Book Title: Vaani Vyavahar Ma
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 14
________________ વાણી, વ્યવહારમાં... ૧૨ વાણી, વ્યવહારમાં... થયા કરે, પણ મન અને હૃદય સાફ હોય છે. અમને પાછલા અવતારોનું મહીં દેખાય છે ત્યારે અજાયબી લાગે છે કે ઓહોહો, તરછોડનું કેટલું બધું નુકસાન છે ! તેથી મજૂરોને ય તરછોડ ના વાગે એ રીતે વર્તીએ. છેવટે સાપ થઈને ય કેડે, તરછોડ બદલો લીધા વગર રહે નહીં. - દાદાશ્રી : હવે વાણીથી ક્લેશ થતો હોય, પણ સામાને હૃદય ઉપર અસર થાય. બાકી જો ઉપલક રહેતું હોય તો તો વાંધો નથી. બાકી એવું છે ને, બોલનાર તો હૃદયથી અને મનથી ચોખ્ખો હોય, એ બોલી શકે. પણ સાંભળનાર તો, એને પથરો વાગે એવું લાગે એટલે ક્લેશ થાય જ. જ્યાં બોલ કંઈ પણ ખરાબ છે ને, વિચિત્ર બોલ છે ને ત્યાં ક્લેશ થાય. (૪૦૧) પ્રશ્નકર્તા : શું ઉપાય કરવો કે જેથી તરછોડનાં પરિણામ ભોગવવાનો વારો ના આવે ? બોલ એ તો લક્ષ્મી છે. તેને તો ગણી ગણીને આપવાં જોઈએ. લક્ષ્મી કોઈ ગણ્યા વગર આપે છે ? આ બોલ એક એવી વસ્તુ છે કે એ જો સચવાઈ ગયો તો બધા જ મહાવ્રત આવી જાય. દાદાશ્રી : એના માટે બીજો કોઈ ઉપાય નથી, એક પ્રતિક્રમણ કર કર કરવાં. જ્યાં સુધી સામાનું મન પાછું ના ફરે ત્યાં સુધી કરવાં. અને પ્રત્યક્ષ ભેગા થાય તો ફરી પાછું મીઠું બોલીને ક્ષમા માગવી કે, ‘ભઈ, મારી તો બહુ ભૂલ થઈ. હું તો મૂરખ છું, અક્કલ વગરનો છું.’ એટલે સામાવાળાના ઘા રૂઝાતા જાય. આપણે આપણી જાતને વગોવીએ એટલે સામાને સારું લાગે, ત્યારે એના ઘા રૂઝાય. કોઈને સહેજે ય તરછોડ ના વાગે ને, એવું આપણું જીવન હોવું જોઈએ. તમે તરછોડને ઓળખો કે ના ઓળખો ? બહુ ઓળખો ? સારી રીતે ? કો'કને વાગી જાય ખરી ? પ્રશ્નકર્તા : પગે પડીને ય માફી માગી લેવાની. પ્રશ્નકર્તા : મહીંથી સૂક્ષ્મ રીતે વાગી જાય. દાદાશ્રી : તે સૂક્ષ્મ વાગે તેનો વાંધો નહીં. સૂક્ષ્મ વાગે, તે તો આપણને નુકસાનકર્તા છે. જો કે સામાને વિરોધ કર્તા તો છે જ. કારણ કે સામો એક્તા નહીં અનુભવે. દાદાશ્રી : ના. પગે પડીએ તો ગુનો થાય. એવું નહીં. બીજી વાણીથી ફેરવો. વાણીથી વાગ્યું હોય ને, તે વાણીથી ફેરવો. પગે પડવાથી તો એ પાછો મનમાં તે ઘડીએ અવળો ફરેલો માણસ અવળું માને. (૪૦) પ્રશ્નકર્તા : ધારો કે સ્થળ તરછોડ વાગી ગઈ હોય તો ય પ્રતિક્રમણ તરત થઈ જ જાય. મને બહુ જાતના લોક મળે. પણ તે હું એમની જોડે એકતા નથી તૂટવા દેતો. એકતા તૂટે તો પછી એની શક્તિ ના રહે. જ્યાં સુધી મારી એકતા છે, ત્યાં સુધી એની શક્તિ છે. એટલે સાચવવું પડે. આપણે જે પ્રયોગશાળામાં બેઠા છીએ, ત્યાં પ્રયોગો બધું જોવું પડે ને ! (૪૦૪) દાદાશ્રી : હા, તરછોડ વાગી ગયા પછી પ્રતિક્રમણ કરવાના. અને બીજું, ફરી પાછાં એની જોડે સારું બોલી અને ફેરવી નાખવાનું. પ્રશ્નકર્તા : આ અંતરાયો કેવી રીતે પડે છે ?

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49