Book Title: Vaani Vyavahar Ma
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 39
________________ વાણી, વ્યવહારમાં... ધણી જોડે ? (૪૯૫) વાણી, વ્યવહારમાં... એટલે અમારું બધું ડ્રામા જ હોય. હીરાબા ૭૩ વર્ષનાં તો ય મને કહે છે, તમે વહેલા આવજો. મેં કહ્યું, મને ય તમારા વગર ગમતું નથી ! એ ડ્રામા કરીએ તો કેટલો એમને આનંદ થઈ જાય. વહેલા આવજો, વહેલા આવજો કહે છે. તે એમને ભાવ છે એટલે એ કહે છે ને ! એટલે અમે ય આવું બોલીએ. બોલવાનું હિતકારી હોવું જોઈએ. બોલ બોલેલો જો સામાને હિતકારી ના થઈ પડ્યો તો આપણે બોલ બોલેલો કામનો જ શું તે ?! બોલવાનું ઓછું કરી નાંખવું સારું. કોઈને કશું કહેવા જેવું નથી, કહેવાથી વધારે બગડે છે. એને કહીએ કે, ‘ગાડીએ વહેલો જા', તો એ મોડો જાય અને કશું ના કહીએ તો ટાઈમે જાય. આપણે ના હોઈએ તો બધું ચાલે એવું છે. આ તો પોતાનો ખોટો અહંકાર છે. જે દહાડાથી છોકરાં જોડે કચકચ કરવાનું તમે બંધ કરશો તે દહાડાથી છોકરાં સુધરશે. તમારા બોલ સારા નીકળતા નથી, એનાથી સામો અકળાય છે. તમારો બોલ સંઘરતો નથી, ઊલટા એ બોલ પાછા આવે છે. આપણે તો છોકરાને ખાવાનું પીવાનું બનાવી આપીએ ને આપણી ફરજ બજાવીએ, બીજું કહેવા જેવું નથી. કહેવાથી ફાયદો નથી એવું તમને તારણ નીકળે છે ? એક કલાક નોકરને, છોકરાંને કે બઈને ટૈડકાવ ટૈડકાવ કર્યા હોય તો પછી એ ધણી થઈને કે સાસુ થઈને તમને આખી જિંદગી કચડે કચડ કરશે ! ન્યાય તો જોઈએ કે ના જોઈએ ? આ જ ભોગવવાનું. તમે કોઈને દુઃખ આપશો તો દુઃખ તમારે માટે આખી જિંદગીનું આવશે. એક જ કલાક દુઃખ આપો તો તેનું ફળ આખી જિંદગી મળશે. પછી બૂમો પાડો કે “વહુ મને આમ કેમ કરે છે ?” વહુને એમ થાય કે “આ ધણી જોડે મારાથી આમ કેમ થાય છે ?” એને પણ દુઃખ થાય, પણ શું થાય ? પછી મેં તેમને પૂછયું કે ‘વહુ તમને ખોળી લાવી હતી કે તમે વહુને ખોળી લાવ્યા હતા !' ત્યારે એ કહે કે, “હું ખોળી લાવ્યો હતો.’ ત્યારે એનો શો દોષ બિચારીનો ? લઈ આવ્યા પછી અવળું નીકળે. એમાં તે શું કરે, ક્યાં જાય પછી ? (૪૯૨) પ્રશ્નકર્તા છોકરાં એની જવાબદારી સમજીને રહેતાં નથી. દાદાશ્રી : જવાબદારી ‘વ્યવસ્થિત'ની છે, તો એની જવાબદારી સમજેલો જ છે. એને કહેતાં તમને આવડતું નથી. તેથી ડખો થાય છે. સામો માને ત્યારે આપણું કહેલું કામનું. આ તો મા-બાપ બોલે ગાંડું પછી છોકરાં ય ગાંડું કાઢે. પ્રશ્નકર્તા : છોકરાં તોછડાઈથી બોલે છે. કશું જગતમાં કોઈ એક અક્ષરે ય કોઈને કશો કહેવું નહીં. કહેવું એ રોગ છે એક જાતનો ! કહેવાનું થાયને તો એ રોગ મોટામાં મોટો ! બધા પોતપોતાનો હિસાબ લઈને આવેલા છે. આ ડખો કરવાની જરૂર શું તે? અક્ષરે ય બોલવાનો બંધ કરી દેજો. આ તેટલા માટે તો અમે ‘વ્યવસ્થિત’નું જ્ઞાન આપ્યું છે. (૪૯૩) દાદાશ્રી : હા, પણ એ તમે શી રીતે બંધ કરશો ? આ તો સામસામું બંધ થાય તો બધાનું સારું થાય. એટલે એક જ જગતમાં કરવાનું છે. કશું બોલવું નહીં કોઈએ. નિરાંતે જે હોય એ ખઈ લેવું ને આ હેંડ્યા બા સહુ સહુનાં કામ પર, કામ કર્યા કરવાનું. બોલશો કરશો નહીં. તું બોલતી નથી ને છોકરાં જોડે, એક ફેરો મનમાં વિખવાદ પડી ગયો પછી એની લિંક ચાલુ થઈ જાય, પછી મનમાં એના માટે ગ્રહ બંધાઈ જાય કે આ માણસ આવો છે. ત્યારે આપણે મૌન લઈને સામાને વિશ્વાસમાં લેવા જેવું છે. આ બોલ બોલ કરવાથી કોઈનું સુધરે નહીં ! સુધરવાનું હોય તો “જ્ઞાની પુરુષ”ની વાણીથી સુધરે. છોકરાં માટે તો મા-બાપની જોખમદારી છે. આપણે ના

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49