Book Title: Vaani Vyavahar Ma
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 25
________________ વાણી, વ્યવહારમાં... ૩૪ વાણી, વ્યવહારમાં... માણસ કહેવાય ! (૪૪૭) આ તો મારી પચ્ચીસ વરસની ઉંમર, ત્યારની વાત છે. મારે ત્યાં એક જણ આવ્યો. તે દહાડે મને આ રેકર્ડની ખબર ન હતી. તે મને બહુ જ ખરાબ શબ્દ બોલી ગયો, એ સગાવહાલો હતો. પેલાં સગાવહાલાંની જોડે ઝઘડો કર્યો ક્યાં પાલવે ?! મેં એમને કહ્યું, “બેસીને હવે, બેસોને, હવે એ તો ભૂલ થઈ ગઈ હશે ? વખતે ભૂલ થઈ હોય આપણી.” પછી ચા પીવડાવી એમને ટાઢા પાડ્યા. પછી એ મને કહે છે “હું જાઉં છું હવે.” ત્યારે મેં કહ્યું, ‘પેલી પોટલી લેતાં જાવ તમારી. આ જે મને તમે પ્રસાદ આપ્યો હતો, તે મેં ચાખ્યો નથી. કારણ કે તોલ્યા વગરનો હતો, એ તે મારાથી લેવાય નહીં. મારે તો તોલાયેલો માલ હોય તો કામનું. વણતોલ્યો માલ અમે લેતાં નથી. એટલે તમારો માલ તમે લેતા જાવ.” એટલે પેલાં ટાઢાં પડી ગયાં. (૪૪૩) વાણી બોલે તેનો વાંધો નથી. એ તો કોડવર્ડ છે. તે ફાટે ને બોલ્યા કરે, તેનું આપણે રક્ષણ ના કરવું જોઈએ. વાણી બોલો તેનો વાંધો નથી, પણ “અમે સાચા છીએ' એમ એનું રક્ષણ ના હોવું જોઈએ. પોતાની વાતનું રક્ષણ કરવું તે જ મોટામાં મોટી હિંસા છે. પોતાની વાત સાચી જ છે એવું ઠસાવવા જાય તે જ હિંસા છે. | ‘અમે સાચા છીએ', એનું નામ જ રક્ષણ કહેવાય અને રક્ષણ ના હોય તો શું જ નથી. ગોળા બધા ફૂટી જાય અને કોઈને ય વાગે નહીં બહુ. અહંકારનું રક્ષણ કરે, તેનાથી બહુ વાગે છે. (૪૪૮) પ્રશ્નકર્તા : આંતરિક સ્થિતિમાં, એટલે અંતરવિજ્ઞાનમાં એ બોલવાનું કેવી રીતે બને છે અને બોલવાનું બંધ કેવી રીતે થાય છે ? શબ્દ તો ઠંડકે ય આપે અને સળગાવે ય ખરું. એટલે ઇફેક્ટિવ છે. અને ઇફેક્ટિવ વસ્તુ બધી નિશ્ચેતન હોય. ચેતન ઇફેક્ટિવ ના હોય. વિનાશી ચીજ હોય, તે વસ્તુ ઇફેક્ટિવ હોય. આપણું ‘જ્ઞાન’ મળ્યા પછી ગમે તેવી વાણી હોય તો વાણી ઇફેક્ટિવ ના થાય. છતાં હજુ થાય છે, એનું શું કારણ ? પહેલાની અવસ્થાઓ ભૂલ્યા નથી. બાકી ઈફેક્ટ થાય છે, એને તમે જાણ્યું કે સામાની વાણી છે તે રેકર્ડ સ્વરૂપ છે અને એ ‘ચંદુભાઈને કહે છે, ‘તમને નથી કહેતો. એટલે કોઈ પણ રસ્તે ‘તમને અસરકારક ન હોય. (૪૪૬) દાદાશ્રી : સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે બધા. સામાને જેટલું આપવાનું હોય એટલું નીકળે આપણે. અને ના આપવાનું હોય તો આપણે ત્યાં બંધ થઈ જાય. મેં એક ભાઈને કહ્યું'તું દાદરમાં. એ ભાઈ કહે છે, “દાદાની રેવડી દાણે દાણ કરીશ.” એમ કહેતો'તો. એ આવ્યો ત્યારે મેં કહ્યું, “બોલોને કંઈક.” ફરી કહ્યું, ‘બોલોને કંઈક.” પછી એણે તો ચોખ્ખું કહ્યું “અહીં સુધી આવે છે પણ બોલાતું નથી.” લે બોલને ?! આ બોલવાવાળા આવ્યા !! અહીં સુધી આવે છે પણ બોલાતું નથી, મને ચોખ્ખું કહ્યું, એટલે સમજી ગયો. અક્ષરે ય ના બોલાય, મારો હી હિસાબ ચૂકતે છે. પછી તારું ગજું જ શું છે ? ના જે જ 9 છે ? (૪૪૯) એણે કંઈ આવું ન બોલવું જોઈએ, એવું એના હાથમાં નથી. એના ગમે એવાં બોલથી આપણને અથડામણ ના થવી જોઈએ. એ ધર્મ છે. હા. બોલ તો ગમે તેવા હોય. એ કંઈ બોલને એવી શરત હોય છે કે ‘અથડામણ જ કરવી” એ બોલે તો ? (૪૪૭) ૬. વાણીતાં સંયોગ, પર-પરાધીત ! અને આપણા લીધે સામાને ડખો થાય એવું બોલવું એ, મોટામાં મોટો ગુનો છે. ઊલટું એવું કોઈ બોલ્યું હોય તો તેને દાબી દેવું, તેનું નામ પ્રશ્નકર્તા : આપ એવું કહો છો કે, “સ્થળ સંયોગો સૂક્ષ્મ સંયોગો,

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49