Book Title: Vaani Vyavahar Ma
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 6
________________ (દાદા ભગવાન કોણ ?) પ્રગટ્યા ‘દાદા ભગવાન' ૧૯૫૮માં ! જૂન ઓગણીસો અઠ્ઠાવનની એ સમી સાંજનો છએક વાગ્યાનો | સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં: ૩ પરનાં રેલ્વેનાં બાંકડા પર બેઠેલા અંબાલાલ મૂળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા ‘દાદા ભગવાન', | સંપૂર્ણપણે પ્રગટ થયા! અને કુદરતે એ સમયે સર્યું અધ્યાત્મનું અભૂત આશ્વર્ય! એક ક્લાકમાં વિશદર્શન લાધ્યું! જગત શું છે? ક્વી રીતે ચાલે છે? આપણે કોણ? ભગવાન કોણ? જગત કોણ ચલાવે છે? કર્મ શું? મુક્તિ શું? વિ.વિ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા! આમ કુદરતે, જગતને ચરણે એક અજોડ પૂર્ણ દર્શન ધર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ, ચરોતરનાં ભાદરણ ગામનાં પાટીદાર, કંટ્રાક્ટનો ધંધો કરનાર, છતાં પૂર્ણ વીતરાગ પુરૂષ! અક્રમમાર્ગની અદ્ભુત કુદરતની ભેટ ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ ક્લાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત સિધ્ધ થયેલા જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. અક્રમ એટલે ક્રમ વિનાનો અને ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનો ! અક્રમ એટલે લિફ્ટ માર્ગ! શોર્ટકટ ! દાદા ભગવાત કોણ ? તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ'નો ફોડ પાડતા કહેતાં, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ હોય. દાદા ભગવાન તો, ચૌદલોકના નાથ છે, એ તમારામાં ય છે, બધામાં ય છે. પણ તમારામાં પ્રગટ નથી થયેલા, તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું નમસ્કાર કરું છું.” હું કોણ છું ? અનંત અવતારથી ‘પોતેપોતાથી જ ગુપ્ત રહેલો છે!પોતે કોણ ' છે એ જાણવા માટે આ અવતાર છે. એ જાણવાની શું મેથડ? હું કોણ? મારું શું ? I એ વસ્તુ સ્વરૂપ છે ને My સંયોગ સ્વરૂપ છે.fએ ભગવાન ને My એ માયા. નામને My name કહીએ. Body ને My body. My mind, My speech, My ego, My intellect, My |wife, My children, My money, My house કહેવાય. પણ આ am house કહેવાય ? જગતમાં જે જે છે એ બધું My માં જાય છે.1માં શું આવે છે ? બીજું કંઈ જ નહિ. Iએક્લો જ છે. Absolute છે. એ 1 આપણે પોતે જ છીએ, રીયલ છીએ, પરમેનન્ટ છીએ ને My બધું પારકુ છે, રીલેટીવ છે, ટેમ્પરરી છે. રીયલમાં આપણે જે છીએ તે જાણવાનું છે. |1એ આત્મા છે, My એ સંસારની વળગણો છે. જગતકર્તાની વાસ્તવિકતાઓ ! 241 Yld Slectolicej? God is not creator of this world at all. Only scientific circumstancial evidences E 341 ભગવાન જો ક્રીયેટર હોય, અને આ દુનિયા એ ચલાવતો હોય તો તે કાયમનો ઉપરી ઠરત. પછી મોક્ષ જેવી, કર્મ જેવી વસ્તુ જ ના હોત. મોક્ષ અને ઉપરી બે વિરોધાભાસ વાત છે. જે દુનિયા ચલાવે તેને માથે જવાબદારી. પછી આપણને કર્મ જેવું રહે જ નહીં ને! જગત ભગવાને બનાવ્યું, તો ભગવાનને કોણે બનાવ્યો? જગત અનાદિ-અનંત છે. Eternal છે, એનો કોઈ ર્તા નથી કે ચલાવનાર નથી. It happens, બધું સ્વયંભૂ છે. The world is the puzzle itself. God has not puzzled this world at all. God is in every creature whether visible or invisible, not in man made creation ! ભગવાન બીજે કયાંય નથી, જીવમાત્રની મહીં રહેલા છે! કર્તા, નૈમિત્તિક કર્તા! આ જગતમાં કોઈ સ્વતંત્ર ર્તા નથી. પણ નૈમિતિક ર્તા છે. આ જગતમાં કોઈ જગ્યું નથી કે જેને સંડાશ જવાની પણ સ્વતંત્ર શક્તિ હોય! એ તો અટકે ત્યારે ખબર પડે કે આપણી શક્તિ હતી કે નહિ! ભલભલા ડૉક્ટરને ય એનું અટકે ત્યારે બીજા ડૉક્ટરની મદદ લેવી પડે કે નહિ? જ્યાં બીજાની કિંચિત્ માત્ર હેલ્પ લેવી પડે છે તે વસ્તુ પોતે જ પૂરવાર કરે છે કે આપણી સ્વતંત્ર શક્તિ ક્યાંય નથી. કેટલાં બધાં સંયોગો ભેગાં થાય ,

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49