Book Title: Vaani Vyavahar Ma
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 15
________________ વાણી, વ્યવહારમાં... ૧૪ વાણી, વ્યવહારમાં... દાદાશ્રી : આ ભાઈ નાસ્તો આપતા હોય તો તમે કહો કે, ‘હવે રહેવા દેને, નકામું બગડશે.” તે અંતરાય પાડ્યો કહેવાય. કોઈ દાન આપતો હોય ત્યાં તમે કહો કે, ‘આને ક્યાં આપો છો ? આ તો મારી ખાય એવાં છે.” તે તમે દાનનો અંતરાય પાડ્યો. પછી પેલો આપે કે ના આપે એ વસ્તુ જુદી રહી, પણ તમે અંતરાય પાડ્યો. પછી તમને કોઈ દુઃખમાં ય દાતા ન મળે. પડે. કોઈ કહે કે, “જ્ઞાની પુરુષ' આવ્યા છે, ચાલો આવવું હોય તો. ત્યારે તમે કહો કે, હવે એવા તો ‘જ્ઞાની પુરુષ' ઘણાં ય જોયા છે. આ અંતરાય પડ્યો ! હવે મનુષ્ય છે, એટલે બોલ્યા વગર તો રહે જ નહીંને ! તમારાથી ના જવાય તેમ હોય એટલે તમને મનમાં ભાવ થાય કે “જ્ઞાની પુરુષ' આવ્યા છે, પણ મારાથી જવાતું નથી, તો અંતરાય તૂટે. અંતરાય પાડનારો પોતે અણસમજણથી અંતરાય પાડે છે, તેની તેને ખબર નથી. તમે જે ઓફિસમાં નોકરી કરતા હો ત્યાં તમારા આસીસ્ટન્ટને ‘અક્કલ વગરનો’ કહો એ તમારી અક્કલ પર અંતરાય પડ્યો ! કેટલા બધા અંતરાય પાડ્યા છે જીવે ! આ જ્ઞાની પુરુષ છે, હાથમાં મોક્ષ આપે છે. ચિંતારહિત સ્થિતિ બનાવે છે, તો પણ અંતરાય કેટલાં બધાં છે કે એને વસ્તુની પ્રાપ્તિ જ ના થાય ! બોલો, હવે આ અંતરાયથી ફસાઈ ફસાઈને આ મનુષ્ય જન્મ એળે ખોઈ નાખ્યો છે ! તમને ‘રાઈટ’ જ નથી સામાને અક્કલ વગરનો કહેવાનો. તમે આવું બોલો એટલે સામો પણ અવળું બોલે, તે એને ય અંતરાય પડે ! બોલો હવે, આ અંતરાયમાં જગત શી રીતે અટકે ? કોઈને તમે નાલાયક કહો, તો તમારી લાયકાત ઉપર અંતરાય પડે છે. તમે આના તરત જ પ્રતિક્રમણ કરો તો અંતરાય પડતા પહેલાં ધોવાઈ જાય. (૪૪) કેટલાંક કહે કે, “આવું અક્રમ જ્ઞાન તે વળી હોતું હશે ? કલાકમાં મોક્ષ તે હોતો હશે ?” એવું બોલ્યા કે તેમને અંતરાય પડ્યા. આ જગતમાં શું ના બને, એ કહેવાય નહીં. માટે બુદ્ધિથી માપ કાઢવા જેવું આ જગત નથી. કારણ કે આ બન્યું છે એ હકીકત છે. ‘આત્મવિજ્ઞાન’ માટે તો ખાસ અંતરાય પડેલા હોય. આ છેલ્લામાં છેલ્વે સ્ટેશન છે. (૪૦૫) પ્રશ્નકર્તા : સંસાર જ એવી વસ્તુ છે કે ત્યાં નર્યા અંતરાયો જ છે. પ્રશ્નકર્તા: વાણીથી અંતરાય ના પાડ્યા હોય, પણ મનથી અંતરાય પાડ્યા હોય તો ? દાદાશ્રી : મનથી પાડેલા અંતરાય વધારે અસર કરે, એ તો બીજે અવતારે અસર કરે. અને આ વાણીનું બોલેલું આ અવતારે અસર કરે. (૪૪) દાદાશ્રી : તમે પોતે પરમાત્મા છો, પણ એ પદનો લાભ નથી મળતો. કારણ કે નર્યા અંતરાય છે. ‘હું ચંદુભાઈ છું' બોલ્યા કે અંતરાય પડે. કારણ કે ભગવાન કહે છે કે, “તું મને ચંદુ કહે છે ?” આ અણસમજણથી બોલ્યો તો ય અંતરાય પડે. દેવતા પર અણસમજણથી હાથ ઘાલે તો એ છોડે કે ? પ્રશ્નકર્તા : જ્ઞાનાંતરાય, દર્શનાંતરાય શેનાથી પડે છે ? પ્રશ્નકર્તા : બે જણા વાત કરતા હોય ને આપણે વચમાં બોલીએ, એ કંઈ આપણે ડખો કર્યો કહેવાય ? કે આપણું ડિસ્ચાર્જ છે એ ? દાદાશ્રી : ધર્મમાં આડું-અવળું બોલે, ‘તમે કંઈ જ સમજતા નથી ને હું જ સમજું છું.' એનાથી જ્ઞાનાંતરાય ને દર્શનાંતરાય પડે. અગર તો કોઈ આત્મજ્ઞાન પામતો હોય તેમાં આડખીલી થાય તો તેને જ્ઞાનનો અંતરાય દાદાશ્રી : ડખલ કરવાથી ડખો થઈ જાય.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49