Book Title: Updeshmala Balavbodha Uttarardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ઉપદેશમાલા બાલાવબોધ :
અભ્યાસ
૧. શ્રી ધર્મદાસણિ
‘ઉપદેશમાલા’ એ મૂળ પ્રાકૃત ભાષામાં રચાયેલો વૈરાગ્યપ્રેરક ગ્રંથ છે. આ મૂળ ગ્રંથના કર્તા શ્રી ધર્મદાસગણિ છે. કહેવાય છે કે તેઓ અવધિજ્ઞાન-ધારક હતા. પોતાના પુત્ર રણસિંહને આ ગ્રંથ ઉપયોગી બનશે એમ અવધિજ્ઞાનથી જાણીને ધર્મદાસગણિએ એની રચના કરી હતી.
ધર્મદાસગણિના જીવનકાળ અને ‘ઉપદેશમાલા’ના રચનાકાળ અંગે કેટલાક મતમતાંતરો પ્રવર્તે છે. એક મત એમ કહે છે કે તેઓ ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીના હાથે દીક્ષિત થયા હતા. જ્યારે ઇતિહાસવિદો ધર્મદાસગણિને શ્રી મહાવીરના સમકાલીન નહીં, પણ મહાવીરના નિર્વાણ (વીર સંવત ૧૨૦) પછી થયાનું માને છે. “ઉપદેશમાલા'માં કાલિકાચાર્ય અને દત્તનો પ્રસંગ સૂરમણિમાં બન્યો છે. એ હૂણસમ્રાટ તોરમાણની રાજધાની પત્નઇઆ હોય તો તે ઘટના વિક્રમની પાંચમી સદી પછીની બન્યાનું ગણાય એવો એક ઇતિહાસમત છે. ‘ઉપદેશમાલા’ની ૫૩૭મી ગાથામાં સંકેતથી ધર્મદાસગણિનું નામ ગૂંથી લેવામાં આવ્યું છે. તે ગાથાના આરંભના શબ્દો ધંત મણિ દામ છે. એમાં કેટલાક આ ગ્રંથના રચનાસમયનો સંકેત પણ જુએ છે. (ધંત ૧, મણિ = ૭, દામ = ૫; એટલે કે સં. ૫૭૧) તો વળી એક મત એવો છે કે શ્રી મહાવીર-દીક્ષિત ધર્મદાસગણિ અને ઉપદેશમાલા’કાર ધર્મદાસગણિ એ બે અલગ અલગ છે.
=
ધર્મદાસગણિ અંગેનું જે પ્રચલિત જીવનવૃત્તાંત છે તે આ પ્રમાણે છે : વિજ્યપુરમાં વિજ્યસેન નામે રાજા હતો. તેને અજ્મા અને વિજયા નામે જ બે રાણીઓ હતી. વિજ્યા રાણીને રણસિંહનામે પુત્ર જન્મ્યો. પણ આ પુત્રજન્મ થતાંની સાથે જ વિજયસેનની અયા રાણીએ દ્વેષભાવથી રણસિંહને માતાથી અલગ કરાવી દીધો. રાજાને આની જાણ થતાં જ રાજા વિજ્યસેન, રાણી વિયા અને વિજ્યાના ભાઈ સુજ્યને સંસારની અસારતા સમજાઈ અને તેમણે ભગવાન મહાવીર
Jain Education International
१२
For Private & Personal Use Only
www.jainelibrary.org