Book Title: Updeshmala Balavbodha Uttarardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ટીકાગ્રંથની રચના કરી. આ ગ્રંથ દ્વારા એમણે ‘ઉપદેશમાલા'ના પાઠોને વ્યવસ્થિત કરી આપ્યા અને ઉપ’ની ગાથાઓમાં જે કથાઓનો ઉલ્લેખ કરાયો છે એ કથાઓને શ્રી સિદ્ધર્ષિગણિએ સંક્ષેપમાં સંસ્કૃત ભાષામાં રજૂ કરી. પાછળના ટીકાકારો ઘણુંખરું શ્રી સિદ્ધર્ષિગણિની આ હેયોપાદેય ટીકા'ને અનુસર્યા છે.
આ. રત્નપ્રભસૂરિએ સં. ૧૨૩૮માં રચેલી ‘ઉપ’ પરની દોઘટ્ટી ટીકામાં અને આ. મુનિચંદ્રસૂરિએ લલિતવિસ્તરા’ની પંજિકામાં શ્રી સિદ્ધર્ષિગણિને આથી જ ‘વ્યાખ્યાતૃચૂડામણિ’ તરીકે ઓળખાવ્યા છે. આ હેયોપાદેય ટીકા’ આશરે ૪૨૬૦ ગ્રંથાગની છે.
સિદ્ધર્ષિગણિના આ ગ્રંથ પછી મોટું કામ આચાર્ય વર્ધમાનસૂરિએ કર્યું. એમણે ‘ઉપદેશમાલા’ પરની ટીકા સં. ૧૦૫૫માં ખંભાતમાં રચી. એમાં એમણે ‘હેયોપાદેય ટીકા'નો પાઠ સ્વીકાર્યો અને સાથેસાથે એ ગ્રંથનાં સંસ્કૃતભાષી સંક્ષિપ્ત કથાનકોને સ્થાને પોતાનાં વિસ્તૃત પ્રાકૃત કથાનકો જોડ્યાં. આવાં પ્રાકૃત કથાનકો સાથેનો ‘હેયોપાદેય ટીકા’ ગ્રંથ આશરે ૯૫૦૦થી ૧૦૦૦૦ ગ્રંથાગ્રનો બન્યો. જોકે એમાં કેટલાક અપવાદો જોવા મળે છે. જેમકે દર્દુરાંકની કથા પ્રાકૃતને બદલે સંસ્કૃતમાં રચી છે, ક્યાંક મૂળની જ સંસ્કૃત કથાઓ રહેવા દીધી છે તો ક્વચિત્ જ્યાં કથા ન હોય તેવાં સ્થાનોએ પણ કથા આપી છે.
શ્રી શાલિભદ્રશિષ્ય આ. જિનભદ્રસૂરિએ સં.૧૨૦૪માં પ્રાકૃતમાં ‘કથાસમાસ'ની રચના કરી. નાગેન્દ્રગચ્છીય આ. વિજ્યસેનસૂરિશિષ્ય આ. ઉદયપ્રભસૂરિએ સં.૧૨૯૯માં આ ગ્રંથ ૫૨ કર્ણિકાટીકાની રચના કરી. સં. ૧૪૬૪માં આ. શ્રી રત્નસિંહસૂરિએ સંસ્કૃતમાં ઉપદેશમાલા વિવરણ’ ગ્રંથની રચના કરી.
તે ઉપરાંત શ્રી અમરચંદગણિએ સં. ૧૫૧૮માં રચેલી, અંચલગચ્છીય આ. મહેન્દ્રપ્રભસૂરિશિષ્ય આ. જયશેખરસૂરિએ રચેલી, શ્રી ધર્મનંદગણિએ સં. ૧૫૯૯માં રચેલી અવસૂરિઓ મળે છે.
સં. ૧૭૮૧માં શ્રી સુમતિગણિશિષ્ય શ્રી રામવિજ્યે ‘ઉપદેશમાલા’ ૫૨ સંસ્કૃત ટીકાગ્રંથ રચ્યો છે.
આ સિવાય પણ બીજા કેટલાક ટીકાગ્રંથો સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં રચાયેલા છે.
‘ઉપદેશમાલા’ની ગાથાસંખ્યા:
ઉપ'ની ભિન્નભિન્ન ગાથાઓવાળી અનેક હસ્તપ્રતો પ્રાપ્ત છે. પણ ઘણીબધી હસ્તપ્રતોમાં એની ગાથાસંખ્યા ૫૪૦ હોવાનો ઉલ્લેખ આવે છે. ગાહાણં સવ્વાણું પંચસયા ચેવ ચાલીસા.' જેસલમેર ભંડારની તાડપત્ર પરની પ્રતિમાં ૫૪૨
Jain Education International
१४
For Private & Personal Use Only
www.jainelibrary.org