Book Title: Vaani Vyavahar Ma
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 45
________________ વાણી, વ્યવહારમાં... ૭૩ ૭૪ વાણી, વ્યવહારમાં.. વધેલી હોય, તેનો દુરુપયોગ શેમાં થાય ? ઓછી બુદ્ધિવાળાની મશ્કરી કરે એમાં ! આ જોખમ જ્યારથી મને સમજાયું. ત્યારથી મશ્કરી કરવાની બંધ થઈ ગઈ. મશ્કરી એ કંઈ થતી હશે ? મશ્કરી એ તો ભયંકર જોખમ છે, ગુનો છે ! મશ્કરી તો કોઈની ય ના થાય. (પ૨૮) કરવાની શક્તિ હોય છે જ અને એનું જોખમે ય એટલું જ છે પછી. એટલે અમે આખી જિંદગી જોખમ વહોરેલું, જોખમ જ વહોર વહોર કરેલું. પ્રશ્નકર્તા: મશ્કરી કરવામાં જોખમ શું શું આવે ? કઈ જાતનાં જોખમ આવે ? છતાં ય એવી મશ્કરી કરવામાં વાંધો નથી કે જેનાથી કોઈને દુઃખ ના થાય અને બધાને આનંદ થાય. એને નિર્દોષ ગમ્મત કહી છે. એ તો અમે અત્યારે ય કરીએ છીએ, કારણ મૂળ જાય નહીં ને ! પણ એમાં નિર્દોષતા જ હોય ! અમે ‘જોક' કરીએ, પણ નિર્દોષ ‘જોક' કરીએ. અમે તો એનો રોગ કાઢીએ ને એને શક્તિવાળો બનાવવા માટે ‘જોક' કરીએ. જરા ગમ્મત આવે, આનંદ આવે ને પાછું એ આગળ વધતો જાય. બાકી એ ‘જોક' કોઈને દુઃખ ના કરે. આવી આ ગમ્મત જોઈએ કે ના જોઈએ ? પેલો ય સમજે કે આ ગમ્મત કરે છે, મશ્કરી નથી કરતા. દાદાશ્રી : એવું છે, કે કોઈને ધોલ મારી હોય છે જે જોખમ આવે તેના કરતાં આ મશ્કરી કરવામાં અનંતગણું જોખમ છે. એને બુદ્ધિ પહોંચી નહીં એટલે તમે એને તમારા લાઈટથી તમારા કબજામાં લીધો. એટલે પછી ત્યાં આગળ ભગવાન કહેશે, ‘આને બુદ્ધિ નથી, તેનો આ લ્હાવો લે છે ?” ત્યાં આગળ ખુદ ભગવાનને આપણે સામોવાળિયો કર્યો. પેલાને ધોલ મારી હોત તો તો એ સમજી ગયો. એટલે પોતે માલિક થાય. પણ આ તો બુદ્ધિ પહોંચતી જ નથી, એટલે આપણે એની મશ્કરી કરીએ એટલે પેલો માલિક પોતે ના થાય. એટલે ભગવાન જાણે કે “ઓહોહો, આને બુદ્ધિ ઓછી છે, તેને તું સપડાવે છે ?! આવી જા.' સામાવળિયો એને બદલે ભગવાન થઈ બેસે, એ તો પછી આપણા સાંધા તોડી નાખે. (૫૨૮) હવે આ અમે કોઈની ગમ્મત કરીએ, તો એના ય અમારે પ્રતિક્રમણ કરવાં પડે. અમારે એમ ને એમ એવું ચાલે નહીં. (૫૬) ૧૨. મધુરી વાણીતા, આમ સેવો કારણો ! બાકી, મેં બધી જાતની મશ્કરીઓ કરેલી. હંમેશાં બધી જાતની મશ્કરી કોણ કરે ? બહુ ટાઈટ બ્રેઈન હોય તે કરે. હું તો લહેરથી મશ્કરી કરતો હતો બધાંની, સારા સારા માણસોની, મોટા મોટા વકીલોની. ડોકટરોની મશ્કરી કરતો. હવે એ બધો અહંકાર તો ખોટો જ ને ! એ આપણી બુદ્ધિનો દુરુપયોગ કર્યોને ! મશ્કરી કરવી એ બુદ્ધિની નિશાની પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્યા પછી અમારી વાણી બહુ જ સરસ થઈ જશે, આ જ જન્મમાં જ ? દાદાશ્રી : ત્યાર પછી તો ઓર જ જાતનું હશે. અમારી વાણી છેલ્લામાં છેલ્લી ઢબની નીકળે છે, એનું કારણ જ પ્રતિક્રમણ છે વ્યવહાર શુદ્ધિ વગર સાદ્વાદ વાણી નીકળે નહીં. વ્યવહાર શુદ્ધિ પહેલી હોવી જોઈએ. (૫૩૦) પ્રશ્નકર્તા : મને તો હજુ ય મશ્કરી કરવાનું મન થયા કરે છે. દાદાશ્રી : મશ્કરી કરવામાં બહુ જોખમ છે. બુદ્ધિથી મશ્કરી પ્રશ્નકર્તા : વાણી બોલતી વખતે કેવા પ્રકારની જાગૃતિ રાખવી ?

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49