Book Title: Vaani Vyavahar Ma
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 46
________________ વાણી, વ્યવહારમાં... ૭૫ દાદાશ્રી : જાગૃતિ એવી રાખવાની કે આ બોલ બોલવામાં કોને કોને કેવી રીતે પ્રમાણ દુભાય છે, એ જોવાનું છે. વાણી, વ્યવહારમાં... દાદાશ્રી : એ દેખાયા કરતું હોય તેથી જ અવળું થાય છે ને ! એ પૂર્વગ્રહો ને એ બધું જ નડે છે ને ! “ખરાબ છે, ખરાબ છે એવો પૂર્વગ્રહ થયેલો તે પછી વાણી નીકળે તો એવી ખરાબ જ નીકળે ને ! પ્રશ્નકર્તા : સામા જોડે વાતચીત કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ ? જેને મોક્ષે જવું હોય, તેણે “આમ કરવું જોઈએ કે તેમ ના કરવું જોઈએ” એવું ના હોય. જેમ તેમ કરીને પતાવટ કરીને ચાલવા માંડવાનું. એમાં પકડી ના રાખે. જેમ તેમ કરીને ઉકેલ લાવે. દાદાશ્રી : એક તો ‘એમની’ સાથે વાત કરવી હોય તો તમારે એમના “શુદ્ધાત્માની પરવાનગી લેવી પડે કે એમને અનુકૂળ આવે એવી વાણી મને બોલવાની પરમ શક્તિ આપો. પછી તમારે દાદાની પરવાનગી લેવી પડે. એવી પરવાનગી લઈને બોલો તો પાંસરી વાણી નીકળે. એમ ને એમ બેફટ બોલ્યા કરો તો પાંસરી વાણી શી રીતે નીકળે ? પ્રશ્નકર્તા : એમ વારે ઘડીએ ક્યાં એની પરવાનગી લેવા જાય ? દાદાશ્રી : વારે ઘડીએ જરૂરે ય નથી પડતી ને ! જ્યારે એવી અવળી ફાઈલો આવે ત્યારે જરૂર પડે. (૫૩૧) ચીકણી ફાઈલ સાથે કંઈ બોલવું હોય તો, પહેલાં એના શુદ્ધાત્મા જોઈ લેવા પછી મનમાં વિધિ બોલવી કે (૧) હે દાદા ભગવાન, (ફાઈલનું નામ) જોડે એના મનનું સમાધાન થાય એવું બોલવાની શક્તિ આપો. પછી (૨) બીજું આપણાં મનમાં બોલવું પડે કે હે ચંદુભાઈ, (ફાઈલ)ના મનનું સમાધાન થાય એવી વાણી બોલજો અને પછી (૩) ત્રીજું બોલવાનું કે, હે પદ્માવતી દેવી, (ફાઈલ)ના મનનું સમાધાન થાય, એમાં સર્વ વિઘ્નો દૂર કરો. (૫૩૨) એક જણને વાણી સુધારવી હતી. આમ ક્ષત્રિય હતો અને બંગડીઓનો વેપાર કરતો'તો. હવે એ બંગડીઓ અહીંથી બહારગામ લઈ જાય. તે શેમાં ? ટોપલામાં લઈ જાય. ટોપલો માથે ઊંચકીને ના લઈ જાય. એક ગધેડી હતી કે, તેની પર આ ટોપલું બાંધીને બહારગામ લઈ જાય. ત્યાં આગળ એ ગામમાં બધાને બંગડીઓ વેચીને પછી રાતે વધી એ પાછો લઈને આવતો રહે. એ વારે ઘડીએ પેલી ગધેડીને કહે છે ‘હતુ ગધેડી, ચાલ જલદી’ આમ કરતો કરતો હાંકીને જાય ને, તે એક જણે એને સમજણ પાડી કે, “ભઈ, તું આ ત્યાં આગળ ગામોમાં ક્ષત્રિયાણીઓને બંગડીઓ ચઢાવે છે. તે અહીં તને આ ટેવ પડી જશે ને ત્યાં કોઈક દહાડો ગધેડી બોલીશ તો મારી મારીને તારું તેલ કાઢી નાખશે તે લોકો.' ત્યારે એ કહે છે, “વાત તો સાચી છે. એક ફેરો હું એવું બોલી ગયેલો. મારે પસ્તાવું પડ્યું'તું.” ત્યારે પેલો કહે છે, “તો તું એ ટેવ જ બદલી નાખ.” “શી રીતે બદલી નાખું ?” ત્યારે પેલો કહે છે, “ગધેડીને તારે કહેવું કે હેંડ બા, હેંડ બા, બેની હેંડો.” હવે એવી ટેવ પાડી એટલે ત્યાં આગળ “આવ બા, આવ બા’ એમ તેમ એણે ફેરવી નાખ્યું પણ. આવ બા, આવ બા” કરવાથી ગધેડીને એની પર આનંદ થઈ જવાનો છે ? પણ એ ય સમજી જાય કે આ સારા ભાવમાં છે. ગધેડી ય એ બધું સમજે. આ જાનવરો બધું સમજે, પણ બોલે નહીં બિચારાં. પ્રશ્નકર્તા : ઘણી વખત એવું નથી બનતું કે આપણને સામાનો યુપોઈન્ટ જ ખોટો દેખાતો હોય, એટલે પછી આપણી વાણી કર્કશભરી નીકળે ? એટલે આમ ફરે ને ! પ્રયોગ કંઈ કરીએ તો વાણી ફરે. આપણે

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49