Book Title: Tirthankar Shantinath Tirthankar Mallinath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 24
________________ ૨૨ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૧ . . .ت. .ت. બનાવી શકયા. બિચારાઓ રાત માથે લઈને નાઠા. આપના જ શહેરમાં આવીને વસ્યા છે. ખાતરી કરવી હોય તો કરી જુઓ.” અરે, એમાં ખાતરી કેવી ! સારી હશે, તો માનતી થશેઃ નહીં તો અંતઃપુર મોટું છે. અનેક રાણીઓ છે, એમાં એક વધુ. જાઓ, પુરોહિતજીને કહો કે તાકીદે માથું મૂકે. આ તરફ આમ બન્યું. ત્યાં વળી ચંપાનગરીના રાજવીએ એક દહાડો કેટલાક વહાણવટીઓ પાસેથી આ નામ સાંભળ્યું. રાજા કહે, અરે, તમે દેશ-વિદેશ ભમી આવ્યા, પણ કંદ નવી નવાઈ જાણી લાવ્યા? વહાણવટીઓ કહે : “બીજું તો ઠીક, પણ મિથિલાની રાજકુમારી મલ્લિકાનાં રૂપ-ગુણ વિશે ખૂબ સાંભળ્યું. કહે છે કે, પૃથ્વી પર હજી એવી કન્યા જન્મી નથી, ને જન્મશે પણ નહીં. ચંપાનગરીના રાજા કહે : “કહો પુરોહિતજીને ! માગું નાખે !' સુંદર સ્ત્રીનું નામ સાંભળી જેના મોંમાંથી હંમેશાં લાળ ઝરે છે, એવા કોશલના રાજાએ પણ આ દિવ્ય કુમારિકા વિશે સાંભળ્યું ને માગું મોકલ્યું. છ રાજાઓના સેવકો દડમજલ કરતા મિથિલાનગરી જઈ પહોંચ્યા, ત્યારે રાજાજીએ આદરમાન દીધાં. વિવેકથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36