Book Title: Uttaradhyayan Sutra Commentary
Author(s): Chandraguptasuri
Publisher: Lakshmiben Mangaldas Ghadiyal

View full book text
Previous | Next

Page 6
________________ આમ આગ્રહ કરીને સાધર્મિકને જમાડીને મોકલતા. સાધુ પ્રત્યે, ભગવાનની આજ્ઞા પ્રત્યે રાગ જાગે તો આ બધું શક્ય બનશે. સાધુભગવંતો પોતાના શરીર પ્રત્યે પણ નિઃસ્પૃહ હોય છે. જે પોતાના શરીરની કે પોતાના ખાવાપીવાની પણ ચિંતા નથી કરતા તે તમારા ખાવાપીવાની ચિંતા ક્યાંથી કરે ? પહેલી ગાથાના આ પહેલાં જ પદથી શાસકાર પરમર્ષિએ ખૂબ જ માર્મિક વાત કરી છે. સાધુભગવંતો આ રીતે બાહ્ય-અત્યંતર સંયોગોથી મુકાયેલા હોવાથી જ પોતાની સાધના દ્વારા કર્મના વિયોગને સાધે છે. બુદ્ધિમાનોનું કર્તવ્ય છે કે બીજાની ચિંતા છોડી આત્માની ચિંતામાં લાગી જવું, આત્માની ચિંતા કરતી વખતે બીજીની ચિંતા કરવા નું બેસવું. જેઓ ધર્મસ્થાનમાં આવે છે તેઓ ધર્મના અર્થી છે – એમ સમજીને આચાર્યભગવંતો ધર્મદેશના આપતા હોય છે. આ જ આશયથી ધર્મદેશક આચાર્યભગવંત ધર્માર્થીજનોને સર્વવિરતિધર્મ સમજાવવાનું કામ કરતા હોય છે. આથી જ આપણે ગણધરભગવંત શ્રી સુધર્માસ્વામીજીએ શ્રી જંબૂસ્વામીજીને ઉદ્દેશીને ઉત્તરાધ્યયન-સૂત્રમાં જે વાત કરી છે તે સમજવાનું - વિચારવાનું શરૂ કર્યું છે. શાસ્ત્રમાં શ્રાવકની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે કાયમ માટે સાધુની પાસે સાધુની સામાચારી સાંભળે તેનું નામ શ્રાવક. આથી જ આપણે સાધુની સામાચારી વિચારવી છે. શ્રાવકને જે મળ્યું હોય તેમાં સંતોષ ન હોય, જે નથી મળ્યું તેના માટે તે તલપાપડ હોય છે. શ્રાવક વણિગુવૃત્તિથી ધર્મ કરનારો હોય. ઓછી મહેનતે લાભ વધારે થાય એ રીતે ધંધો વાણિયો કરે તેમ ઓછી મહેનતે ઘણી નિર્જરા થાય તે રીતે ધર્મ કરવો હોય તો તે ધર્મ સાધુપણાનો જ છે. તેથી આપણે સાધુધર્મ સમજવો છે. આ તો વરસોથી ધર્મ કરતો હોય અને અમને કહે કે પૂજાવિધિ સમજાવો. સ0 વિધિનું જ્ઞાન ન હોય તો આપવું પડે ને ? વિધિનું જ્ઞાન તો આપીએ પણ તમારે જાણ્યા પછી વિધિ મુજબ કરવું છે ખરું ? અત્યારે તમે જે વિધિ કરો છો તે શાસ્ત્રમાં દેખાતી નથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અને શાસ્ત્રમાં જે જણાવી છે તે વિધિ અત્યારે દેખાતી નથી. તમારું જ નહિ, અમારું પણ પ્રતિક્રમણાદિ કે પડિલેહણાદિનું અનુષ્ઠાન વિધિ મુજબ નથી થતું. કોઇ સાધુસાધ્વી પ્રતિક્રમણ કે પડિલેહણ કર્યા વિના નહિ રહેતા હોય, પરંતુ લગભગ કોઇ સાધુસાધ્વી આ ક્રિયાઓ કાળ વગેરેની વિધિ સાચવીને કરતા નહિ હોય. ક્રિયાઓ બાકી નથી રહેતી પણ વિધિનું પાલન બાકી જ રહે છે. આ ક્રિયાઓ ફળદાયી ક્યાંથી બને ? સ0 કાળનું મહત્ત્વ વધારે ? પાંચ આચારમાં જ્ઞાનાચાર સૌથી પહેલો બતાવ્યો છે અને તેમાં પણ પહેલો આચાર કાળ બતાવ્યો છે. કાળે અધ્યયન કરવું - એ પહેલો જ્ઞાનાચાર છે. સાધુપણામાં પણ કાળે કાળે સામાચારી બતાવી છે. તમે પૂજા વગેરેનો કાળ નથી સાચવતા, અમે પડિલેહણાદિનો કાળ નથી સાચવતા - આપણે બંને ઊંધા માર્ગે છીએ. સ0 અપવાદમાર્ગે ન કહેવાઇએ ? અપવાદ પણ જે પહેલાં ઉત્સર્ગમાર્ગે ચાલતો હોય તેને અપાય. પહેલા જ દિવસથી અપવાદ ન અપાય. શાસ્ત્રમાં કહ્યું છે કે અકાળે કરેલી ખેતી જેમ નિષ્ફળ જાય છે તેમ અકાળે કરેલો ધર્મ પણ નિષ્ફળ જાય. સ) એટલે અનુષ્ઠાન કર્યા વગર રહેવું, પણ અકાળે ન કરવું - એમ ને? આવું તમે કહો - ત્યાં સુધી બરાબર. અમે આવું કહીએ તો અમારે માથે પસ્તાળ પડે કે ‘અનુષ્ઠાન કરવાની ના પાડે છે.' આપણે તો એટલી જ વાત કરવી છે કે અકાળે ગમે તેટલાં બીજ વાવ્યાં હોય તોય તે ફળે નહિ. કાળે કણ વાવ્યો હોય તો મણ જેટલું ઊગી નીકળે. જો ફળ જોઇતું હોય તો અકાળે અનુષ્ઠાન ન કરવું - એટલું જ કહેવું છે. અનુષ્ઠાન કરવાની ના નથી, અકાળે કરવાની ના છે, કાળે કરવાનું કહ્યું છે. તમે કોઈ છોકરાને કહો કે – “ભણવું હોય તો સીધી રીતે ભણ નહિ તો ઉઠાડી મૂકીશ.’ આનો અર્થ શું ? ભણવાની ના પાડી કે સીધી રીતે ભણવાનું કહ્યું? વિધિનો પક્ષપાત એ જ શાસનનો અનુરાગ છે – એટલું યાદ રાખવું. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 222