Book Title: Tirthankar Shantinath Tirthankar Mallinath Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 7
________________ તીર્થંકર શ્રી શાંતિનાથ પોતાની પુત્રી રાજકુમારને આપવા આવ્યો. શ્રીકાન્તા ખૂબ સુંદર હતી. ઇન્દુસેન કહે, હું એને પરણું. બિંદુસેન કહે, નહિ. એમ ન બને. પરાક્રમીને જ એ વશે. આપણા પરાક્રમની આપણે પરીક્ષા આપીએ. બંને ભાઈ મંડ્યા લડવા. બીજાઓને તો તમાશો જોવાનો થયો, પણ રાજા શ્રીષેણને ખૂબ દુ:ખ થયું. અરે ! પતંગિયા જેવા આ મોહી પુત્રો પ્રજાનું કેવી રીતે પાલન ક૨શે ? લડીને તો પોતાનું ને રાજનું બંનેનું નુકસાન કરશે. તેઓ ઇન્દુસેનને સમજાવવા ગયા, તો એ તાડુકીને બોલ્યો : ‘એના પિતાએ મને શ્રીકાન્તા આપી છે. તમને નાના ભાઈ ત૨ફ વધુ પ્રેમ છે, એટલે મને વારો છો. ભલે લડાઈ કરવી હોય તો હું તૈયાર છું.’ બિંદુસેનને સમજાવવા માંડ્યો : “ભલા, શ્રીકાન્તાના પિતાએ તમને લડાવી મારવા આમ કર્યું છે. સમજી જાઓ, ને શાંતિથી કામ લો.' પિતાજી ! આપ વચ્ચેથી ખસી જાઓ. આ તો અમારા સ્વમાનનો સવાલ છે. લડાઈ વગર આનો નિકાલ નહિ આવે. બિંદુસેન ગર્વપૂર્વક બોલ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36