Book Title: Tirthankar Shantinath Tirthankar Mallinath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 26
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૧ ن.ت.ث. .ت. કાંઈક યુક્તિ કરી મારે તેમની સાન ઠેકાણે આણવી જોઈએ. રાજકુમારીએ કળા-કારીગરી કરનારને બોલાવ્યા. તેઓને કહ્યું: આબેહૂબ મારા જેવી જ સોનાની મૂર્તિ બનાવો. મારા જેવાં જ વસ્ત્ર, આભૂષણો ને અલંકાર પહેરાવો. ભલભલી આંખો ભુલાવો ખાય એવી કરામત કરો. સોનાની પૂતળીને અંદરથી પોલી રાખજો. માથે ઢાંકણું રાખજો.” અરે, એક તરફ લડાઈના દોર ને બીજી તરફ રાજકુમારીને આ શી રમત સૂઝી ? રાજા કુંભ વિચારમાં પડ્યા છે. કુમાર મલ્લદિન વિમાસણ કરે છે. મૂર્તિ થઈ પૂરી ! અરે, આબેહૂબ રાજકુમારી જોઈ લો ! એક બનાવ્યું સુંદર મકાન. એનું નામ માયામંદિર. એમાં વચ્ચોવચ એ મૂર્તિ પધરાવી. બંને બાજુ ત્રણ-ત્રણ સિંહાસન મુકાવ્યાં. પિતાજી કહે: પુત્રી, તું શું કરે છે, એ અમે કાંઈ સમજતા નથી, પણ એટલું સમજીએ છીએ, કે તું વિવેકી છે. વિવેકી કરે તે સારું જ હોય. “પિતાજી, હું લડવા આવેલા રાજાઓને સમજાવવા માટે આ બધું કરું છું.' “સમજાવવા ? એ પામર મોહી રાજાઓ તારાથી સમજશે? અરે, બેટી ! લડાઈથી ડરીશ નહીં. અમારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36