Book Title: Vaani Vyavahar Ma
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 23
________________ વાણી, વ્યવહારમાં.. ૨૯ વાણી, વ્યવહારમાં... અમને તરત ખબર પડે કે આ ટેપરેકર્ડ છે. જોખમદારી સમજતો હોય તો બોલે નહીં ને ! અને ટેપરેકર્ડ ય ના વાગે. (૪૩૯) વાણી જડ છે, રેકર્ડ જ છે. આ ટેપરેકર્ડ વાગે છે, તે તેની પહેલાં પટ્ટી ઊતરે છે કે નહીં ? તેવી જ રીતે આ વાણીની પણ આખી પટ્ટી ઊતરી ગયેલી છે. ને તેને સંયોગ મળતાં જ, જેમ પીન વાગે ને રેકર્ડ શરૂ થઈ જાય તેમ વાણી શરૂ થઈ જાય છે. (૪૪) કોઈ શબ્દ આપણને કહે કે “તમે ગધેડા છો, મૂર્ખ છો’ એ આપણને હલાવે નહીં. ‘તમારામાં અક્કલ નથી’ એવું મને કહે તો, હું કહ્યું કે, ‘એ વાતને તું જાણી ગયો એટલું સારું થયું. હું તો પહેલેથી જાણું છું. તે તો આજે જાણ્યું.” એટલે ફરી કહું કે, ‘હવે બીજી વાત કર.” તો નિવેડો આવે કે ના આવે ? ઘણીવાર એમ બને છે કે નહીં કે તમે દ્રઢ નિશ્ચય કર્યો હોય કે સાસુની સામે કે ધણીની સામે નથી બોલવું, છતાં બોલાઈ જાય છે કે નહીં ? બોલાઈ જાય છે. એ શું છે ? આપણી તો ઇચ્છા નહોતી. ત્યારે શું ધણીની ઇચ્છા હતી કે વહુ મને ગાળ દે ? ત્યારે કોણ બોલાવે છે ? એ તો રેકર્ડ બોલે છે અને ઊતરી ગયેલી રેકર્ડને કોઈ બાપો ય ફેરવી ના શકે. (૪૪) આ અક્કલનો જોખ કરવા બેસીએ તો ત્રાજવા કોને ત્યાંથી લાવવાં ? કાટલાં કોને ત્યાંથી લાવવાં ? વકીલ ક્યાંથી લાવવા ?! એનાં કરતાં આપણે કહી દઈએ કે, ‘ભઈ, હા, અક્કલ નથી, એ વાત તો તે આજે જાણી. અમે તો પહેલેથી જાણીએ છીએ. ચાલ, આગળની વાત કરી હવે.’ તે નિવેડો આવે આમાં. સામાની વાત પકડી બેસવા જેવી હોય અને શબ્દો તો બધી ટેપરેકર્ડો બોલે છે. (૪૩૯) ઘણીવાર કોઈ મનમાં નક્કી કરીને આવ્યું હોય કે આજે તો પેલાને આમ સંભળાવું ને તેમ કહી નાખું. અને જ્યારે તેની પાસે જાય ને બીજા બે-પાંચ જણને જુએ, તો અક્ષરે ય બોલ્યા વિના પાછો આવે કે નહીં ? અરે, બોલવા જાય પણ બોબડી ના વળે. એમ બને કે નહીં ? જો તારી સત્તાની વાણી હોય, તો તું ધારે તેવી જ વાણી નીકળે. પણ એવું બને છે ? ક્યાંથી બને ? (૪૪૧) અને કારણ ખોળવાથી શું થયું છે ? આ કારણ ખોળવાથી જ જગત ઊભું થયું છે. કારણ કશામાં ખોળશો નહીં. આ તો ‘વ્યવસ્થિત છે. ‘વ્યવસ્થિત'ની બહાર કોઈ શું બોલવાનો નથી. અમથા એના ઉપર તમે જે મનમાં ધારણ કરો ને, તે તમારી ભૂલ. જગત આખું નિર્દોષ છે. નિર્દોષ જોઈને હું તમને કહું છું કે નિર્દોષ છે. શાથી નિર્દોષ છે જગત ? શુદ્ધાત્મા નિર્દોષ ખરાં કે નહીં ? આ વિજ્ઞાન એવું સુંદર છે ને કે કોઈ રીતે બાધક જ નથી ને ઝટપટ ઊકેલ લાવે એવું છે. પણ આ વિજ્ઞાનને લક્ષમાં રાખે કે દાદાએ કહ્યું છે કે વાણી એટલે બસ રેકર્ડ જ છે, પછી કોઈ ગમે તેવું બોલ્યો હોય કે ફોજદાર ટૈડકાવતો હોય પણ એની વાણી એ રેકર્ડ જ છે, એવું ફીટ થઈ જવું જોઈએ તો આ ફોજદાર ટૈડકાવતો હોય તો આપણને અસર ના કરે. ત્યારે દોષિત ક્યું લાગે છે ? આ પુદ્ગલ. હવે પુદ્ગલ ઉદયકર્મને આધીન છે, આખી જિંદગી. હવે ઉદયકર્મમાં હોય એવું આ બોલે, એમાં તમે શું કરો તે ?! જુઓ તો ખરાં, આવું સરસ દાદાએ વિજ્ઞાન આપ્યું કે કોઈ દહાડો વઢવાડ જ ના થાય. કોઈ પણ માણસ બહુ વધારે બોલ બોલ કરતો હોય તો ય આપણે સમજી જવું કે આ રેકર્ડ બોલી. રેકર્ડને રેકર્ડ જાણીએ તો આપણે ગબડી

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49