Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat

View full book text
Previous | Next

Page 6
________________ ઉપઘાત પ્રારંભમાં પૂર્વાચાર્યોની કૃતિઓ પૈકી ઉપાધ્યાય શ્રીમદ્ ચંદ્રતિલક વિરચિત સંસ્કૃત મહાકાવ્ય શ્રી અભયકુમારનું ભાષાંતર જનસમૂહ સમ્મુખ રજુ કર્યા બાદ વિદ્યમાન આચાર્યની કૃતિનું ભાષાંતર રજુ કરવાનો આ પ્રથમ પ્રસંગ છે. ન્યાયાનિધિ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયાદસૂરીશ્વર પટ્ટપ્રભાવક જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વર મહારાજના શિષ્યરત્ન આચાર્યશ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજીના મુંબાઈના ચાતુર્માસ વખતે તેઓ પાસે અમારા ફંડ માટે કઈ ગ્રંથ તૈયાર કરાવવાની વિનંતિ થતાં તેઓ તરફથી તૈયાર થએલા સંસ્કૃત વૈરાગ્યરસમંજરીના પુસ્તક તરફ અમારું ધ્યાન ખેંચવામાં આવ્યું. અને તેનું ભાષાંતર કરવાથી સામાન્ય વર્ગ પણ લાભ લઈ શકે એવા હેતુથી આ ગ્રંથનું ભાષાંતર કરાવવા નકકી કર્યું અને તે માટે જાણીતા પ્રેફેસર હિરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. પાસે ભાષાંતર તથા વિવેચન તૈયાર કરાવવામાં આવ્યાં છે. આ ગ્રંથમાં વૈરાગ્યને વિષય ઘણું સારી રીતે ચવામાં આવ્યો છે, જે વાંચકોને ખાસ ઉપયોગી થઈ પડશે એવી આશા રાખીએ છીએ. ગ્રંથ તૈયાર થયા બાદ ગ્રંથકર્તા આચાર્યશ્રીને કેટલેક ભાગ વંચાવવામાં આવ્યું હતું તેમજ સમગ્ર ગ્રંથનું શુદ્ધિપત્ર તેમની પાસે તૈયાર કરાવવામાં આવ્યું છે જેથી શાસ્ત્રીય દષ્ટિએ ભૂલ રહે નહિં. તે છતાં જે કાંઈ ન્યૂનતા રહી જતી હોય તે તરફ વિદ્વાન વાંચક વર્ગ અમારું ધ્યાન ખેંચવા કૃપા કરશે તે બીજી આવૃત્તિ વખતે સુધારો કરવામાં આવશે. આશા છે કે જાહેર પ્રજા અમારા આ પ્રયાસને ટેકો આપશે અને તેમ કરી બીજાં પુસ્તકને અડધી કીંમતે પ્રચાર કરવામાં મદદ કરશે. અત્રે આ ફંડને ટુંક ઈતિહાસ રજુ કરે 5 ધારીએ છીએ. મહૂમ શેઠ નગીનભાઈ મંછુભાઈ ઝવેરીએ પિતાની પાછળ રૂ. ૨૫૦૦૦) અંકે પચ્ચીસ હજારની રકમ કાઢી જૈન ધર્મનાં પુસ્તકે પ્રસિદ્ધ કરવા માટે એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 522