Book Title: Vaani Vyavahar Ma
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 30
________________ વાણી, વ્યવહારમાં.... ૪૩ ૪૪ વાણી, વ્યવહારમાં... હિતકારી છે. હિંસા ના કરવી. બધી આપણી જ જોખમદારી છે. (૪૬૯) જૂઠું બોલવાની તમારી ઇચ્છા ખરી અંદરખાને, મોળી પણ ? પ્રશ્નકર્તા : કોઈનું સારું કામ કરવા માટે આપણે જૂઠું બોલીએ તો કોને દોષ લાગે ? આવું કરી શકાય ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : જૂઠું બોલે તેને દોષ લાગે. પ્રશ્નકર્તા : કોઈ જૂઠું બોલવાનું દબાણ કરે તો ? બીજા કોઈનું સારું થાય છે એટલે તમે જૂઠું બોલો, એમ કોઈ દબાણ કરે તો ? દાદાશ્રી : છતાં બોલાય છે એ હકીકત છે ને ! તે જ્યારે જૂઠું બોલાય ને તમને ખબર પડે કે આ જૂઠું બોલાયું કે તરત ‘દાદા'ની પાસે માફી માગવાની કે ‘દાદા, મારે જૂઠું નથી બોલવું, છતાં જૂઠું બોલાઈ જવાયું. મને માફ કરો. હવે ફરી જૂઠું નહીં બોલું.' અને છતાં ફરી એવું થાય તો વાંધો નહીં રાખવાનો. માફી માગ માગ કર્યા કરવાની. એથી એના ગુના પછી ત્યાં નોંધ ના થાય. માફી માગી એટલે નોંધ ના થાય. (૪૬૧) દાદાશ્રી : તો એમ કહેવું કે, ‘ભઈ, હું તમારા દબાણથી બોલીશ. હું તો પોપટ છું. આ તો તમારા દબાણથી પોપટ થઈને બોલીશ. બાકી, હું નહીં બોલું.’ પછી પોપટ બોલે એવી રીતે બોલજો. તમે જાતે બોલી ના ઊઠશો. પોપટ થઈને બોલો. આપણે કહીએ ‘આયા રામ’ તો પોપટ કહેશે, “આયા રામ.' એવું બોલવું. (૪૬૮) પ્રશ્નકર્તા : આપણે દરરોજ વાતો કરીએ કે આ ખોટું છે, નહોતું બોલવું, છતાં એ કેમ થઈ જાય છે, નથી કરવું છતાં કેમ થઈ જાય છે ? દાદાશ્રી : દોઢ ડહાપણ મહીં ભરીને લાવેલા તેથી. અમે એકે ય દહાડો કોઈને કશું ય કહ્યું નથી કે આવું ના કરવું જોઈએ. જો કહ્યું હોય, તો ય ચેતે તે ઘડીએ. મને “જ્ઞાન” નહીં થયેલું ને, ત્યારે કોર્ટમાં એક ફેરો જવાનું થયું હતું. સાક્ષી આપવાની હતી. ત્યારે વકીલ કહે છે કે, “આ હું તમને કહું એવું તમારે બોલવાનું.” મેં કહ્યું, ‘ના, ભાઈ. હું જાણું છું એટલું બોલીશ. હું કંઈ તમારું કહેલું બોલવાનો નથી.’ ત્યારે એ કહે છે, “મને આ ક્યાં તમારામાં ઊભો રાખ્યો ? હું ખોટો દેખાઉં. મારી આબરૂ જાય. આવા સાક્ષી મળે તો અમારો તો આખો કેસ ઊડી જાય.' ત્યારે મેં કહ્યું, ‘આનો ઉપાય શો ?” ત્યારે વકીલ કહે છે, “અમે કહીએ છીએ એટલું બોલવાનું.” પછી મેં કહ્યું, ‘કાલે વિચાર કરીને કહીશ.’ પછી રાતે મહીંથી જવાબ મળ્યો, કે આપણે પોપટ થઈ જાવ. વકીલના કહેવાથી કહું છું, એવો ભાવ રહેવો જોઈએ ને પછી બોલો. પ્રશ્નકર્તા : આપણે જૂઠું બોલ્યા હોઈએ, તે પણ કર્મ બાંધ્યું જ કહેવાય ને ? દાદાશ્રી : ચોક્કસ વળી ! પણ જૂઠું બોલ્યા હોયને, તેના કરતાં જૂઠું બોલવાના ભાવ કરો છો, તે વધારે કર્મ કહેવાય. જૂઠું બોલવું એ તો જાણે કે કર્મફળ છે. જૂઠું બોલવાના ભાવ જ, જૂઠું બોલાવનો આપણો નિશ્ચય, તે કર્મબંધ કરે છે. આપને સમજમાં આવ્યું ? આ વાક્ય કંઈ હેલ્પ કરશે તમને? હેલ્પ કરશે ? બાકી કોઈના માટે સારા કામ કરો તો બને ત્યાં સુધી જૂઠું બોલવાનું નહીં. કોઈના સારા માટે ચોરી ના કરવી, કોઈના સારા માટે

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49