________________
વાણી, વ્યવહારમાં...
૧૯
વાણી, વ્યવહારમાં...
આવવાનું છે.
પોતાની જવાબદારીઓનું ભાન નથી, માટે બેજવાબદારીવાળું બોલશો નહીં. બેજવાબદારીવાળું વર્તન કરશો નહીં. બેજવાબદારીવાળું કશું જ કરશો નહીં. બધું પોઝિટિવ લેજો. કોઈનું સારું કરવું હોય તો કરવા જજો. નહીં તો બૂરામાં પડશો જ નહીં ને બૂરું વિચારશો નહીં. બૂરું સાંભળશો ય નહીં કોઈનું. બહુ જોખમદારી છે. નહીં તો આવડું મોટું જગત, એમાં મોક્ષ તો પોતાની મહીં જ પડ્યો છે ને જડતો નથી ! ને કેટલાય અવતારથી ભટક ભટક કરે છે.
(૪૧૪).
એટલી આપણી નબળાઈ જવી જ જોઈએ કે પ્રતિપક્ષી ભાવ ઉત્પન્ન ના થાય. અને વખતે થયા હોય તો આપણી પાસે પ્રતિક્રમણનું હથિયાર છે, તેનાથી ભૂંસી નાખીએ. પાણી કારખાનામાં ગયું હોય, પણ બરફ થયું નથી ત્યાં સુધી વાંધો નથી. બરફ થઈ ગયા પછી હાથમાં ના રહે. (૪૧૫)
પ્રશ્નકર્તા : વાણી બોલતી વખતનાં ભાવ અને જાગૃતિ પ્રમાણે ટેપિંગ થાય છે ?
- ઘરમાં વહુને ટૈડકાવે તો એ જાણે કે કોઈએ સાંભળ્યું જ નથી ને ! આ તો એમ ને એમ જ છે ને ! નાનાં છોકરાં હોય ત્યારે એમની હાજરીમાં ધણી-બૈરી ગમે તેવું બોલે. એ જાણે કે આ નાનું છોકરું શું સમજવાનું છે ? અલ્યા, મહીં ટેપ થાય છે, તેનું શું ? એ મોટું થશે ત્યારે એ બહાર પડશે !
| (૪૧૫)
દાદાશ્રી : ના. એ ટેપિંગ વાણી બોલતી ઘડીએ થતું નથી. આ તો મૂળ આગળ જ થઈ ગયું છે. અને પછી આજે શું થાય ? છપાયા પ્રમાણે જ વાગે.
પ્રશ્નકર્તા : પાછું અત્યારે બોલીએ, તે વખતે જાગૃતિ રાખીએ તો?
સામાન્ય વ્યવહારમાં બોલવાનો વાંધો નથી. પણ દેહધારી માત્રને માટે કંઈ આડુંઅવળું બોલાયું તો તે મહીં ટેપરેકર્ડ થઈ ગયું. આ સંસારના લોકોની ટેપ ઉતારવી હોય તો વાર કેટલી ? એક જરાક સળી કરો તો પ્રતિપક્ષી ભાવ ટેપ થયા જ કરશે. તારામાં નબળાઈ એવી છે કે સળી કરતાં પહેલાં જ તું બોલવા મંડીશ.
દાદાશ્રી : અત્યારે તમે કોઈને દફડાવો. પછી મનમાં એવું થાય કે આને દફડાવ્યો, તે બરાબર છે.’ એટલે ફરી પાછું તેવા હિસાબનો કોડવર્ડ થયો. અને ‘આને દફડાવ્યો, તે ખોટું થયું.’ એવો ભાવ થયો, તો કોડવર્ડ તમારે નવી જાતનો થયો. ‘આ દફડાવ્યો, એ બરોબર છે.” એવું માન્યું કે એના જેવો જ ફરી કોડ ઊભો થયો અને એનાથી એ વધારે વજનદાર બને. અને ‘આ બહુ ખરાબ થઈ ગયું, આવું ના બોલવું જોઈએ, આવું કેમ થાય છે ?” એવું થાય તો કોડ નાનો થઈ ગયો. (૪૧૭)
પ્રશ્નકર્તા : ખરાબ બોલવું તો નહીં, પણ ખરાબ ભાવ પણ ના આવવો જોઈએ ને ?
પ્રશ્નકર્તા : તીર્થંકરોની વાણીના કોડ કેવા હોય છે ?
દાદાશ્રી : ખરાબ ભાવ ના આવવો જોઈએ, એ વાત ખરી છે. ભાવમાં આવે છે, તે બોલમાં આવ્યા વગર રહેતું નથી. માટે બોલવું જો બંધ થઈ જાય ને, તો ભાવ બંધ થઈ જાય. આ ભાવ એ તો બોલવા પાછળનો પડઘો છે. પ્રતિપક્ષી ભાવ તો ઉત્પન્ન થયા વગર રહે જ નહીં ને ! અમને પ્રતિપક્ષી ભાવ ના થાય અને એવું, ત્યાં સુધી તમારે પણ
દાદાશ્રી : એમણે કોડ એવો નક્કી કરેલો હોય કે મારી વાણીથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુ:ખ થાય નહીં. દુઃખ તો થાય જ નહીં, પણ કોઈ જીવનું કિંચિત્માત્ર પ્રમાણ પણ ના દુભાય. ઝાડનું ય પ્રમાણ