________________
“મનિખા મા”
હે ભવ્ય પ્રાણીઓ ! તમે જિનેશ્વરની આજ્ઞાને માને એટલે કે કેવળી ભગવાને જે વચન કહ્યું છે, તેનું પાલન કરે. સર્વકઈ પણ ધર્મ જિનેશ્વરની આજ્ઞાયુકત હોય તે તે પ્રમાણરૂપ છે. તે વિષે શ્રીજિનપ્રભસૂરિ કહે છે કે “જેમાં સર્વ પ્રકારના નય, ગમાં અને ભાંગાઓ પ્રધાન છે, જેની વિરાધના કરવાથી સંસાર અને આરાધના કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. એવી જિનાજ્ઞા ચિરકાળ જય પામે. જિનેશ્વરની આજ્ઞાથી જ ચારિત્ર છે-આજ્ઞા પ્રમાણે ચાલવું એજ ચારિત્ર છે. તે આજ્ઞાને ભંગ કરનારે શું નથી ભાંગ્યું ? તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જે ક્રિયા કરવી તે કોની આજ્ઞાથી કરવી ? જિનેશ્વરની આજ્ઞાથી જ તપ છે, આજ્ઞાથી જ સંયમ–ચારિત્ર છે, અને આજ્ઞાથીજ દાન છે. આજ્ઞા વિરૂધ્ધ કરેલું સર્વ કર્મ પલાળ (ઘાસના પુળા) ની જેમ નિ:સાર છે. ” તેથી કરીને શ્રી કુમારપાળ રાજાની જેમ જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરવું. કળિકાળ સર્વજ્ઞ શ્રીહેમચંદ્ર સૂરિએ પ્રતિબોધ પમાડેલા શ્રી કુમારપાળ રાજાએ જિનેવરની આજ્ઞાનું સારી રીતે આરાધન કર્યું હતું, તેથી તે ગુરૂમહારાજે તેને “પરમ આહંત” અને “રાજર્ષિ ? વિગેરે બિરૂદ આપેલાં હતાં તેની કથા નીચે પ્રમાણે,
કુમારપાળ રાજાની કથા.
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે કલ્યાણુનું સ્થાનરૂપ ગુજરાત નામે દેશ છે, તે ધન અને ધાન્યની સમૃદ્ધિએ કરીને વ્યાપ્ત હોવાથી પૃથ્વી પર પ્રસિદ્ધ છે. તેમાં શ્રીઅણહિલપુર