Book Title: Vaani Vyavahar Ma
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 26
________________ ૩૫ ૩૬ વાણી, વ્યવહારમાં... વાણીના સંયોગો પર છે અને પરાધીન છે.” તો એ સમજાવો. વાણી, વ્યવહારમાં... દાદાશ્રી : એ વાક્યનો આધાર લેવાય જ નહીં ને ?! તે વખતે તો તમને પ્રતિક્રમણનો આધાર આપેલો છે. સામાને દુઃખ થાય એવું બોલાયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું. અને સામો ગમે તે બોલે, ત્યારે વાણી પર છે ને પરાધીન છે, એનો સ્વીકાર કર્યો. એટલે તમારે સામાનું દુ:ખ રહ્યું જ નહીં દાદાશ્રી : ચૂળ સંયોગો એટલે તમને આ હરતા-ફરતા હવા ભેગી થાય, ફલાણું ભેગું થાય, મામા ભેગા થાય, કાકા ભેગા થાય, સાપ ભેગો થયો, એ બધા સ્થૂળ સંયોગો. કો'કે ગાળો આવડી આપી તે ય ભેગું થાય. એટલે આ બહારના સંયોગો ભેગા થાય, એ બધા સ્થૂળ સંયોગો. ને? સૂક્ષ્મ સંયોગો એટલે મહીં મનમાં જરા વિચાર આવે, આડા આવે, ઊંધા આવે, ખરાબ આવે, સારા આવે અથવા એવા વિચાર આવે કે ‘હમણે એકસીડન્ટ થશે તો શું થશે ? એ બધા સૂક્ષ્મ સંયોગો. મહીં મનમાં બધા આવ્યા જ કરે. હવે તમે પોતે અવળું બોલો પછી તેનું પ્રતિક્રમણ કરો, એટલે તમારા બોલનું તમને દુઃખ ના રહ્યું. એટલે આ રીતે બધો ઉકેલ આવી જાય છે. પ્રશ્નકર્તા : ઘણી વખત ના બોલવું હોય છતાં બોલી જવાય. પછી પસ્તાવો થાય. અને વાણીના સંયોગો એટલે આપણે બોલ બોલ કરીએ છીએ કે પછી કોઈક બોલ્યા ને આપણે સાંભળીએ, એ બધા વાણીના સંયોગો ! (૪૫૧) દાદાશ્રી : વાણીથી જે કંઇ બોલાય છે તેના આપણે ‘જ્ઞાતા-દ્રષ્ટા.” પણ જેને એ દુઃખ પહોંચાડે, તેનું પ્રતિક્રમણ ‘આપણે’ ‘બોલનારા” પાસે કરાવવું પડે. ‘સ્થળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે.” આટલું જ વાક્ય પોતાની સમજમાં રહેતું હોય, પોતાની જાગૃતિમાં રહેતું હોય તો સામો માણસ ગમે તે બોલે તો ય આપણને જરા ય અસર થાય નહીં અને આ વાક્ય કલ્પિત નથી. જે ‘એઝેક્ટ છે, તે કહું છું. હું તમને એમ નથી કહેતો કે મારા શબ્દને માન રાખીને ચાલો. એક્ઝક્ટ’ આમ જ છે. હકીકત તમને નહીં સમજ પડવાથી તમે માર ખાવ અમને તો કોઈ ગાળ ભાંડે તો અમે જાણીએ કે આ ‘અંબાલાલ પટેલને ગાળો ભાંડે છે. પુદ્ગલને ગાળો ભાંડે છે. આત્માને તો જાણી શકે નહીં, ઓળખી શકે નહીં ને ! એટલે અમે સ્વીકારીએ નહીં, ‘અમને' અડે નહીં. અમે વીતરાગ રહીએ. અમને એની પર રાગ-દ્વેષ ના થાય. અમારા ‘જ્ઞાની'ના પ્રયોગ કેવા હોય કે હરેક ક્રિયાને “અમે ‘જોઇએ'. તેથી હું આ વાણીને રેકર્ડ કહું છું ને ! આ રેકર્ડ બોલી રહી છે તેને જોયા કરું છું કે “શું રેકર્ડ વાગી રહી છે ને શું નહીં !” અને જગત ના લોકો તન્મયાકાર થાય છે. સંપૂર્ણ નિર્તન્મયાકાર રહે, તેને કેવળજ્ઞાન કહ્યું છે. પ્રશ્નકર્તા : સામો અવળું બોલે ત્યારે આપના જ્ઞાનથી સમાધાન રહે છે, પણ મુખ્ય સવાલ એ રહે છે કે અમારાથી કડવું નીકળે છે. તો તે વખતે અમે આ વાક્યનો આધાર લઈએ તો અમને અવળું લાઈસન્સ મળી જાય છે ? જગતના લોકો જુએ છે તેવું જ્ઞાની પણ જુએ છે, પણ જગતના

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49