Book Title: Trailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak Author(s): Yashovijay Upadhyay, Publisher: Muktikamal Jain Mohanmala View full book textPage 3
________________ ॥ अथ सूर्य-चन्द्र मण्डल विषयनिरूपणम्॥ [ મંદાધિકારની અવતરળિજા-મંડલાધિકારમાં પ્રસંગ પ્રાપ્ત થવાથી અઢીદીપનું સંક્ષિપ્ત વર્ણન કર્યું, હવે ચન્દ્ર-સૂર્યનાં મંડલ સંબંધી અધિકાર શરૂ કરવામાં આવે છે. આ વિષય સૂર્યપ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રાપ્તિ, જંબૂદીપપ્રાપ્તિ વિગેરે સિદ્ધાન્તોમાં સવિસ્તૃતપણે આપ્તમહાપુરૂષોએ વર્ણવ્યો છે, તેમ જ એ સિદ્ધાન્તગ્રન્થોમાંથી બાલ ના બોધના અથે પૂર્વના પ્રાજ્ઞમહર્ષિઓએ એ વિષયનો ઉદ્ધાર કરી ક્ષેત્રસમાસ–બૂહસંગ્રહણી-મંડલપ્રકરણ–લોકપ્રકાશ પ્રમુખ ગ્રન્થમાં ગીર્વાણગિરામાં વિશેષ સ્પષ્ટ કર્યો છે, તો પણ મન્દબુદ્ધિવાળા જીવો આ વિષયને રૂચિપૂર્વક વધુ સમજી શકે તે માટે શ્રી સૂર્ય પ્રક સૂત્રના આધારે ભાષામાં આ મંડલસંબંધી વિષયને કાંઈક ઋટ કરીને કહેવામાં આવે છે. જે કે આ લખાણ વાચકોને કાંઇક વિશેષ પડતું જણાશે પરંતુ ગુર્જર ભાષામાં હજુ સુધી આ વિષય પરત્વે જોઈએ તેવી સ્પષ્ટતા પ્રાયઃ કાઈ અનવાદગ્રન્થમાં કિંવા સ્વતંત્ર પ્રન્યમાં નહિ જોવાતી હોવાથી મંડલસંબંધી આ વિષયને સરલ કરવો એ ઈચ્છાથી આ વિવેચનનો વિસ્તાર કાંઈક વધાર્યો છે અને એથી મારું પ્રાય: ચોક્કસ મન્તવ્ય છે કે સ્વ-પરબુદ્ધિના વિકાસ માટે આ વિષય વાચકને વિશેષ ઉપયોગી થશે. ] ‘ અનુવાન ? મં૩૪” એટલે શું? ચન્દ્ર અને સૂર્ય મેરૂ પર્વતથી ઓછામાં ઓછી ૪૪૮૨૦ એજનની અબાધાએ રહેવા પૂર્વક મેરૂને પ્રદક્ષિણાના ક્રમથી સંપૂર્ણ ફરી રહે તે પ્રદક્ષિણાની પંક્તિને એક “મંડળ” કહેવાય છે. આ ચન્દ્ર-સૂર્યનાં મંડળે ત્યાંને ત્યાં જ રહેવાવાળાં કાયમી મંડળ જેવાં (સ્વતંત્ર) મંડળે નથી પરંતુ પ્રથમ જે પ્રમાણે ચન્દ્ર-સૂર્યનું સ્થાન જણાવવામાં આવ્યું છે તેટલી (સમભૂતલથી સૂ) ૮૦૦, ચં. ૮૮૦ જન ) ઉંચાઈએ રહ્યા થકા ચરસ્વભાવથી મેરૂની ચારે બાજુ પ્રદક્ષિણ આપતાં પોતાના વિમાનની પહેળાઈ પ્રમાણુ જેટલું ક્ષેત્ર રોકતા જાય અને જે વલય પડે તે વલયને “મંડળ” કહેવાય છે, અર્થાત્ ચન્દ્ર-સૂર્યન મેરૂને પ્રદક્ષિણા આપવા પૂર્વક ચાર કરવાને ચક્રાકારે જે નિયત માર્ગ તે “મંડળ” કહેવાય. આ મંડળે ચન્દ્રનાં ૧૫ છે અને સૂર્યનાં ૧૮૪ છે, દક્ષિણાયન -ઉત્તરાયણના વિભાગે, દિવસ અને રાત્રિના પ્રમાણમાં ન્યૂનાધિકપણું, સૌરમાસ–ચાન્દ્રમાસાદિવ્યવસ્થા વિગેરે ઘટનાએ આ સૂર્ય-ચન્દ્રનાં મંડળોના આધારે જ ઉત્પન્ન થાય છે. અહિં આગળ જણાવવા પ્રમાણે બે સૂર્યના પરિભ્રમણથી એક મંડળ થાય છે તેમ જ કર્કસંક્રાન્તિના પ્રથમદિવસે વાદી–પ્રતિવાદીની જેમ સામસામી સમશ્રેણએ નિષધ અને નીલવંત પર્વત ઉપર ઉદય પામેલા બન્ને સૂર્યો મેરૂથી ૪૪૮૨૦ ૩૧Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 64