Book Title: Vaani Vyavahar Ma
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 44
________________ વાણી, વ્યવહારમાં... રૂમમાં ત્યાં બેઠા હોત તો શું થાત ? તો કશો રોગ ઊભો ના થાત. એટલે અહીં આવ્યા તે ભૂલનો રોગ છે ! આપણે એ ભૂલ ભાંગી નાખીએ. આપણે એમ માનોને કે ત્યાં જ બેઠા હતાં. ને આ નહોતું સાંભળ્યું એટલે એ ભૂલ ભાંગી નાખીએ. ૩૧ આપણો છોકરો મોટો થયો હોય ને સામો થઈ જતો હોય તો જાણવું કે આ આપણું ‘થર્મોમીટર’ છે. આ તમારે ધર્મ કેટલો પરિણામ પામ્યો છે, એના માટે થર્મોમિટર’ ક્યાંથી લાવવું ? ઘરમાં ‘થર્મોમિટર’ મળી આવે તો પછી બહાર વેચાતું લેવા ના જવું પડે ! છોકરો ધોલ મારે, તો પણ કષાય ઉત્પન્ન થાય નહીં, ત્યારે જાણવું કે હવે મોક્ષમાં જવાના આપણે. બે-ત્રણ ધોલો મારે તો ય પણ કાય ઉત્પન્ન ના થાય, એટલે જાણવું કે આ છોકરો જ આપણું થર્મોમીટર છે. એવું થર્મોમીટર બીજું લાવીએ ક્યાંથી ? બીજો કોઈ મારે નહીં. એટલે આ થર્મોમીટર છે આપણું. (૫૨૦) આ તો નાટક છે ! નાટકમાં બૈરી-છોકરાંને પોતાનાં કાયમનાં કરી લઈએ તે કંઈ ચાલી શકે ? નાટકમાં બોલે તેમ બોલવામાં વાંધો નહીં કે, ‘આ મારો મોટો દીકરો, શતાયુ થા.' પણ બધું ઉપલક, ‘સુપરફલુઅસ’ નાટકીય. આ બધાંને સાચાં માન્યાં તેનાં જ પ્રતિક્રમણ કરવાં પડે છે. જો સાચું ના માન્યું હોત તો પ્રતિક્રમણ કરવાં ના પડત. જ્યાં સત્ય માનવામાં આવ્યું ત્યાં રાગ ને દ્વેષ શરૂ થઈ જાય, અને પ્રતિક્રમણથી જ મોક્ષ છે. આ ‘દાદા’ દેખાડે છે તે ‘આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન'થી મોક્ષ છે. (૫૨૨) એક ફેરો એક માણસ જોડે મારુ મગજ જરા તપી ગયેલું, રસ્તામાં હું તેને વઢતો હતો. તે લોક તો મને ટકોર મારેને કે આ બજારમાં વઢવાડ તમારાથી થાય ? એટલે હું તો ઠંડો પડી ગયો કે શી ભૂલ થઈ ? પેલો વાણી, વ્યવહારમાં... આડું બોલે છે અને આપણે વઢીએ છીએ એમાં તે શી મોટી ભૂલ થઈ ? પછી મેં એમને કહ્યું કે આ આડું બોલતો હતો તેથી મારે જરા વઢવો પડ્યો. ત્યારે પેલા કહે છે કે એ આડું બોલે તો ય તમારાથી વઢવાનું ના થાય. આ સંડાસ ગંધાય તો બારણાને લાતો માર માર કરીએ તો એ સંડાસ ક્યારે સુગંધીવાળું થાય ? એમાં કોને નુકસાન ગયું ? તેનો સ્વભાવ જ ગંધાવાનો છે. તે દહાડે મને જ્ઞાન નહીં થયેલું. એ ભઈએ મને આવું કહ્યું, તે મેં તો કાનની બુટ્ટી પકડી. મને સરસ દાખલો આપ્યો કે એ સંડાસ ક્યારે સુધરે ? (૫૨૪) ૧૧. મશ્કરીતાં જોખમો... પ્રશ્નકર્તા : વચનબળ કેવી રીતે ઉત્પન્ન થાય ? દાદાશ્રી : એક પણ શબ્દ મશ્કરી માટે વાપર્યો ના હોય, એક પણ શબ્દ ખોટા સ્વાર્થ કે પડાવી લેવા માટે ના વાપર્યો હોય, શબ્દનો દુરુપયોગ ના કર્યો હોય, પોતાનું માન વધે એટલા માટે વાણી ના બોલ્યા હોય, ત્યારે વચનબળ ઉત્પન્ન થાય છે. ૭૨ પ્રશ્નકર્તા ઃ પોતાના માનને માટે અને સ્વાર્થને માટે બરોબર છે પણ મશ્કરી કરી, તેમાં શો વાંધો છે ? દાદાશ્રી : મશ્કરી કરી તે તો બહુ ખોટું. એના કરતાં માન આપો,તે સારું ! મશ્કરી તો ભગવાનની થઈ કહેવાય ! તમને એમ લાગે છે કે આ ગધેડા જેવો માણસ છે ‘આફટર ઓલ’ એ શું છે, એ તપાસ કરી લો !! ‘આફટર ઓલ’ એ તો ભગવાન જ છે ને ! (૫૨૫) મને મશ્કરીની બહુ ટેવ હતી. મશ્કરી એટલે કેવી કે બહુ નુકસાનકારક નહીં, પણ સામાને મનમાં અસર તો થાય ને ! આપણી બુદ્ધિ વધારે

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49