Book Title: Vaani Vyavahar Ma
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 5
________________ સંપાદકીય સવારે જાગ્યા ત્યાંથી સૂતાં સુધી અવિરત વાણીનો વ્યવહાર દરેકને ચાલતો જ હોય છે. અરે, ઊંઘમાં ય કેટલાંક બબડતા હોય છે !!! વાણીનો વ્યવહાર બે રીતે પરિણમતો હોય છે. કડવો યા તો મીઠો ! મીઠો તો હોંશે હોંશે ઊતરી જાય પણ કડવો ગળે ના ઊતરે ! કડવા-મીઠા બન્નેમાં સમભાવ રહે, બેઉ સરખી જ રીતે ઊતરી જાય એની સમજ જ્ઞાનીઓ આપતાં જ રહેતા હોય છે ! આ કાળને આધીન વ્યવહારમાં વાણી વિશે લગતા તમામ ફોડ પરમ પૂજ્ય દાદાશ્રીએ આપ્યા છે. એમને લાખો પ્રશ્નો પૂછયા છે, બધી જ જાતના, સ્થૂળતમથી લઈને સૂક્ષ્મતમ સુધીના, આડા-અવળા, સીધા-વાંકા તમામ પ્રકારે પૂછાયા છે છતાં તે જ ક્ષણે સચોટ ને સંપૂર્ણ સમાધાનકારી જવાબો આપતાં. તેઓશ્રીની વાણીમાં પ્રેમ, કરુણા ને સચ્ચાઈનો સંગમ છલકાતો દેખાય ! પરમ પૂજ્ય દાદાશ્રી કાયમ જે હોય તેને પ્રેમથી કહે, “પૂછો, પૂછો, તમારા તમામ ખુલાસા મેળવીને કામ કાઢી લો.' તમને ના સમજાય તો ફરી ફરી પૂછો પૂર્ણ સમાધાન ના થાય ત્યાં સુધી અવિરત પૂછ્યા જ કરો, સંકોચ વિના ! અને તમને ના સમજાય તેમાં તમારી ભૂલ નહીં, સમજાવનારની અધુરપ છે, કચાશ છે ! અમારાથી બહુ ઝીણી વાત છે, ‘તમને ના સમજાય’ એમ કહીને તમારા પ્રશ્નને ઊડાડી ના દેવાય. એવું કરે તે તો કપટ કર્યું કહેવાય ! પોતાની પાસે જવાબ ના હોય તે પછી સામાની સમજવાની 6 કચાશ કરીને ઊડાડી દે ! દાદાને સાંભળ્યા હોય અગર તો તેમની વાણી વાંચી હોય, ઝીણવટથી તેને મન-વચન-કાયાની એકતાવાળા, કથણી સાથે વર્તનવાળા દરઅસલ જ્ઞાનીની ઈમેજ પડ્યા વગર ના રહે ! તેને પછી બીજે બધે નકલી ઈમેજ પણ લાગ્યા વગર ના રહે ! પ્રસ્તુત ‘વાણી, વ્યવહારમાં...' પુસ્તકમાં વાણીથી ઉત્પન્ન થતી અથડામણો અને એમાં કઈ રીતે સમાધાનકારી ઉકેલ લાવવાં ? તેમ જ પોતાની કડુ વાણી, આઘાતી વાણી હોય, તો તેને કઈ સમજણે ફેરફાર કરવો ? કોઈ પ્રત્યે એક નેગેટીવ શબ્દ બોલ્યા, તો તેની પોતાને શી રીએકશનમાં અસર આવશે ? વાણીથી તરછોડ મારવી, વાણી જ એવી કઈ રીતે ફેરવવી કે તરછોડો રૂઝાઈ જાય ? વાણીના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સૈદ્ધાંતિક ફોડથી માંડીને દૈનિક વ્યવહાર જીવનમાં પતિ-પત્ની વચ્ચે, માબાપ-છોકરાં વચ્ચે, નોકર-શેઠ વચ્ચે, જે વાણી વપરાય છે, તે કેવી સમ્યક્ પ્રકારે હોવી જોઈએ, તેનાં પ્રેક્ટીકલ દાખલાઓ આપી સુંદર સમાધાન કરાવે છે. એ દાખલા જાણે આપણા જ જીવનનો અરીસો હોય એમ લાગે ! હૃદય સોંસરવું ઊતરી મુક્ત કરાવે ! યથાર્થ જ્ઞાનીને ઓળખવા અતિ અતિ મુશ્કેલ છે. હીરાને પારખવા ઝવેરીપણું જોઈએ તેમ દાદાને ઓળખવા પાકાં મુમુક્ષુની દ્રષ્ટિ કેળવવી જરૂરી છે ! આત્માર્થ સિવાય અન્ય કશા માટે નથી નીકળી, એ સ્યાદ્વાદ વાણી જ્ઞાનીની યુગો યુગો સુધી મોક્ષમાર્ગના પથને અજવાળતી રહેશે. એવી તો જબરજસ્ત વચનબળવાળી આ નિશ્ચય-વ્યવહાર બન્નેને પ્રતિપાદિત કરતી વાણી વહી છે, જેનો વ્યવસ્થિત અભ્યાસ કરી સ્વરૂપની પ્રાપ્તિ જરૂર થાય તેમ છે, એક કલાકમાં જ !!! 7 - ડૉ. નીરુબહેન અમીનના જય સચ્ચિદાનંદ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49