Book Title: Tirthankar Shantinath Tirthankar Mallinath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 18
________________ તીર્થકર શ્રી મલ્લિનાથ જૂના જમાનાની વાત છે. જ્યારે સહુ ખાધેપીધે સુખી હતાં. પહેરેઓઢે પૂરાં હતાં. ખેતરોમાં અન્ન ઊભરાતાં. નવાણોમાં નીર છલકાતાં. ન કોઈનું કોઈ ચોરી લેતું. અન્ન, વસ્ત્ર ને આબરૂ સહુને સહુજોગાં મળી રહેતાં. એ કાળે થયાં એક રાજકુમારી. રૂપ તો દેહના ખોળિયામાં માય નહીં. ગુણ તો ગણ્યા ગણાય નહીં. માંડી મીટ તો મંડાય નહીં. મા-બાપનાં સાત ખોટનાં દીકરી. દીકરી તે પણ કેવાં? સાત જોધારમલ દીકરાઓની ભૂખ ભાંગે તેવાં. એમનું નામ મલ્લિકા. સીતા સતી જ્યાં પેદા થયાં, એ જ પવિત્ર મિથિલામાં તેઓ જન્મ્યાં. એમના જન્મથી પૃથ્વી વધુ પવિત્ર બની. મિથિલાના રાજા કુંભ એમના પિતા. રાણી પ્રભાવતી એમનાં માતા ! રાણીને મોટી ઉંમરે ઓધાન રહેલાં. અનેક સુંદર સ્વપ્ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36