________________
a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા , નાખવા માગે છે તે પણ તું જ છે, આમ જાણીને સમજુ માણસ કોઈને હણતો નથી, કોઈના પર શાસન ચલાવતો નથી કે કોઈને પરિતાપ આપતો નથી.”
આચાર્ય ઉમાસ્વાતિએ લખેલા જૈનદર્શનના એક મૂલ્યવાન ગ્રંથ ‘તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું, ‘પરસ્પરોપગ્રહો નીવાનામ્' અર્થાત્ જીવોનું જીવન એકબીજાના સહકારથી ચાલી શકે છે. જૈન તત્ત્વવિચારની અહિંસા એ તાત્ત્વિક વિચારણા, વ્યાપક અનુભવ અને ઉદાત્ત ભાવનાનું પરિણામ છે. સર્વ જીવોની સમાનતાના સિદ્ધાંતમાંથી અહિંસાનો આવિષ્કાર થયો છે.
અહિંસાની ભાવનાની સૂક્ષ્મતા દર્શાવતાં જૈનદર્શન કહે છે કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ સર્વમાં જીવ છે. તેમના અસ્તિત્વનો સ્વીકાર કરીએ. તેમના અસ્તિત્વનો ઇન્કાર એટલે સ્વયંના અસ્તિત્વનો અસ્વીકાર ગણાય. પોતાના અસ્તિત્વનો અસ્વીકાર કરનાર વ્યક્તિ જ આ સર્વ જીવોની ઉપસ્થિતિને નકારી શકે. સ્થાવર અને જંગમ, દૃશ્ય અને અદેશ્ય – તમામ જીવોનું અસ્તિત્વ સ્વીકારનાર વ્યક્તિ જ અહિંસક કહેવાય. આ અહિંસક વિચારણાને જ આજના પર્યાવરણનો પાયો ગણી શકાય.
હિંસા કરવાના વિચારથી જ કર્મબંધ થાય છે. અસત્ય વાણી અને વર્તન એ પણ હિંસા છે. બીજાને આઘાત આપવો અથવા તો બીજાની હિંસક પ્રવૃત્તિને ટેકો આપવો, એની અનુમોદના કરવી તે પણ સૂક્ષ્મ હિંસા છે. પ્રથમ વ્યક્તિના ચિત્તમાં વિચારમાં હિંસા આવે છે પછી તે વાણી અને વર્તનમાં પ્રગટે છે. આથી કહેવાયું છે કે "War is born in the mind of men.' વિચાર, આચાર અને આહાર એ ત્રણેમાં અહિંસા પ્રગટવી જોઈએ. આ અહિંસાના સિદ્ધાંતમાંથી જ સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને અનેકાન્ત પ્રગટે છે. અપરિગ્રહ અને અભય :
પરિગ્રહ અને હિંસા એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલાં છે, આથી અપરિગ્રહ વગર અહિંસાપાલન અશક્ય છે, આથી જ જૈન તત્ત્વદર્શને અહિંસા અને અપરિગ્રહને એક જ આસને બેસાડ્યાં છે. અપરિગ્રહ એ દરિદ્રતા નથી, પરંતુ અનાવશ્યક ભૌતિક સંપત્તિનો ત્યાગ છે. અપરિગ્રહ દ્વારા વિશ્વની આર્થિક
'B ૧૬ ]
1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. સમતુલા પણ જળવાઈ રહે. આ આર્થિક લાભ ક્રૂરતાને પ્રેરે છે. આત્માનુભૂતિ વગર કૂરતા દૂર થતી નથી. સમભાવ વગર કરુણાનો સોત વહેતો નથી. અહિંસા એટલે મૃત્યુ પ્રત્યેની નિર્ભયતા. આનું એક દૃષ્ટાંત જોઈએ.
સંગમ નામના દેવે એક રાત્રિમાં ભગવાન મહાવીરની પરીક્ષા કરવા માટે વીસ જેટલા અનુકુળ ને પ્રતિકુળ વિકટ ઉપસર્ગો આપ્યા. છ-છ મહિના સુધી યોગી મહાવીરને ઉચિત ભિક્ષાન્ન મળ્યું નહીં. આત્માની અગ્નિ પરીક્ષામાં આખરે કાંચન શુદ્ધ નીવડ્યું. હારેલો સંગમ મહાવીરના ચરણમાં પડ્યો ત્યારે ભગવાન મહાવીરના લોચનના છેડે બે આંસુ હતાં. ભગવાન મહાવીરના સમગ્ર જીવનમાં માત્ર એક જ વાર આંસુ જોવા મળે છે અને તે એ માટે કે એમને થયું કે એમને પરેશાન કરવાના હેતુથી સંગમે કેટકેટલાં કર્મ બાંધ્યાં ! આનો અર્થ જ એ કે અહિંસક વ્યક્તિની કરુણાની ધારા શત્રુ તરફ પણ સમાનભાવે અવિરતપણે પ્રવાહિત હોય છે. શત્રુને શત્રુ તરીકે જોનાર વીર. શત્રુને મિત્રની આંખે જોનાર મહાવીર .
ભગવાન મહાવીરની અહિંસા દૃષ્ટિના બે આધારસ્તંભ છે : જીવનમાં અભય અને મૈત્રીનો વિકાસ, જીવનમાં અનાવશ્યક હિંસા વધી ગઈ છે. એમણે કહ્યું,
એસ ખલુ ગંથે – હિંસા ગ્રંથિ છે. એસ ખલુ મોહે – એ મોહ છે. એસ ખલુ મારે – એ મૃત્યુ છે એસ ખલુ ણાએ – એ નરક છે. તં સે અહિયાએ – હિંસા માણસ માટે હિતકારક નથી તં સે અબોહીએ – તે બોધિનો વિનાશ કરનાર છે.
ભગવાન મહાવીર અહિંસાની ભાવનાના માત્ર વ્યાખ્યાકાર નહોતા, બધે તેના પ્રયોગવીર હતા. પોતાના જીવનને અહિંસાના સિદ્ધાંતની પ્રયોગભૂમિ બનાવ્યું. અહિંસાના પ્રયોગોને કારણે જ વર્ધમાનમાંથી મહાવીર બન્યા. જે દેહ તરફ અનાસક્ત હોય, એ જ અહિંસક થઈ શકે. અનેકવિધ કષ્ટો અને
૧૭ .