher: B J Adhyayan Sanshodhan Bhavan View full book textPage 6
________________ 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. છે. સામ્યવાદનું પતન થયું. વૈશ્વિકીકરણ અને ઉદારીકરણને પરિણામે થયેલા ‘વિકાસ’ સામે ઘણા પ્રશ્નાર્થો છે અને તેને પરિણામે સર્જાયેલી સમસ્યાઓનો વર્તમાન જગતને આકરો અનુભવ થઈ રહ્યો છે. વૈશ્વિક મંદીએ મૂડીવાદની નિષ્ફળતા પ્રગટ કરી દીધી. હવે વિશ્વ કઈ વિચારધારાનું અનુસરણ કરશે ? મહાસત્તાઓની સત્તાલાલસા એટલી બધી વકરી ગઈ છે કે એ ધારે તે દેશ પર બૉબવર્ષા કરી શકે છે અને પોતાના આર્થિક સ્વાર્થ સિદ્ધ કરવા એ છેલ્લે પાટલે પણ બેસી શકે છે. આજે આણ્વિક શસ્ત્રો માનવસંહાર માટે હાજરાહજૂર છે. એક અમેરિકન વિચારકે કહ્યું કે જો હવે અણુયુદ્ધ ફાટી નીકળે તો દુનિયાની મોટા ભાગની વસ્તીનો નાશ એક પ્રગાઢ ચુંબન જેટલો સમય લે તેટલા સમયમાં થઈ જાય, જોકે હવે તો માનવસંહારને માટે બીજા ઘણા રસ્તા શોધાઈ રહ્યા છે અને વિશ્વમાં વકરી રહેલા આતંકવાદને કારણે માનવઅસ્તિત્વ ભયમાં આવી રહ્યું છે. આ દુનિયાનો કેટલીય વાર સંહાર કરી શકે એટલાં સંહાર-સાધનો માણસે તૈયાર કર્યા છે, તેથી જ હવે જગતમાં યુદ્ધનો કાળ અને યુદ્ધની તૈયારીનો કાળ એવા બે જ સમયગાળા હોય છે. શાંતિ તો કોઈ દૂરની વાત બની ગઈ છે. પૃથ્વીનો વિનાશ : તીવ્ર ઠંડી કે તીવ્ર ગરમીથી: છેલ્લાં ૩,000 વર્ષમાં ૧૫,000 જેટલાં યુદ્ધો ખેલાયાં છે. બધાં જ પ્રાણીઓમાં પોતાના જાતભાઈઓનો સૌથી વધુ નાશ કરવાનું ‘ગૌરવ' મનુષ્યજાતિ ધરાવે છે. હવે જો યુદ્ધ થાય તો અણુશસ્ત્રોને પરિણામે આ પૃથ્વી પર ‘ન્યુક્લિયર વિન્ટર’ સર્જાશે અને એવો શીતયુગ વ્યાપી જાય કે આજનો આપણો એક નહીં, પણ આવા એક સો સૂર્ય પણ એની ઠંડીને ફેડી શકશે નહીં. બીજી બાજુ ‘ગ્લોબલ વોર્મિંગને કારણે ગ્રીનલેન્ડ અને એન્ટાર્કિટના હિમપર્વતો ધીરે ધીરે છૂટા પડી રહ્યા છે અને જો એ ઓગળીને પાણી થઈ જશે તો દરિયાકિનારા પર આવેલાં કેટલાંય શહેરો અને ટાપુઓ પર જળપ્રલય આવશે. આ પરિસ્થિતિમાં રશિયાના વિખ્યાત સર્જક મૅક્સિમ ગૉર્કીના જીવનની એક ઘટનાનું સ્મરણ થાય છે. રશિયાનાં ગામડાંઓમાં જઈને મૅક્સિમ ગૉર્કી 0 ૬ ] 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2 વિજ્ઞાનની સિદ્ધિઓ વિશે વાત કરતો હતો. એ કહેતો કે વિજ્ઞાનને પરિણામે માનવી આકાશમાં ઊડી શકે છે. દરિયાના તળિયે ખાંખાંખોળા કરી શકે છે. મોટું ખેતર એ પળવારમાં ખેડી શકે છે. એક નાનકડા ગામમાં મૅક્સિમ ગાંક વિજ્ઞાનની અદ્ભુત સિદ્ધિ વિશે પ્રવચન આપતો હતો, ત્યારે એક વૃદ્ધ પુરુષે પૂછવું : ‘તમે માનવીને આકાશમાં ઊડતાં અને દરિયાના તળિયે પહોંચતાં કેમ આવડવું તે બતાવ્યું, પણ આપણને આ દુનિયામાં ધરતી પર કેમ રહેવું એ આવડતું નથી તેનું શું ?” વૃદ્ધનો પ્રશ્ન સાચો અને માર્મિક હતો. ધરતી પર માનવીએ કેમ રહેવું તે શીખવવું એ જ પ્રત્યેક ધર્મનું હાર્દ છે. આથી જ ‘ઘાર્થતં તિ ઘમં:” અર્થાત્ જેનાથી આપણે સારી રીતે જીવન જીવી શકીએ તે ધર્મ એમ કહેવાયું છે. - આજે તો માનવીએ વિનાશક અણુશસ્ત્રો સર્જીને ભસ્માસુરને જગાડ્યો છે, જે ભસ્માસુર ખુદ માનવજાતિને જ સ્વાહા કરી જાય તેવો છે. સ્ટારવોર્સ જગતને ઘેરીને બેઠી છે. આવતી કાલે ટૅન્ક, રોકેટ કે બૉબ નકામાં બની જશે. ઝેરી વાયુ કે માનસ-પ્રભાવ કરતાં યુદ્ધો ખેલાશે. શસ્ત્રોનાં રૂપ બદલાય છે, પણ માનવીની હિંસક વૃત્તિમાં તો વધુ ને વધુ ઘી હોમાય છે, આથી જ માનવજાત આજે અહિંસા, કરુણા, સર્વધર્મસમભાવ અને વિશ્વશાંતિ જેવી ભાવનાઓ પ્રતિ આશાભરી મીટ માંડે છે. અહીં એ વિચાર કરીએ કે જૈનદર્શનનાં કયાં તત્ત્વો આ ભૂલી-ભટકી, મુંઝાયેલી – અકળાયેલી અને હિજરાયેલી યાતનાગ્રસ્ત માનવજાતને માટે દિશાસૂચક બની રહે તેમ છે ? આ સંદર્ભમાં જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરના સમય અને એમના સંદેશનો વિચાર કરવો જરૂરી બને છે , જેમના દ્વારા જૈન ધર્મના સિદ્ધાંતોનો વ્યાપક પ્રસાર કર્યો. ભગવાન મહાવીરનો સમય: વિ. સં. પૂ. ૫૪૩ (ઈ. સ. પૂર્વે પ૯૯)ની ચૈત્ર સુદ ૧૩ની મધ્યરાત્રિએ ભગવાન મહાવીરનો જન્મ થયો. એ સમયે ધરતી પરના જીવો સંતપ્ત હતા. u ૭ ]Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27