Book Title: Tirthankar Shantinath Tirthankar Mallinath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 28
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૧ કર્યું ને દરેકને આસન આપ્યું. અરે, રાજકુમારી મલ્લિકા હાથમાં ફૂલમાળા લઈ ક્યારનાં હાજર હતાં. કેવું રૂપ ! કેવી મોહની ! અરે, અંતપુરમાં તો અત્યાર સુધી આપણે કુબજાઓ ભરી. કુમારીની સુંદરતા માટે જે સાંભળ્યું હતું, તે ખરેખર સાચું છે ! ત્રણ ભુવનમાં અજોડ સૌંદર્ય ! કુમારીના હાથની માળા લેવા સહુ આગળ ધસવા લાગ્યા. રખેને પાછળ રહી જઈએ ને કુમારીની નજર પોતાના ઉપર ન પડે. એકબીજાની આંખમાં ઈર્ષાનો અગ્નિ સળગી ઊઠ્યો. મારામારી થવાની તૈયારી હતી : ત્યાં પાછળના બારણામાંથી રાજકુમારી મલ્લિકાએ પ્રવેશ કર્યો, લડવા માટે તૈયાર થયેલા રાજાઓ એક નજરે નીરખી રહ્યા. અરે, સામે ઊભેલી કુમારી સાચી કે હવે આવી તે ! ભૂલ્યા. સાચી કુમારિકા તો હવે આવ્યાં. અહા, શું સુંદરતા! પાપ ભાવના જ મનમાંથી મરી જાય. કેવું નિર્મળ હાસ્ય, ઉઘાડી તલવાર આપોઆપ મ્યાન થઈ જાય. અંધારી રાતમાં જેનાં પગલે અજવાળાં થાય, એવાં એ રાજકુમારી ! “રાજન, આસન પર બિરાજો.” શબ્દોમાં પણ જાણે બળ હતું. રાજાઓ ઠંડા પડીને બેસી ગયા. “હે રાજન, તમે મને કદી નીરખી નથી. મારી છબી દેખી અને તમને મારા પર મોહ થયો, પણ મારી સાચી છબી તમે જોઈ નથી. આજે એ બતાવી મારે તમારો મોહ દૂર કરવો છે. દાસી, મૂર્તિનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36